ગર્ભવતી સ્ત્રીઓને સફળ ડિલીવરી માટે ડાન્સ જ નથી કરાવતા, સાથે નાચે પણ છે આ ડૉક્ટર…

મળો ડાન્સીંગ ડોક્ટરને, જે સગર્ભા મહિલાને ડિલિવરી પહેલાં કરાવે છે ડાન્સ…

કહેવાય છે કે શરીરમાં એકસાથે બસો હાડકાંમાં ફ્રેક્ચર થયું હોય એટલી અસહ્ય પીડા એક સ્ત્રીને પ્રસુતિના સમયે થતી હોય છે. અને એમાંય જો એ સ્ત્રીને માનસિક તણાવ હોય કે પછી કોઈ અકારણ ચિંતાઓથી ઘેરાયેલી સ્ત્રી હોય ત્યારે તેને પ્રસવપીડાની સાથે વધુ સંઘર્ષ કરવો પડતો હોય છે. આવું ત્યારે જ થાય છે જ્યારે ગર્ભવતી સ્ત્રી વધુ પડતી ચિંતાઓ લઈને કે પછી આરામના અભાવથી પરેશાન હોય.

image source

એક સ્ત્રી જ્યારે માતા બનવાના શરૂઆતના જ તબક્કામાં હોય ત્યારે જ તેને એમ કહી દેવાતું હોય છે કે તેણે ખૂબ જ ખુશ રહેવું જોઈએ. એણે વધારે શારીરિક કે માનસિક કષ્ટ ઉઠાવવાની મનાઈ હોય છે. એને પ્રફુલ્લિત રહેવા માટે સંગીત સાંભળવાની કે પુસ્તકો વાંચવાની સલાહો મળતી હોય છે પરંતુ આજે અમે તમને એક એવા ડોક્ટર સાથે પરિચય કરાવીશું જે માત્ર આનંદિત રહેવાની સલાહ જ નથી આપતા પરંતુ ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે ડાન્સ કરવાની રીત શીખવાડે છે અને એટલું જ નહીં તે સાથે પોતે પણ કરે છે ડાન્સ…

આવો મળીએ અને જાણીએ કોણ છે આ અનોખા ડાન્સીંગ ડોક્ટર…

image source

આ ડોક્ટર બ્રાઝિલના છે, તેમનું નામ છે ડો. ફ્રેર્નેન્ડો ગેડેઝ ડી કુન્હા. તેઓ એવા ગાયનેક ડોક્ટર છે જેમની ડિલિવરી કરાવતી વખતની પ્રોસિઝર એટલી તો ખાસ બની ગઈ છે કે તેમની પ્રખ્યાતી દેશ – વિદેશમાં પહોંચી ગઈ છે. આવું ત્યારે બન્યું જ્યારે એમનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર મૂકાયો અને તે ખૂબ જ જોવાયો. લોકોએ તેને એટલો શેર કર્યો કે તે વાઈરલ થઈ ગયો. આ વીડિયોમાં તેઓ ‘ડેસપાસીટો’ સોન્ગ ઉપર એક સગર્ભા મહિલા સાથે હોસ્પીટલમાં નર્સિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરતા હતા. લોકોએ એમની એટલી વાહવાહી કરી કે એમને ડાન્સીંગ ડોક્ટરનું બીરુદ પણ મળી ગયું.

આ ડોક્ટર આપે છે અનોખી ટ્રીટમેન્ટ

સ્ત્રીને જ્યારે લેબર પેઈનની શરૂઆત થાય અથવા તો ડિલિવરીનો સમય નજીક આવે ત્યારે તેને ખૂબ જ ડર લાગવા માંડે છે. તેને પીડા સાથે માનસિક સંતાપ પણ વધવા માંડે છે. સ્ત્રી પ્રસુતિ સમયે આરામદાયક અવસ્તામાં ન હોય તો તેને વધુ તાણ અનુભવાય છે અને આવનાર બાળક અને ભાવિ માતા બંને માટે આ નુક્સાન કારક રહે છે. આ ડોક્ટર એવી રીત અપનાવે છે જેના કારણે સ્ત્રીઓને પ્રસુતિ સમયે રિલેક્સેશન અનુભવાય છે એ એકદમ ચિંતા મુક્ત થઈને લેબર ટેબલ ઉપર સૂઈ જાઈ શકે છે. કારણ કે તેનો ભય અને તણાવ દૂર થઈ ગયા હોય છે.

તે એવા સ્ટેપ્સ શીખવે છે સગર્ભાને કે જેનાથી તેના ગર્ભને કે ગર્ભમાં રહેલા બાળકને નુક્સાન ન થાય. તેનું શરીર એકદમ આરામ અનુભવે અને તેને આનંદ પણ આવે. સાથે તે એવો માહોલ ખડો કરે છે કે જાણે અહીં કોઈ પાર્ટી ચાલતી હોય કોઈ ટ્રીટમેન્ટ કે ઓપરેશન નહીં. આ વિચાર માત્ર કાબિલે તારીફ છે. એક મેગેઝિનમાં આ વિશે લેખ આવેલ છે કે જ્યારે માતા ડાન્સ કરતી વખતે પગનું એ રીતે હલનચલન કરે ત્યારે બાળકને આગળ ધપવાનો માર્ગ સરળ થઈ જતો હોય છે.

ડોક્ટરની આ થેરેપીમાં પગના થાપાને વિશિષ્ઠ રીતે હલાવવાની રીતે છે, જેને કારણે જન્મ લઈ રહેલ બાળકને આગળ વધવા માર્ગ મળે. આ પ્રમાણેની ડાન્સ થેરેપીને ફિઝિયોથેરાપિસ્ટ પણ સપોર્ટ કરે છે, તેનો કહે છે કે સ્ત્રી જ્યારે ગર્ભવતી હોવાના અંતિમ તબક્કે હોય ત્યારે એ ખૂબ જ મહત્વનું છે કે તે તણાવ મુક્ત હોય અને તે હલનચલન કરી રહી શકતી હોય.

વિદેશોમાં સ્ત્રીઓને પ્રસુતિ દરમિયાન મળે છે એવી સુવિધાઓ જેથી તેને મળે છે રાહત…

સગર્ભા સ્ત્રીઓ જ્યારે બાળક જન્મવાનું હોય એ સમયે ખૂબ સંવેદનાઓથી ભરેલી હોય છે સાથે અતિશય પીડામાં પણ હોય છે. વિદેશોમાં એવી વ્યવસ્થા કરાયેલી હોય છે કે તે સ્ત્રીનો પતિ તેની સાથે ઓપરેશન થિયેટરમાં હાજર રહી શકે. લેબર પેઈન દરમિયાન પતિ તેનો હાથ પકડીને તેન પ્રેશર આપવા માટે ઉત્સાહ આપી શકે. આપને જાણીને નવાઈ લાગશે કે વિદેશોમાં પ્રસુતિ સો ટકા કુદરતી રીતે જ કરાવવા માટેનો આગ્રહ રહે છે.

બહુ ઓછા કેસ જોવા મળે જેમાં સિઝેરિયન કરવાની જરૂર પડતી હોય છે. નોર્મલ ડિલિવરીથી સ્ત્રીનું સ્વાસ્થય સારું રહે છે, એમ ડોક્ટર્સનું માનવું છે. આપણાં દેશમાં પણ આ રીતે પ્રસુતિ સમયના વાતાવરણને હળવું કરીને સંગીત અને નૃત્ય જેવા આનંદદાયી થેરાપીનો ઉપયોગ કરીને માહોલ એવો બનાવાય કે જેથી સ્ત્રી હળવાશ પણ અનુભવે અને તેને નિર્વિઘ્ને સુખરૂપ સંતાન પ્રાપ્તિ પણ થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ