૨૦૦ કરોડના ઘર “મન્નત”ને ખુદ ગૌરી ખાને કર્યું છે ડિઝાઈન. જુઓ ફોટા અને જાણો ખાસ વાતો..

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શાહ રૂખ ખાનને કિંગ ખાન પણ કહેવામાં આવે છે. જ્યારે એ હકીકત છે કે રીઅલ લાઇફમાં પણ શાહ રૂખ ખાન એક રાજા જેવું જીવન જીવે છે. તેમને આ વૈભવી જીવનશૈલી તેની પત્ની ગૌરી ખાનને લીધે મળી છે એવું જરૂરથી કહી શકાય છે.

image source

ગૌરી ખાન એક સુપર સ્ટારની પત્ની હોવાની સાથે તે એક સફળ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઉદ્યોગના શ્રેષ્ઠ ડિઝાઇનરોમાંની એક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે.

image source

આપને જણાવીએ કે ગૌરી ખાને બોલીવુડની અનેક હસ્તીઓ અને દેશના મોટા ઉદ્યોગપતિઓના ઘરોને પોતાની અનોખી ડિઝાઇનિંગ આર્ટથી સજ્જ  કર્યા છે.

‘મન્નત’માં આવીને શાહ રૂખની દરેક મન્નત થઈ પૂરી…

શાહ રૂખ અને ગૌરીના આ ઘરનું નામ ‘મન્નત’ રાખ્યું છે. જે એમની માટે ખૂબ જ ખાસ મનાવવામાં આવે છે. એક સમય હતો જ્યારે મુંબઈની સડકો ઉપર એકલો ભટકતો હતો. સારા કામની તલાસમાં અને સફળતાના સપના જોતો હતો.

image source

શાહ રૂખ ખાને તેના અત્યાર સુધીના અનેક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેણે એકવાર મુંબઈની સડકની વચ્ચોવચ ઊભીને કહ્યું હતું કે “હું એક દિવસ આ શહેરનો રાજા બનીશ…” શાહ રૂખના ચાહકોને તે વાતનો ખ્યાલ જ હશે કે સ્ટ્રગલના સમયે શાહ રૂખે ગૌરીના માતાપિતાને પ્રેમ લગ્ન માટે પણ માંડ મનાવ્યા હતાં.

image source

આજે તેમના દરેક સ્વપ્ન સાકાર થયાં છે. સફળતાની તમામ સીડીઓ આ દંપતીએ ચડી છે અને ત્રણ બાળકો સાથે તેમની જીવનની તમામ મન્નતો પણ પૂરી થઈ છે એવું જરૂરથી કહી શકાય.

૨૦૦ કરોડનો બંગલો મન્નત અંદરથી છે મહેલ જેવો…

image source

શાહ રૂખ ખાન અને ગૌરી ખાને તેનો પોતાનો ૨૦૦ કરોડનો બંગલો ‘મન્નત’ અંદરથી અને બહારથી પણ ખૂબ જ સુંદર રીતે શણગાર્યો છે. આ સાથે જ  કિંગ ખાન અને ગૌરીના આ ખૂબ જ સુંદર ઘરને અંદરથી જોવાની ઇચ્છા હંમેશા તેમના ચાહકોની અંદર રહી છે.

 

image source

મુંબઈ ફરવા આવેલા અનેક લોકો સાઈડ સીનમાં તેમનો બંગલો પણ બહારથી જોવા જતા હોય છે. ચાલો, તમને જણાવી દઇએ કે લાઈફ સ્ટાઈલ મેગેઝિન માટે ગૌરી ખાને ‘મન્નત’નું અંદરથી શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે. જેની તસ્વીરોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે.

image source

આ ફોટોશૂટ શાહ રૂખ ખાનના ઘરે મન્નત ખાતે કરવામાં આવ્યો છે.

image source

આ ફોટોશૂટની સાથે ગૌરી ખાને તેના બંગલાની ટૂર પણ લીધી છે અને ઘર વિશેની ખૂબ જ એક્સક્લુઝિવ વસ્તુઓ પણ બતાવી છે.

image source

શાહ રૂખ ખાને ગૌરી ખાનના ફોટોશૂટની તસવીર પણ અપલોડ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘સુંદર ઘર સુંદર ઘર નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવે છે.’

શાહ રૂખ ખાનના મકાનું મકાન હતું એક હેરિટેજ બિલ્ડિંગ…

image source

મન્નાત, શાહ રૂખ ખાન અને ગૌરી ખાનનું ઘર, જે  ૨૬,૩૨,૨૮૫૨ ચોરસ ફૂટમાં બાંધવામાં આવ્યું હતું, વર્ષ ૨૦૦૧માં તેમણે આ મકાન ખરીદ્યું હતું જ્યારે તેની કિંમત લગભગ ૧૩ કરોડ હતી. પરંતુ આજે આ વૈભવી મકાનની કિંમત આશરે ૨૦૦ કરોડ છે. તમને જણાવી દઈએ કે, બાંદ્રામાં આ લક્ઝુરિયસ મકાન બનાવવામાં ૪ વર્ષ લાગ્યા હતા.

image source

તે પહેલાં, અહીં એક હેરિટેજ સ્ટ્રક્ચર હાઉસ બનાવવામાં આવ્યું હતું. તે ૧૯૨૦ના દાયકામાં બનાવવામાં આવ્યું હતું, જેને વિલા વિયેના તરીકે ઓળખવામાં આવે છે.

image source

આ પછી શાહ રૂખ ખાને તેને ખરીદ્યું અને તેને મન્નત એવું નામ આપ્યું. આ સમુદ્ર કિનારે આવેલ ઘર છે. શાહ રૂખનું ઘર હવે લોકો માટે ટ્રાવેલ સ્પોટ બની ગયું છે. લોકો શાહ રૂખ ખાનના ઘરની બહાર આવે છે અને ફોતોઝ ક્લિક કરે છે.

અંદરથી મન્નત કેવું દેખાય છે, જાણીએ…

image source

તમને જણાવી દઈએ કે બોલિવૂડ સુપરસ્ટાર શાહ રૂખ ખાને આ ઘર તેની પત્ની ગૌરી ખાનને ગિફ્ટમાં આપ્યું હતું. આ આખા ઘરના આંતરિક ભાગની સજાવટ ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેને શણગારવામાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો.

image source

શાહ રૂખ ખાનના આ મકાનમાં અનેક બેડ રૂમ છે. તેમાં પાંચ માસ્ટર બેડરૂમ છે. એક લાઇબ્રેરી અને જિમ પણ છે.

image source

શાહ રૂખ ખાનના ઘરે પણ એક મોટો સ્વિમિંગ પૂલ છે અને આ ઘરનો ડાઇનિંગ રૂમ ખૂબ જ મોટી જગ્યા ધરાવતો વિસ્તાર છે.

image source

મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં ગૌરી ખાને કહ્યું કે, આ ઘરને સજાવટ કરવા માટે મેં દરેક જાતે ખરીદી લીધા છે. મેં મારા પતિ અને બાળકોના આરામને ધ્યાનમાં રાખીને આ ઘર સજ્જ કર્યું છે. આ ઘરને સંપૂર્ણ રીતે સજાવવા માટે મારે ખૂબ મુસાફરી કરવી પડી હતી. અહીં મૂકેલી દરેક વસ્તુઓ અને ફર્નિચર જાતે પસંદ કરીને ખરીદેલ છે. આખા મન્નત બંગલાનું ડિઝાઈનિંગ ગૌરી ખાને જાતે જ કર્યું છે…

image source

આપને જણાવીએ કે હાલમાં જ અંબાણી પરિવારના બંગલા એન્ટાલિયાના એક ભાગનું પણ ઇન્ટિરિયર ગૌરી ખાને જ કર્યું હતું જેના ફોટોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ લાઈક કરાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ