એવુ તો શું થયું કે, બોલીવૂડ ફિલ્મજગતના આ દિગ્ગજ કલાકારે તોડવુ પડ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનુ અભિમાન…

મિત્રો, ૭૦ ના દાયકાની ખુબ જ પ્રખ્યાત અભિનેત્રી હેમા માલિનીએ પોતાના સમયના મોટા-મોટા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે. તે સમયે બોલિવૂડ ફિલ્મજગતના મોટા-મોટા કલાકારો પણ તેમના ચાહક હતા. આ અભિનેત્રી એ સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાની એક હતી.

image source

આ કારણોસર તેમના નામનો સિક્કો આખા બોલીવૂડ ફિલ્મજગતમા બોલતો હતો પરંતુ, આ સમયે એક એવા અભિનેતા પણ હતા કે જેમણે આ અભિનેત્રીના આ અહંકાર ને ચકનાચૂર કરી દીધુ. તેમણે આ અભિનેત્રીને એક એવો પાઠ શીખવ્યો કે આ અભિનેત્રીને તેના સ્ટારડમના બધા જ ભૂત ઉતરી ગયા.

image source

અમે વાત કરવા જઈ રહ્યા છીએ, એ સમયના દિગ્ગજ અભિનેતા મનોજ કુમાર વિશે કે જેમણે દેશભક્તિની ફિલ્મોથી ફિલ્મજગતમા પોતાનુ એક વિશેષ સ્થાન બનાવ્યુ. આ કલાકારના અભિનય કરતા યુવતીઓ તેમની સુંદરતા પર ફિદા થઇ ચુકી હતી. આ તે સમયની વાત છે કે, જ્યારે મનોજ કુમાર “ક્રાંતિ” ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા હતા.

image source

આ ફિલ્મમા તેણે અનેકવિધ મોટી અભિનેત્રીઓને લીધી હતી. મનોજ કુમાર સ્વભાવમા ખૂબ જ સારા હતા અને તે લોકો સાથે આદરપૂર્વક વાત કરતા હતા. આ ફિલ્મ માટે હેમા માલિનીને પણ કાસ્ટ કરવામા આવી હતી પરંતુ, શૂટ દરમિયાન હેમા માલિની ઘણી વાર સમયના બહાના કાઢીને એક કલાકમા ફિલ્મનો સીન શૂટ કરીને ચાલી જતી હતી.

image source

આવુ એટલા માટે થતુ કારણકે, તે જ સમયે હેમા માલિનીએ રઝિયા સુલતાન નામની ફિલ્મ પણ સાઇન કરી હતી. તે આ ફિલ્મમા વધારે પડતુ ધ્યાન આપતી હતી અને તેમને એવુ લાગી રહ્યુ હતુ કે, આ ફિલ્મ તેણીને વધુ પડતી નામના અને ખ્યાતી અપાવશે. એકવાર હેમા માલિની ફિલ્મના શૂટિંગ માટે ખુબ જ મોડા પહોંચ્યા અને સીધી મનોજ કુમારની પાસે જઈને તેમને કહ્યુ કે, એક કલાકની અંદર સીન શૂટ કરી લે, ત્યારપછી તે ચાલી જશે.

image source

પહેલાથી જ હેમા માલિનીથી ગુસ્સે થયેલા મનોજ કુમારે તેમની તરફ ખાસ ધ્યાન ના આપ્યુ અને શત્રુઘ્ન સિંહા સાથે સીન શૂટ કરવા લાગ્યા. તે દિવસે મનોજ કુમારે હેમા માલિનીને સાંજ સુધી બેસાડી રાખ્યા હતા અને તે દિવસે મનોજ કુમારે હેમા સાથે ફિલ્મનો એક પણ સીન શૂટ ના કર્યો.

image source

આ કારણોસર હેમા માલિની ખૂબ જ ગુસ્સે થયા અને ત્યાંથી ચાલ્યા ગયા અને આ ઘટના અંગેની ફરિયાદ તેમણે અમરોહીને કરી હતી. જ્યારે કમલ અમરોહીએ તેનુ કારણ પૂછ્યુ ત્યારે મનોજ કુમારે કમલ અને હેમાને કઈક એવો જવાબ આપ્યો કે, જેના કારણે બંને નિઃશબ્દ થઇ ગયા. મનોજ કુમારના આ પ્રકારના વર્તનથી હેમા માલિની ખૂબ જ શર્મસાર અનુભવી હતી. જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે તે સુપરહિટ સાબિત થઈ જ્યારે રઝિયા સુલતાન સુપર ફ્લોપ ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ