OMG! કોરોના હજુ શાંત પડ્યો નથી ત્યાં આ ફ્લૂથી ખળભળાટ, વન વિભાગ એલર્ટ, જાણી લો જલદી તમે પણ

ગુજરાતમાં પર એક પછી એક નવા ખતરા સામે આવી રહ્યા છે. પહેલા કોરોનાએ કહેર વર્તાવ્યો બાદમાં તેમાથી લોકોને થોડી રાહત મળી તો બ્રિટેનમાંથી આવેલા કોરોનાના નવા સ્ટ્રેને લોકોની ઉંઘ હરામ કરી. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે રાજ્ય પર હવે એક નવી મુસિબત આવી છે. જેમ દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ ફેલાયો છે તેમ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લુની એન્ટ્રી થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે રાજ્યના જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે 2 જાન્યુઆરીએ સંખ્યાબંધ મૃત પક્ષીઓ મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પક્ષીઓનાં મૃત્યુ બર્ડ ફ્લૂથી થયાં છે કે નહીં એ ચકાસવા માટે 53 જેટલાં પક્ષી (ટિટોડી, નકટો, બગલી, બતક)ના મૃતદેહ કબજે કરીને પોસ્ટમાર્ટમ માટે મોકલી અપાયા છે.

રાજ્યમાં અલર્ટ જારી કર્યું

image source

તો બીજી તરફ આ ઘટના અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસરે રોગચાળાને પગલે આ પક્ષીઓનાં મૃત્યુ થયાં હોવાની આશંકા જતાવી છે. તો બીજી બાજુ રાજ્યના વાઇલ્ડલાઇફ વિભાગે ભારત સરકારની એડવાઇઝરીને પગલે સમગ્ર રાજ્યમાં અલર્ટ જારી કર્યું છે. આ અંગે પશુપાલન નિયામકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ થઈ શક્યો નહોતો. ગુજરાતનાં ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદારે જણાવ્યું હતું કે અમે બર્ડ ફ્લૂને પગલે અલર્ટ જારી કર્યું છે. બાંટવામાં ટિટોડી સહિત પક્ષીઓનાં મોતની મને જાણ છે. વધુ માહિતી કાલે જ મળી શકે છે. અમે આ મુદ્દે એનિમલ હસ્બન્ડરી વિભાગની પણ મદદ લઈશું. આ અંગે પુરૂ ગંભીરતા સાથે તપાસ ચાલી રહી છે. રાજ્યમાં વધુ આ રોગચાળો ન ફેલાય તે માટે પુરતા પગલા લેવામાં આવશે.

ગુજરાતના જંગલ ખાતાને એની જાણ કરાઇ

image soucre

તો બીજી તરફ આ વિશે માણાવદર રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એ. ચાવડાએ જણાવ્યું હતું કે 53 જેટલાં મૃત પક્ષી મળી આવ્યાં છે. તેમનાં મોતનું કારણ ખબર નથી. કારણ જાણવા માટે વેટરિનરી વિભાગે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનના ચિત્તોડથી બાંટવામાં પોતાનાં રિલેટિવને ત્યાં આવેલા પ્રહલાદગિરિ ગોસ્વામી બાંટવાના ખારા ડેમ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે તેમને ટપોટપ પક્ષીઓ મરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં બર્ડ ફ્લૂની મને જાણ હતી. મને અહીં જંગલ ખાતામાં કોઇ ઓળખતું ન હોઇ ઉદયપુર ખાતે કોઇ અધિકારીને એ વિશે જાણ કરી. જ્યાંથી ગુજરાતના જંગલ ખાતાને એની જાણ કરાઇ હતી.

image soucre

ત્યાર બાદ જંગલ ખાતાને જાણ થતાં 2 જાન્યુઆરીએ અડધી રાત સુધી જંગલ ખાતાએ તળાવ પાસે કામગીરી કરી હતી. વાઇલ્ડલાઇફ લવર મનીષ વૈદ્યે આ મુદ્દે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને વધુ પક્ષીઓનાં મોત અટકાવવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે. વૈદ્યે જણાવ્યું હતું કે બાંટવામાં માઇગ્રેટરી પક્ષીઓ પણ આવે છે. શિયાળામાં માઇગ્રેટરી બર્ડ્સ આવતાં કેરિયર તરીકે ફ્લૂ ફેલાતો હોય છે. સરકારે કારણની તપાસ કરવી જોઇએ. જેથી પક્ષીઓના મોતનો આંક વહેલી તકે અટકી શકે અને રાજ્યના અન્ય વિસ્તારમાં આ રોગની અસર ન થાય.

રાજસ્થાનમાં પણ બ્લડ ફ્લુ નો કહેર

image source

રાજસ્થાનમાં કોરોનાની સાથે સાથે આ દિવસોમાં બર્ડ ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે રાજ્યમાં સેંકડો કાગડાઓ મરી ગયા છે અને આ રોગચાળાને ધ્યાનમાં રાખીને ભરતપુરમાં આવેલ વર્લ્ડ હેરિટેજ નેશનલ બર્ડ પાર્ક ખાતે ચેતવણી આપવામાં આવી છે. તેમજ મોનિટરિંગ માટે ટીમ તૈનાત કરવામાં આવી છે જેથી દરેક પરિસ્થિતિનો સામનો કરી શકાય.

કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓ પણ એલર્ટ

image source

તો બીજી તરફ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનના સહાયક નાયબ વન સંરક્ષક અભિષેક શર્માએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂને લીધે પક્ષીઓમાં ફેલાયેલા રોગ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેને લઈને દરેક કર્મચારીને સુચના આપી દેવામાં આવી છે જેથી આ રોગ સામે લડી શકાય. નેશનલ બર્ડ પાર્કમાં ફરજ બજાવતા સ્ટાફની ટીમ બનાવવામાં આવી છે, જે પાર્કની અંદરની બધે નજર રાખશે. જો કોઈ પક્ષીનું મોત થશે તો તેની તાત્કાલિક જાણ કરવામાં આવશે જેથી રોગનું નિરીક્ષણ અને નિયંત્રણ કરી શકાય. જો કે આ પહેલા પણ પાર્કના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે અને બર્ડ ફ્લૂને રોકવા માટે પશુપાલન વિભાગ સાથે મળીને કામગીરી કરવામાં આવી રહી છે.