મોમાં થતા પીડાદાયી ચાંદાથી તુરંત રાહત આપે છે આ વસ્તુઓ, અજમાવો તમે પણ…

મોમાં થતા પીડાદાયી ચાંદાથી તુરંત રાહત આપે છે આ વસ્તુઓ, અજમાવો તમે પણ

મોઢાની અંદર થતા ઘાને મોઢાનાં ચાંદા કહેવામાં આવે છે. આ ચાંદા કે ચાંદી જીભ પર, ગાળમાં કે હોઠ પર સામાન્ય રીતે થાય છે. આ ચાંદીનો દુખાવો સખત કષ્ટદાયી હોય છે. આ થવાનું કારણ શું હોય છે તે સામાન્ય રીતે કોઈ જાણતું નથી. મોમાં થતા ચાંદા શરીરમાં થયેલા અસંતુલનને દર્શાવે છે.

image source

જેમ કે કબજિયાત, એસિડિટી, પોષક તત્વોની ઊણપ કે હોર્મોન્સનું અસંતુલન. જો કે ચાંદા થાય તો તેના માટે ડોક્ટરની સલાહ લેવાની જરૂર પડતી નથી. કારણ કે તેને કેટલાક ઘરગથ્થુ અને સરળ ઉપચારોથી પણ ઠીક કરી શકાય છે. કયા કયા છે આ ઉપચાર ચાલો જાણીએ સૌથી પહેલા.

1. બેકિંગ સોડા :

image source

બેકિંગ સોડામાં એલ્કલાઇન હોય છે કે જે એસિડની અસરને ઘટાડે છે. આ એસિડ જ ચાંદા થવનું મુખ્ય કારણ હોય છે. બેકિંગ સોડા અદ્ભુત રીતે ચાંદા પર અસર કરે છે. તે શરીરમાં એસિડને સંતુલિત કરે છે અને બેક્ટીરિયાને નષ્ટ કરે છે તેથી ચાંદા તુરંત મટી જાય છે. જ્યારે પણ મોંમાં ચાંદા થઈ જાય ત્યારે 1/2 કપ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા ઉમેરી કોગળા કરવા. આવું દિવસમાં બે વાર કરો ચાંદાના દુખાવાથી તુરંત રાહત મળશે.

2. તુલસીનાં પાન :

image source

મોઢાનાં ચાંદાનાં ઉપચાર માટે તુલસીનાં પાનને ચાવવાથી પણ લાભ થાય છે. દિવસમાં 3 કે 4 વખત તુલસીનાં પાન ચાવવાથી મોઢામાં વારંવાર થતા ચાંદા મટે છે.

3. મધ :

image source

મધમાં એંટી-બેક્ટીરિયલ ગુણ હોય છે. મધ ચાંદા મટાડે છે અને સાથે જ તેને વધતા અટકાવે છે મધમાં એક ચમચી આંબળા પાવડર મેળવી ચાંદા પર લગાવો. તેનાથી ઝડપથી રાહત મળે છે. મધમાં હળદર પાવડર પણ ઉમેરી શકાય છે.

4. છાશ :

image source

છાશ મોંના ચાંદા દૂર કરતો એક જાદુઈ પદાર્થ છે. તે આ પ્રકારના ઘા ભરવામાં સહાયક સાબિત થાય છે. છાશમાં લેક્ટિક એસિડ હોય છે કે જે થોડું એસિડિક હોવાથી ચાંદાના કારણે થતી પીડામાંથી રાહત આપે છે.

5. કેમોમાઇલ :

image source

કેમોમાઇલમાં એંટી-સેપ્ટિક ગુણ હોય છે આ કારણે તેનો ઉપયોગ મોં સાફ કરવા માટે કરી શકાય છે. તેના ઉપયોગથી તીવ્ર દુઃખાવો પણ ઓછો થઈ જાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક મુટ્ઠી કેમોમાઇલનાં ફૂલ લેવા અને તેને પાણીમાં પલાળી રાખવા. પાણીનો રંગ બદલી જાય એટલે તેને ગાળી લેવું અને પછી દિવસમાં બે વખત આ પાણીને માઉથવોશ તરીકે ઉપયોગમાં લેવું. તેનાથી મોઢાનાં ચાંદા ઝડપથી મટી જાય છે.

6. ચા :

image source

મોંના ચાંદાથી તુરંત આરામ મેળવવા માટે એક ટી બેગને ચાંદા ઉપર રાખવી. બ્લેક ટીમાં ટેનિન હોય છે કે જે દુઃખાવામાંથી આરામ રાહત આપવાનું કામ કરે છે.

7. કોથમીરનાં પાન

image source

એક મુટ્ઠી કોથમીરનાં પાન લો અને તેમને સારી રીતે વાટી લો. તેને વાટ્યા બાદ રસ ગાળી લો અને ચાંદા પર લગાવો. જામફળના પાનને વાટી અને તેના જ્યૂસને પણ ચાંદા પર લગાવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ