ભારતીય સેનાના કર્નલના અંતિમ સંસ્કાર માટે માતા-પિતાએ ખેડવું પડ્યું 2000 કિ.મીનું સફર

ભારતીય સેનાના કર્નલના અંતિમ સંસ્કાર માટે માતાપિતાએ ખેડવું પડ્યું 2000 કિ.મીનું સફર – અમર જવાનને એક આખરી સલામ તો દરેક ભારતીય દ્વારા મળવી જ જોઈએ

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર યથાવત છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમીત લોકોની સંખ્યા 21,58,594 સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુ આંક 1,45,533ને વટાવી ચૂક્યો છે. જ્યારે ભારતની વાત કરીએ તો ભારતમાં પણ સંક્રમીતોની સંખ્યામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં ભારતમાં 13,387 લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને 437 લોકો મૃત્યુ પામ્યા છે.

image source

વાયરસનો ફેલાવો વધે નહીં તે માટે 21 દિવસ માટે જાહેર કરવામાં આવેલા લોકડાઉનને વધારીને ત્રીજી મે સુધી ખેંચવામાં આવ્યું છે. અને તેના કારણે મોટા ભાગના વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ રાજ્યોની બોર્ડર પણ સીલ કરી દેવામાં આવી છે. તેવા સંજોગોમાં ભારતીય આર્મિ કર્નલ નવજોત સિંહ બલનું મૃત્યુ નીપજ્યું છે અને તેમનું શવ અંતિમ સંસ્કાર માટે તેમના માતાપિતા પાસે નથી પહોંચી શક્યું.

સમ્માનનીત શૌર્ય ચક્ર ધરાવતા કર્નલ નવજોત સિંહ બલનું કેન્સરની ગંભીર બિમારીના કારણે મૃત્યુ નીપજ્યું છે. અને લાંબી લડત બાદ તેમણે દુનિયાની વિદાઈ લીધી હતી. તમને જણાવી દઈએ કે તેમની ઉંમર માત્ર 39 વર્ષની હતી. લોકડાઉનના કારણે કર્નલના શવને તેમના માતાપિતા પાસે મોકલી શકાયો નથી માટે 2000 કી.મી દૂરથી તેમને બાય રોડ મુસાફરી કરીને આવવાનો વારો આવ્યો છે. દુઃખી માતાપિતા ગુરુગ્રામથી બેંગલુરુ દીકરાના અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યા છે.

image source

2002માં કર્નલ નવજોત સિંહે ભારતીય સેનામાં સેવા આપવાની શરૂઆત કરી હતી. તેમને દેશની સેવા બદલ શૌર્ય ચક્રથી પણ નવાજવામાં આવ્યા હતા. તેઓ બે પેરા રેજિમેન્ટનો ભાગ હતા. પણ છેલ્લા એક વર્ષથી તેઓ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું છે. જુસ્સાભેર દેશને સમરર્પિત જીવન જીવી ગયેલા આપણા આ જવાન માટે એક સલામ તો ચોક્કસ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ