આ પાંચ વસ્તુઓ નથી હોતી સાત્વિક, ઉપવાસ સમયે ક્યારેય ન કરશો આ વસ્તુઓનું સેવન..

મિત્રો, મુખ્યત્વે જીવનની ત્રણ પાયાની જરૂરિયાતો છે એ છે રોટી, કપડા અને મકાન. તેમા પણ રોટી એટલે કે ભોજન વિશેષ મહત્વ ધરાવે છે. ભોજન કરવાથી તમારા શરીરનો યોગ્ય રીતે વિકાસ થાય છે અને તમારુ શરીર તમારા રોજબરોજના અગત્યના કાર્યો પૂર્ણ કરવા માટે સક્ષમ બને છે. તમારે તમારા શરીરને યોગ્ય ઉર્જા પહોંચાડવા માટે કોઈ ને કોઈ માધ્યમ નિર્ધારિત કરવુ પડશે નહીતર ઉર્જા વગરના જીવનની તમે લાંબા સમય માટે કલ્પના કરી શકો નહિ.

image soucre

શું તમે જાણો છો કે ભોજનના પણ બે પ્રકાર પડે છે, એક તો સાત્વિક ભોજન અને બીજુ તામસી ભોજન. મુખ્યત્વે જ્યારે પર્વ હોય છે ત્યારે લોકો મોટાભાગે તામસી ભોજનનુ સેવન કરવાનુ ટાળતા હોય છે. હવે આ સમયે મગજમાં એક પ્રશ્ન અવશ્ય આવે કે, શા માટે આ સમયે લોકો તામસી ભોજનનુ સેવન ટાળે છે, શું છે આ પાછળનુ રહસ્ય? તે પહેલા આપણે એ જાણીશું કે, ભોજન એ કેવી રીતે આપણા વ્યવહાર પર અસર કરે છે?

image soucre

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, શરીરના માનસિક સ્તરનુ નિર્માણ વિભિન્ન કોષોથી થાય છે. તેમાથી એક કોષ અન્નકોષ પણ છે. આ કોષની શુદ્ધિ વિના તમે તમારા મનનુ શુદ્ધિકરણ નથી કરી શકતા. ભોજન એ આપણા શરીરમા કોષોનુ નિર્માણ કરે છે અને ત્યારબાદ આ જ કોષોથી આપણા શરીરમા રસનુ વહન થાય છે. આ રસથી આપણા વિચારોમા વિકાસ અને પરિવર્તન આવે છે. શાસ્ત્રોમા એવુ કહેવામા આવ્યુ છે કે, તમે જેવુ ભોજન કરો છો તમારો સ્વભાવ અને વર્તન પણ તેવુ જ રહે છે.

image soucre

ડુંગળી, લસણ, સરસવની ભાજી, મશરૂમ, માંસ, માછલી, માદક પદાર્થ, જંકફૂડ, વાસી ભોજન વગેરે જેવી વસ્તુઓનો તામસી ભોજનમા સમાવેશ થાય છે, આપણા શાસ્ત્રોમા એવુ કહેવામા આવ્યુ છે કે, આ પ્રકારના ભોજનના સેવનથી શક્ય બને તો અંતર બનાવી રાખવુ જોઈએ. આ ભોજનનુ સેવન તમારા મનમા ક્રોધ, ઈર્ષ્યા વગેરે જેવી લાગણીઓને જન્મ આપે છે.

હવે આપણે એ જાણીએ કે કેવા ભોજનને સાત્વિક ભોજન કહેવાય? તમામ પ્રકારના અનાજ અને દાળ, દૂધ અને તેમાથી બનેલા પદાર્થો, તમામ પ્રકારના શાકભાજી, તમામ પ્રકાર ફળ અને સૂકા મેવા વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ આપણે સાત્વિક ભોજનમા કરીએ છીએ. આ ભોજન ધાર્મિક અને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આપણા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

સાત્વિક શબ્દ એ ‘સત્વ’ શબ્દમાંથી બનેલો છે. તેનો અર્થ થાય છે શુદ્ધ, પ્રાકૃતિક અને ઉર્જાવાન. સાત્વિક ભોજન એ આપણા શરીરને શુદ્ધ કરી મનને શાંતિ પ્રદાન કરે છે. તેમા શુદ્ધ અને શાકાહારી શાકભાજી, ફળો, સીંધવ નમક, કોથમીર, કાળા મરી જેવા મસાલાનો ઉપયોગ થાય છે. આ સાત્વિક ભોજનના સેવનની પાછળ અનેકવિધ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો જોડાયેલા છે માટે જો તમે તમારા રોજીંદા ભોજનમા સાત્વિક ભોજનનો સમાવેશ કરો તો તમારુ સ્વાસ્થ હમેંશા સ્વસ્થ અને નીરોગી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ