મહાભારત સાથે જોડાયેલ છે છઠ પૂજાનું વિશેષ મહત્વ, જાણો આ તહેવાર સાથે જોડાયેલી રસપ્રદ પ્રથાઓ…

પાંચ દિવસીય દિવાળીના તહેવાર પછી તરત જ છઠ્ઠા દિવસે સૂર્યની ઉપાસનાનો મહાપર્વ છઠ પૂજન કરવામાં આવે છે. આ પૂજા માટેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પૂર્વીય ભારતમાં ઉજવાતા આ ઉત્સવનું મુખ્ય કેન્દ્ર બિહાર રહ્યું છે, પરંતુ સમયની સાથે આ તહેવાર ફક્ત આખા દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે.

image source

હિન્દુ કેલેન્ડર મુજબ આ મહાપર્વ કાર્તિક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી સપ્તમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. ચાર દિવસ સુધી ચાલનારા આ તહેવાર નિમિત્તે આખું કુટુંબ ભેગું થાય છે અને તહેવારમાં સાથે મળીને ધૂમ મચાવે છે. ચાલો તમને આ ઉત્સવને લગતી દરેક બાબતો જણાવીએ…

નહાય ખાયે વ્રતથી થાય છે આ પર્વની શરૂઆત…

કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્થી શરૂ થતાં, આ મહાપર્વ છઠ પૂજા, છઠ્ઠાઈ, સૂર્ય શાષ્ટિ પૂજા છઠ, છઠ માઇ પૂજા, દલા છઠ, વગેરે જેવા ઘણા નામોથી જાણીતી છે. આ વખતે છઠ પૂજા ૩૧ ક્ટોબરથી શરૂ થશે. છઠ પૂજાના પહેલા દિવસે પવિત્ર જળાશયોમાં જઈને સ્નાન થાય છે.

image source

એવું માનવામાં આવે છે કે કોઈપણ પ્રકારના ઉપવાસ કરતા પહેલા શરીર અને મન બંને શુદ્ધ હોવા જોઈએ. ‘નહાય-ખાય’ના દિવસે, ભક્તો સ્નાન કરે છે અને નવા કપડા પહેરે છે અને શુદ્ધ શાકાહારી અને સાત્વિક ખોરાક લે છે. આ દિવસે ચણા અને દાળની વાનગીઓ ભોજનમાં ખાવાનું વિશેષ મહત્વ છે.

પર્વના બીજા દિવસે રખાય છે ઉપવાસ…

image source

ખરના પર્વ એટલે છઠ પર્વના બીજા દિવસે નાહાય-ખાય પછી કરવામાં આવનાર છે. ખરનાના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. પરિવારના લોકો આ દિવસે આખો દિવસ કંઇ ખાતા કે પીતા નથી તેઓ નિર્જળા ઉપવાસ કરે છે. સાંજે, ગોળ અને ચોખાની ખીરને વ્રત બાદ વિશેષ રૂપે બનાવીને પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે છે. જેમણે વ્રત કર્યું છે તેઓ પૂજા કર્યા પછી આ પ્રસાદ લે છે. ઉપવાસ કર્તાઓ પ્રસાદ પ્રાપ્ત કર્યા પછી ઘરના તમામ સભ્યોને પ્રસાદ આપવામાં આવે છે. આ દિવસે વ્રત કર્તાઓ બીજા દિવસેની પૂજા અર્ચના પણ કરવાની રહે છે. આ વખતે ખરના વ્રત ૧લી નવેમ્બરના આવે છે.

ઢળતી સંધ્યાએ અપાય છે, ત્રીજે દિવસે સૂર્ય અર્ઘ્ય…

image source

ઉગતા સૂર્યની ઉપાસનાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પરંતુ છઠ પૂજા વિશે જાણીને નવાઈ લાગશે કે આ તહેવાર દરમિયાન, સૂર્યાસ્તની પૂજા કરવામાં આવે છે. આખો દિવસ શ્રદ્ધાળુઓ નિર્જળા ઉપવાસ રાખે છે અને સાંજે પૂજાની તૈયારી કરે છે. નદી અથવા તળાવમાં, ભક્તો ઊભા રહે છે અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરે છે. સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ભક્તો બીજા દિવસની પૂજાની તૈયારી શરૂ કરે છે. આ વખતે આ અર્ઘ્ય પૂજા ૨જી નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

ચોથા દિવસે પૂજા કરો વ્રતની પૂર્ણાહૂતિ…

image source

છઠ પૂજાની પૂર્ણાહૂતિ થાય છે સપ્તમી તિથિના ચોથા દિવસે. આ દિવસે ઉગતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ વિધિ ૩જી નવેમ્બરના રોજ કરવામાં આવશે. સૂર્યની પૂજા કર્યા બાદ ત્યાં હાજર લોકોને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

સૂર્યદેવ સાથે જોડાયેલો છે આ પર્વ…

image source

દીપાવલીના છઠ્ઠા દિવસ પછી છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ઉત્તર ભારતમાં ખાસ કરીને બિહારમાં સૌથી વધુ ઉજવવામાં આવે છે. છઠ પૂજા એ સૂર્યદેવની ઉપાસનાનો તહેવાર છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, છઠ માતાને સૂર્ય ભગવાનની બહેન માનવામાં આવે છે. છે. ધાર્મિક માન્યતા છે કે છઠ પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

દેવી છઠ્ઠ કોણ છે? જાણો…

image source

છઠ દેવી એ સૂર્ય ભગવાનની બહેન છે. પૌરાણિક કથાઓમાં ભગવાન શ્રી રામ અયોધ્યા આવ્યા બાદ કાર્તિક શુક્લ સષ્ટિએ માતા સીતા સાથે સૂર્યોપાસના કરી હતી. આ ઉપરાંત, તે મહાભારત કાળમાં કુંતી દ્વારા લગ્ન પહેલા સૂર્યોપાસનાથી પુત્રની પ્રાપ્તિ સાથે પણ જોડાયેલો છે. આ કારણોસર, લોકો સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કાર્તિક શુક્લ શાષ્ટની પૂજા પણ કરવામાં આવે છે.

બિહારમાં શા માટે છઠ પૂજા સૌથી વધુ પ્રખ્યાત છે

image source

જે રીતે લાભ પાંચમ આપણાં ગુજરાતમાં દિવાળીના તહેવારની શૃંખલામાં સૌથી છેલ્લો તહેવાર છે એ રીતે છઠનો તહેવાર બિહારનો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. તે મુખ્યત્વે બિહારીઓનો તહેવાર માનવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે આ ઉત્સવની શરૂઆત અંગરાજા કર્ણથી થઈ હોવાનું માનવામાં આવે છે. આંગપ્રદેશ હાલમાં ભાગલપુરમાં છે જે બિહારમાં સ્થિત છે. અંગરાજા કર્ણ વિશે એક વાર્તા છે, કે તેઓ અને પાંડવોની માતા કુંતી અને સૂર્યદેવની સંતાન છે. કર્ણ તેમના દેવદેવને સૂર્યદેવ માનતા હતા. રાજા પ્રત્યેની સૂર્યની ભક્તિથી પ્રભાવિત, આંગદેશના રહેવાસીઓએ સૂર્યદેવની ઉપાસના શરૂ કરી. ધીરે ધીરે સૂર્ય પૂજા સમગ્ર બિહાર અને પૂર્વાંચલ ક્ષેત્રમાં વિસ્તરિત થઈ.

છઠ પૂજાની તારીખ અને મુહૂર્ત

image source

આ વર્ષે દિવાળી બાદ ૨જી નવેમ્બર ૨૦૧૯ના રોજ છઠ પૂજા થશે. છઠ પૂજાનું મુહૂર્ત સૂર્યોદય – સવારે ૬:૩૦ કલાકે અને છઠ પૂજા મુહૂર્ત સૂર્યાસ્ત – સાંજે ૫:૩૦ કલાકે કરવામાં આવશે…

આ વિધિને લીધે નિગમ પ્રસાશનો કરે છે સજ્જ તૈયારીઓ…

image source

બિહારની બહાર રહેતા તમામ બિહારનિવાસીઓ તેમના વતને પહોંચી શકે એ માટે અનેક ટ્રેન અને બસની જોગવાઈ કરાવાઈ છે. દિલ્હી સહિત અનેક સ્થળોએ નદીઓ અને તળાવોના સ્નાનઘાટ પર બંદોબસ્ત કરાવાયા છે તેમજ ત્યાંના સ્થાનિક સંગીત અને લોક સંગીતકારો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન પણ કરાઈ રહ્યું છે. ઉત્તર ભારતનો આ મહાપર્વ છઠ પૂજા ગંગાઘાટ અને હરિદ્વારમાં પણ ખૂબ જ મોટા પાયે ઉજવાય છે. લોકો આખું વર્ષ તેમના આ તહેવારની રાહ જોતાં હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ