બોલિવૂડના 6 સિતારાઓને મર્યા બાદ પણ ન મળ્યું સન્માન, નંબર-2 ની લાશને તો હોસ્પિટલે કોઈ લેવા પણ ન આવ્યું

આજે અમે જે સ્ટાર્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે કેટલાક વર્ષો સુધી બોલિવૂડની દુનિયામાં હિટ રહ્યા બાદ ગુમનામ બની ગયા, અને ગુમનામી માં જ આ સ્ટાર્સનું નિધન થઈ ગયું. જેના કારણે મોત બાદ પણ આ સીતારાઓને સન્માન ન મળ્યું.

image source

6) સદાશિવ અમરાપુરકર – તેની કારકીર્દિમાં સદાશિવે તમામ પ્રકારના રોલ કર્યા હતા. જેમા વિલનથી લઈને કોમેડી અને ઈમોશન પાત્રો પણ ભજવ્યાં, પરંતુ બહુ ઓછા બોલીવુડ સ્ટાર્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો, અને ઘણા બોલિવૂડ સ્ટાર્સ તો તેમની અંતિમયાત્રામાં હાજર પણ નહોતા રહ્યા.

image source

5) પરવીન બાબી – 2005માં પરવીનનું માનસિક બિમારીને કારણે અવસાન થયું હતું, તેના મૃત્યુના ત્રણ દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ડોકટરોના અહેવાલ મુજબ, તે ઘણા દિવસથી ભૂખી હતી કારણ કે તેના પેટમાં કોઈ અનાજનો ટુકડો નહોતો ગયો. ડોકટરોએ જ તેમના અંતિમ સંસ્કાર કર્યા.

image source

4) વિમી – અભિનેત્રી વિમીએ 1977 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યા પછી, તેની અભિનયના આધારે ઘણી લોકપ્રિયતા મેળવી હતી, અને તેના દમદાર અભિનયના જોરે, તેણે કરોડોની દોલત ભેગી કરી હતી,પરંતુ તેના દારૂના વ્યસન અને કૌટુંબિક સમસ્યાઓએ તેની અભિનય કારકિર્દીને બરબાદ કરી દીધી હતી. જેના કારણે તેના તમામ પૈસા ખર્ચાઈ ગયા અને તેનું મોત સરકારી હોસ્પિટલના જનરલ વોર્ડમાં થયું હતુ, અને તેના મૃતદેહને ઠેલા દ્વારા સ્મશાનમાં લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ તેમની અંતિમયાત્રામાં માત્ર 9 લોકો હાજર રહ્યા હતા.

image source

3) ગીતાંજલિ નાગપાલ – 90 ના દાયકાની આ લોકપ્રિય અભિનેત્રી દિલ્હીની શેરીઓમાં ભીખ માંગતી જોવા મળી હતી, બાદમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

image source

2) અચલા સચદેવ – અચલા સચદેવે પણ ફિલ્મોમાં તેમના અભૂતપૂર્વ અભિનયથી ઘણું નામ કમાયા હતા અને ઘણા કમાણી પણ કરી હતી, પરંતુ કોઈએ તેમના છેલ્લા સમયમાં તેમનો સાથ આપ્યો ન હતો, અને મૃત્યુ બાદ પણ તેમને સન્માન મળ્યું ન હતું. અહિયા સુધી કે તેના બાળકો પણ તેનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલમાં આવ્યા ન હતા.

image source

1) ઈન્દર કુમાર – ઘણી સફળ ફિલ્મોનો ભાગ રહેલા ઈન્દર કુમારનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું અને તેના અંતિમ સમયમાં ફક્ત 4 લોકો હાજર હતા. ઈન્દર કુમારની બૉલીવૂડમાં એન્ટ્રી માસૂમ ફિલ્મ દ્વારા થઈ હતી. આ ફિલ્મમાં આયશા ઝુલ્કા તેમની કો-સ્ટાર હતી. આ પછી તેઓ ખિલાડીયો કે ખિલાડીમાં અક્ષય કુમારનાં નાના ભાઈનાં પાત્રમાં દેખાયા. ત્યારબાદ તેઓ ચર્ચિત ફિલ્મ કુંવારા, ઘૂંઘટ, દંડનાયક, મા તુઝે સલામ, હથિયાર વગેરેમાં દેખાયા હતા. સલમાન ખાન સાથે તેઓ ત્રણ ફિલ્મ્સમાં દેખાયા હતા, જેમાં કહીં પ્યાર ના હો જાએ, તુમકો ના ભૂલ પાયેંગે અને વૉન્ટેડ સામેલ છે. ઈન્દર કુમારને સલમાનનો ખાસ મિત્ર માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ