જો શાક વધુ તીખું થઈ ગયું હોય કે પછી અદરક-લસણની ચટણીને લાંબા સમય સુધી સારી રાખવી હોય તો અપનાવો આ સરળ રસોય ટીપ્સ..

મિત્રો, એક સ્વસ્થ અને તંદુરસ્ત શરીર માટે ઘરનુ શુદ્ધ અને સાત્વિક ભોજન અત્યંત આવશ્યક છે. જો તમે નિયમિત યોગ્ય સમયે આ ભોજનનુ સેવન કરો છો તો તમારા શરીરમા કોઈપણ પ્રકારની બીમારીઓ આવતી નથી અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ મજબુત બને છે.

image source

પરંતુ, આજનો વર્તમાન સમય એટલો વ્યસ્તતા ભરેલો બની ગયો છે કે, ઘરે આવીને ભોજન બનાવવા માટે સમય જ નથી રહેતો અને તેના કારણે લોકો બહારનુ ભોજન વધારે પડતુ ખાતા થયા છે. ઘણીવાર ખાવાનુ બનાવતા સમયે લોકો નાની-નાની બાબતો અંગે બેદરકાર બની જતા હોય છે અને તેના કારણે ખાવાની મજા ઓછી થઈ જાય છે.

આજે આ લેખમા અમે તમને અમુક એવી ટીપ્સ વિશે જણાવીશુ કે જેને અજમાવીને તમે સ્વાદિષ્ટ ભોજન ખુબ જ ઓછા સમયમા અને સરળતાથી બનાવી શકશો તો ચાલો જાણીએ.

image source

જો તમે ક્યારેય પણ બેસનના લાડુ બનાવો છો તો તે બનાવતી વખતે તેમા ગઠ્ઠા ના પડી જાય તે માટે લાડુ બનાવતી વખતે બેસનને સતત ચમચી વડે હલાળતા રહો. જો બેસનમા કોઈપણ પ્રકારના ગઠ્ઠા દેખાય છે, તો તેને ચમચીની મદદથી હટાવીને મિશ્રણને હલાવતા રહેવુ.

image source

આ ઉપરાંત બેસન કાચુ ના રહી જાય તે માટે હમેંશા તેને ધીમા તાપે શેકવાની આદત કેળવો અને જ્યારે તે વ્યવસ્થિત રીતે શેકાઈ જાય ત્યારપછી જ તેના લાડુ બનાવો.

image source

જો ક્યારેય પણ એવું બને કે તમારી સબ્જીમાં વધારે પડતુ મરચુ પડી જાય તો તમે તેની તીખાશ ઓછી કરવા માટે તેમા બાફેલ બટાકુ ઉમેરીને તેને મિક્સ કરીને તમારી સબ્જીની તીખાશ ને ઘટાડી શકો છ. બાફેલા બટાકા એ તીખાશને ખુબ જ જલ્દીથી શોષી લે છે.

image source

આ સિવાય જો તમે ઈચ્છો તો તેમા મલાઈ, ફ્રેશ ક્રીમ અથવા દહી મિક્સ કરીને પણ સબ્જીની તીખાશને ઘટાડી શકો છો, તે પણ તમારી સબ્જીની તીખાશને ઘટાડવા માટે કારગર સાબિત થાય છે.

જો તમે ચાસણીની કોઈપણ વસ્તુ બનાવવા જઈ રહ્યા છો તો તમે કઢાઈમા થોડુ ઓઈલ લગાવવાનુ ક્યારેય ના ભૂલશો. આ કઢાઈની ચારેય કિનારીઓ પર લગાવવામા આવેલ તેલથી ચાસણી ચોંટશે નહીં અને મિષ્ટાન્ન પણ સરળતાથી બની જશે.

image source

ઘરે તૈયાર આદુ, લસણ અને લીલા મરચાની પેસ્ટને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તેમા એક ચમચી ગરમ ઓઈલ અને નમક ઉમેરો.

લીલા મરચાને સમાર્યા બાદ હાથમા થતી બળતરાથી રક્ષણ મેળવવા માટે તમારે તમારી આંગળીઓને ખાંડ મિક્સ કરેલા દૂધના બાઉલમા ડુબાડી રાખવી, જેથી આ બળતરા દૂર થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ