શનિ દોષમાંથી જલદી છૂટકારો મેળવવો છે? તો આજે જ કરો આ કામ

શનિદોષ નિવારવાના ઉપાયો.

મનુષ્ય ની કુંડળી ઉપર ગ્રહોની અસર રહે છે. મનુષ્યના જન્મ સમયે બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની પરિસ્થિતિ અનુસાર તે જાતકની કુંડળીમાં તે ગ્રહ તથા નક્ષત્રની સારી નરસી અસર વર્તાય છે અને તે મુજબ ભવિષ્ય નિર્માણ થાય છે એવો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માનવામાં આવે છે. ગ્રહ દોષના નિવારણ અર્થે વિવિધ મંત્ર તેમ જ પૂજા ના ઉપાયો પણ પ્રવર્તમાન છે.

image source

તમામ ગ્રહમાં શનિ મહારાજ નો ભય વ્યાપક રહે છે. કહેવાય છે કે શનિ કર્મના હિસાબ અનુસાર ફળ આપે છે.શનિની પનોતી ઘણી તકલીફોનો સામનો કરાવે છે.શનિ દોષ ને કારણે વારંવાર કાર્યમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે ઉપરાંત વારંવાર નિષ્ફળતાનો અનુભવ પણ કરવો પડે છે કહેવાય છે કે શનિ રાજી થાય તો રાજપાટ આપે અને શનિ નારાજ થાય તો રસ્તા પરના ભિખારી પણ બનાવી દે.માટે કુંડળીમાં શનિનું સ્થાન બહુ જ મહત્વનું માનવામાં આવે છે.

image source

શનિ દોષના શમન માટે કેટલાક હાથ પગ આ ઉપાય પણ જ્યોતિષશાસ્ત્રમાં બતાડવામાં આવ્યા છે. જેમાં કાળા મરીનો ઉપાય વિશેષ અસરકારક છે.કાળા મરીના કેટલાક ટુચકાઓથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકાય છે.

image source

કાળા કપડામાં એક કાળા મરીનો દાણો તેમજ કેટલાક પૈસા મુકીને પોટલી બનાવી આ પોટલી દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે .તેમજ અટકેલા કામ વિના વિઘ્ને પૂર્ણ થાય છે.

image source

વારંવાર કાર્યમાં અડચણ આવતી હોય અને નિષ્ફળતા મળતી હોય તો કાર્ય કરવા ઘરની બહાર નીકળતી વખતે મુખ્ય દ્વાર પર થોડા કાળા મરીના દાણા મુકવાઆ મરીના દાણા ઉપર પગ મૂકીને ઘરની બહાર નીકળવું.કહેવાય છે કે આ પ્રકારનો પ્રયોગ કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

image source

ઘરની બહાર મરીના પાંચ દાણા લઇ પોતાની ઉપર જ સાત વાર ફેરવીને ચાર દાણા ચારે દિશામાં ફેંકવા ઉપરાંત છેલ્લો બચેલો પાંચમો દાણો ઉપર આકાશ તરફ ઉછાળી દેવો અને પછી ઘરમાં પાછા જવું ઘરમાં પરત જતી વખતે પાછળ વળીને જોવું નહીં.મરીના દાણા નો આ પ્રયોગ કરવાથી નજીકના ભવિષ્યમાં ધન લાભ થાય છે.

image source

શનિવારના દિવસે હનુમાનજીના કે શનિદેવના મંદિરે જવાથી ઉપરાંત શનિદેવને કે હનુમાનજીને તેલ ચઢાવવાથી પણ શનિ દોષ માં કેટલાક અંશે રાહત મળે છે.સારા સેવાનાં કામ કરવાથી પણ શનિને ખુશ રાખી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ