સાપ્તાહિક રાશિફળ: આ 5 રાશિના લોકો જો આ અઠવાડિયામાં કરશે અનેક કામ, તો મળશે તરત જ સફળતા

30 ડિસે. થી 5 જાન્યુ. સાપ્તાહિક રાશિફળ: આ 5 રાશિના જાતકોનું ચમતી જશે ભાગ્ય

જેવી રીતે જન્મકુંડળી વડે જીવનમાં થનાર ઘટનાઓનો આભાસ થઈ જાય છે. તેવી જ રીતે રાશિફળ પણ આવનાર સમયમાં થનાર સંભાવનાઓ દર્શાવે છે. આજે તમને સાપ્તાહિક રાશિફળના માધ્યમથી જણાવીએ કે વર્ષ 2019ના અંત અને 2020ની શરૂઆત સાથે આવેલું આ સપ્તાહ 12 રાશિઓના જાતકો માટે કેવો સમય લાવ્યું છે.

મેષ

મેષ રાશિના લોકોનું સપ્તાહ સામાન્ય રહેશે. સપ્તાહની શરૂઆતમાં તમને લાભ મળશે. અઠવાડિયાના મધ્યમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું. લોકો સાથે મિત્રતા વધશે. કોર્ટ કચેરીના કામોમાં રાહત મળશે. પૂજા અર્ચનામાં ધ્યાન લગાવો.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે આ ઉત્તમ સપ્તાહ રહેશે. લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર વરસશે. તમારા મનમાંથી ભય દૂર થશે. શુભ સમાચાર મળશે. અઠવાડિયાના અંતમાં સાવધાન રહેવું. વાહન કાળજીપૂર્વક ચલાવો.

મિથુન

મિથુન રાશિના લોકો માટે સપ્તાહ શુભ રહેશે. અટકેલા કામમાં અચાનક સફળ થઈ જશો. અઠવાડિયાના પહેલા ચાર દિવસ આનંદમાં વિતાવશો. ભાગ્યનો સાથ મળશે. અઠવાડિયાના અંતિમ દિવસે સખત મહેનત કરવી પડશે.

કર્ક

કર્ક રાશિના લોકો માટે સપ્તાહ સારું રહેશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ જોવા મળશે. બેદરકારીથી બનતા કામ બગડી શકે છે. અઠવાડિયાના અંતિમ દિવસે કોઈ શુભ સમાચાર કે ધન લાભ મળી શકે છે.

સિંહ

સિંહ રાશિના લોકોનું સપ્તાહ પ્રમાણમાં સારું રહેશે. બસ થોડા સચેત રહો. વાહન ધીમે ચલાવો, કારણવિના વિવાદમાં પડવું નહીં. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસ રાહત જણાશે.

કન્યા

કન્યા રાશિના લોકોને સપ્તાહની શરૂઆતમાં ધન લાભ થશે. ભેટ મળશે. આ અઠવાડિયે તમારી મનોકામના પૂર્ણ થશે. અઠવાડિયું મધ્યમ આનંદ સાથે વિતાવશો. અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસ મુસાફરી ન કરવી.

તુલા

તુલા રાશિના લોકોનો દિવસ શુભ રહેશે. ગ્રહ નક્ષત્રો મનની ઇચ્છાઓને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. સવલતો પૂરી કરવા માટેની તકો ઉપલબ્ધ રહેશે. લાભ થાય તેવા સમાચાર મળશે, શત્રુઓની સંખ્યા ઘટશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોનું સપ્તાહ સામાન્ય રહેશે. આ અઠવાડિયે શત્રુઓનો વિજય થશે. સપ્તાહનો મધ્ય ભાગ સામાન્ય રહેશે. જે કામમાં નિરાશાજનક પ્રદર્શન રહેશે. વાદ- વિવાદ થઈ શકે છે.

ધન

ધનુ રાશિના લોકોનું અઠવાડિયું ઉત્તમ રહેશે. આ અઠવાડિયે આંતરિક શકિતમાં વધારો થશે. વિચારીને કરવામાં આવેલ કાર્ય લાભ આપશે. અઠવાડિયા દરમિયાન વ્યસ્ત રહેશો પરંતુ અંતમાં તમને થોડો આરામ મળશે.

મકર

મકર રાશિના લોકોનું સપ્તાહ શુભ રહેશે. આ અઠવાડિયામાં ધન લાભ થશે. મુસાફરી કરશો તો લાભ થશે અને સફળતા પ્રાપ્ત થશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવો નહીં. શત્રુની સંખ્યા વધી શકે છે.

કુંભ

કુંભ રાશિના લોકોનું સપ્તાહ શુભ રહેશે. આ રાશિના જાતકોનું સપ્તાહ આનંદમાં પસાર થશે. તમને ધન લાભ મળશે. આત્મવિશ્વાસ વધશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે.

મીન

મીન રાશિના લોકો માટે ઉત્તમ સપ્તાહ રહેશે. શરૂઆતમાં થોડો ખર્ચ વધશે પરંતુ ત્યારબાદ આખું સપ્તાહ ખુશીઓમાં પસાર થશે. અઠવાડિયાના મધ્યમાં આત્મવિશ્વાસ વધશે. સંપત્તિમાં વધારો થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ