‘બ્લેક ડેથ’ની મહામારીથી ખરડાયેલો છે યુરોપના આ ચર્ચનો ઇતિહાસ – જાણો સંપૂર્ણ હકીકત

સામાન્ય રીતે કોઈ પણ જગ્યાને સજાવવા માટે ફૂલો, તોરણો અને એવી અન્ય આકર્ષક ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરાય છે જે લોકોનું ધ્યાન ખેંચી શકે.

image source

પરંતુ શું તમે માની શકો કે કોઈ સ્થાનને માનવ કંકાલ એટલે કે માણસોના હાડકાથી સજાવવામાં આવ્યું હોય ? નહિ ને ? પણ આ હકીકત છે. દુનિયામાં એક ચર્ચ એવું પણ આવેલું છે જેણે સેંકડો માનવ હાડપિંજરોથી સુશોભિત કરાયું છે.

એટલું જ નહીં પણ ત્યાં આ હાડકાઓને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં પણ આવ્યા છે જેથી તેનો દેખાવ આકર્ષક લાગે. આ ચર્ચને દુનિયાનું સૌથી ડરામણું અને રહસ્યમયી ચર્ચ પણ ગણવામાં આવે છે.

આ ચર્ચનું નામ ” સેડલેક ઓસ્યુઅરી ” જે ચેઝ રિપબ્લિકની રાજધાની પ્રાગમાં આવેલું છે. કહેવાય છે કે આ ચર્ચને સજાવવા માટે 40000 થી 70000 લોકોના હાડકાંઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચર્ચની છતથી લઈને ઝૂમર સુધીની મોટાભાગની જગ્યામાં હાડકાઓ જ હાડકાઓ છે. આ જ કારણ છે કે આ ચર્ચને ” ચર્ચ ઓફ બોન્સ ” એટલે કે હાડકાંઓનું ચર્ચ પણ કહેવામાં આવે છે.

image source

આ ” સેડલેક ઓસ્યુઅરી ” ચર્ચ આજથી 150 વર્ષ પહેલા એટલે કે લગભગ 1870 માં બનાવવામાં આવ્યું હતું. અસલમાં તેમાં માનવ હાડકાંઓનો ઉપયોગ કરવા પાછળ પણ એક રહસ્યમયી કારણ છે. જે અનુસાર સન 1278 માં બોહેમિયા પ્રદેશના રાજા ઓટ્ટોકર દ્રિતીયએ હેન્રી નામના એક સંતને ઈસાઈઓના પવિત્ર સ્થળ યેરુશલેમ મોકલ્યા હતા.

કહેવાય છે કે યેરુશલેમ ગયેલા એ સંત જયારે યેરુશલેમથી પરત ફર્યા તો પોતાની સાથે પવિત્ર માટી ભરેલી એક બરણી પણ સાથે લાવ્યા અને આ માટીને કબ્રસ્તાન ઉપર છાંટી દીધી. બસ ત્યારબાદ આ જગ્યા મૃત્યુ પામેલા પોતાના સ્વજનોને દફનાવવા માટેની પવિત્ર જગ્યા બની ગઈ. કબ્રસ્તાનમાં પવિત્ર માટી હોવાના કારણે લોકો એવું ઇચ્છતા કે જયારે તેઓ મૃત્યુ પામે તો તેમને પણ અહીં આ જગ્યાએ જ દફનાવવામાં આવે અને થયું પણ એવું જ.

image source

આ દરિમયાન 14 મી સદીમાં ” બ્લેક ડેથ ” મહામારી ફેલાઈ. જેના કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા. આ લોકોને પણ પ્રાગના એ કબ્રસ્તાનમાં જ દફનાવવામાં આવ્યા જ્યાં ઉપરોક્ત સંતે પવિત્ર માટી નાખી હતી. આ ઉપરાંત 15 મી સદીની શરૂઆતમાં બોહેમિયા યુદ્ધ દરમિયાન પણ હજારો લોકોનું મૃત્યુ થયું અને તેઓને પણ આ જ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

image source

હવે આટલી મોટી સંખ્યામાં લોકોના દફનાવવાથી કબ્રસ્તાનની બધી જમીન કબરોથી ભરાઈ ગઈ. આથી તેમના હાડપિંજરો અને હાડકાઓને કાઢી તેને ચર્ચની શોભા વધારવાના ઉપયોગમાં લઇ લેવામાં આવ્યા. જોતજોતામાં આ કારણે આ ચર્ચ આખી દુનિયામાં પ્રસિદ્ધ થઇ ગયું અને મોટી સંખ્યામાં લોકો આ ચર્ચની મુલાકાત લેવા આવવા માંડ્યા. અને એ પ્રવાહ હજુ પણ ચાલુ છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ