ક્લિક કરીને જોઇ લો તમે પણ તારક મહેતા..ફેમ રિટા રિપોર્ટરની બેબીની સુપર ક્યૂટ તસવીર

તારક મહેતાના રીટા રીપોર્ટર બની મમ્મી, શેર કરી દીકરાની પહેલી તસવીર

લોકપ્રિય ટીવી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી દિશા વાકાણીની જેમ રીટા રીપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા આહુજાએ ગર્ભવતી હોવાના કારણે સીરીયલમાંથી બ્રેક લીધો હતો. થોડા સમય પહેલા પ્રિયા આહુજાએ પોતાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેવામાં ફરીવાર તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. જી હાં પ્રિયાએ પોતાના દીકરાની તસવીરો પહેલીવાર શેર કરી છે.

image source

ટીવી એક્ટ્રેસ પ્રિયા આહુજા માતા બની ગઈ છે. પ્રિયાએ એક પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે જ તેના જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે. મહત્વપૂર્ણ છે કે પ્રિયાએ 27 નવેમ્બરના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. તેણે આ સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. બાળકના જન્મ પછી પ્રિયા અને તેનો પતિ માલવ રાજાદા ઘણા ઉત્સાહિત છે. તેમણે પોતાની ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી.

image source

સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કરવાની સાથે સાથે પ્રિયાએ કેપ્શન લખ્યું છે કે, “નાનકડા મહેમાનને અમારા ઘરમાં પગ મૂક્યાં છે. આ અમારો દીકરો છે, અમે ખૂબ ખુશ છીએ. અમારા લિટલ એન્જલનો જન્મ 27 નવેમ્બરના રોજ થયો હતો, આ વાત શેર કરતાં અમને આનંદ થાય છે.”

image source

તાજેતરમાં જ પ્રિયાએ તેના દીકરાની પહેલી ઝલક દેખાડતી તસવીર પણ શેર કરી છે. ફોટોમાં પ્રિયા તેના દીકરા સાથે જોવા મળે છે. તે પોતાના બાળકને પ્રેમ કરતી વખતે ખૂબ જ ખુશ જોવા મળે છે.

image source

પ્રિયાના અંગત જીવન વિશે વાત કરીએ તો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે પ્રિયા આહુજાના પતિ માલવ રાજદા તારક મહેતાના કા ઉલ્ટા ચશ્મા શોના ચીફ ડાયરેક્ટર છે. માલવ અને પ્રિયાએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા અને નવેમ્બર 2019માં બંને માતા-પિતા બન્યા છે.

image source

ઉલ્લેખનીય છે કે ગત માસમાં જ પ્રિયાનું બેબી શાવર યોજાયું હતું. આ પાર્ટીમાં તારક મહેતાની સ્ટાર કાસ્ટએ પણ ખાસ હાજરી આપી હતી. પ્રિયાના બેબી શાવરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી હતી જેમાં નિધિ ભાનુશાળી એટલે કે સોનુ, ગોલી એટલે કે કુશ શાહ સહિતના કલાકારો જોવા મળ્યા હતા.

image source

પ્રિયા સાથે માલવ રાજદાએ પણ પોતાના દીકરા સાથે એક તસવીર શેર કરી છે જેમાં તેની આંગળી દીકરાએ પકડી રાખી છે. આ તસવીર સાથે માલવએ લખ્યું છે કે, અત્યાર સુધીમાં હાથમાં પકડી હોય તેમાંથી આ શ્રેષ્ઠ છે.

image source

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી બાદ તારક મહેતાની કાસ્ટમાંથી અનેક કલાકારોએ એક્ઝિટ કરી હતી. જેમાં રીટા રીપોર્ટર સાથે સોનુ અને બાવરીનો પણ સમાવેશ થાય છે. સોનુનું પાત્ર ભજવતી નિધિએ અભ્યાસ માટે તો બાવરી બનતી અભિનેત્રીએ અન્ય કારણોસર આ સીરીયલ છોડી છે. તેવામાં રીટા રીપોર્ટરે પણ ગર્ભાવસ્થાના કારણે શોને અલવિદા કહ્યું હતું. જો કે હાલ તો તે પોતાના દીકરા સાથે સમય પસાર કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ