આ ટ્રેનમાં બેસવા માટે લોકો કરે છે પડાપડી, જાણી લો ક્યાં છે અને બેસી જાવો તમે પણ જલદી

114 વર્ષ જૂના રેલ રૂટ ઉપર નીખરી રહ્યું છે ઉટીનું સૌંદર્ય.

અત્યારના જેટ યુગમાં રેલવે ની યાત્રા કરવી ઘણા લોકોને સમયનો બગાડ લાગે છે.સમય બચાવવા માટે થઇ અને લોકો પ્લેનની મુસાફરી વધુ પસંદ કરે છે પરંતુ જ્યારે ખાસ ફરવા જતા હોઈએ અને આજુબાજુના વિસ્તારના સૌંદર્યને નિહાળવું હોય તથા શાંતિદાયક યાત્રા કરવી હોય તો રેલવે એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. એમાં પણ દક્ષિણ ભારતના તામિલનાડુમાં આવેલું ઊટી કદાચ સૌથી સુંદર રેલ્વે રૂટ ધરાવે છે.

image source

તામિલનાડુનું સ્વર્ગ કહેવાતું ઉટી બહુ સુંદર પર્યટન સ્થળ છે. ઊટી ની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. નીલગીરી પર્વત પર વસેલું આ સુંદર શહેર ચા અને કોફીના બગીચાથી સમૃદ્ધ છે. બારે મહિના ઉટીનું મોસમ ખુશનુમા રહે છે અને પર્યટકોનો પ્રવાહ બારે મહિના મોટી તરફ વહેતો રહે છે. ઉટી પહોંચવા માટે રેલવે માર્ગ ઉત્તમ વિકલ્પ છે કારણકે રેલવે દ્વારા મોટી પહોંચાડતો રસ્તો ઉત્તમ ઉત્તમ કુદરતી સૌંદર્ય ધરાવે છે.

image source

આસપાસમાં વિકસિત થયેલા ચાના -કોફીના બગીચા ઉપરાંત પાડો પરથી વહેતાં ઝરણાં, આકાશમાં ઉઠતા વાદળ ઉટી પહોંચવાના રસ્તા ને અદભુત સૌંદર્ય પ્રદાન કરે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તો ઉટીની રેલ્વે લાઇન શુટીંગ માટેનું બેસ્ટ લોકેશન છે. વરુણ ધવન ની ફિલ્મ મે તેરા હીરો માં ઉટીનો રેલ રૂટ બતાવવામાં આવ્યો છે.

image source

સોળ સુરંગ માંથી પસાર થતો આ રેલ્વે રૂટ 114 વર્ષ જૂનો છે.બ્રિટિશ શાસન દરમિયાન રેલવે રૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. મેટુપાલયમથી ઉટી તરફ જતી ટોય ટ્રેન નીલગીરી પર્વત ની ઘાટી અને પહાડોની વચમાંથી પસાર થાય છે. રેલ્વે રૂટ મા 258 બ્રિજ આવે છે. 114 વર્ષ જૂના આ રેલ્વે રૂટ ને 14 વર્ષ પહેલા યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ ઘોષિત કરવામાં આવ્યો હતો.

image source

ઉટી રેલ્વે રોડ સાથે સીમલા કાલકા ટ્રેન રૂટ અને દાર્જિલિંગ હિમાલયન રેલવેના રૂટને પણ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવ્યા છે.46 કિલોમીટર લાંબો રેલ રોડ ધરાવતી આ ટ્રેન 350 મીટર થી શરૂ થઈને ૨૪૦ મીટર સુધીની ઊંચાઇની સફર કરે છે .

image source

પ્રેમની એક અન્ય વિશેષતા એ છે કે એમાં કોલસા વાળું એન્જિન વાપરવામાં આવે છે જે દુનિયાના સૌથી જૂના રેલ્વે એન્જિનો માનું એક છે. 1908માં તૈયાર થયેલો‌ રેલ રૂટ શરૂઆતમાં કુન્નુર સુધી હતો ત્યારબાદ તેને ઉટી સુધી લંબાવવામાં આવ્યો છે. રસ્તામાં 13 સ્ટેશન આવે છે જેમાં મેટ્ટુપાલયમ, કલાર ,એડરલી ,હીલગૃવ ,રાનીમેડ, કટારી, કુન્નુર ,વેલિંગ્ટન ,અરવાનકાડુ ,કેટી ,લવડેલ, ફેરનહિલ અને ઉટીનો સમાવેશ થાય છે.

image source

મેટીપેલિયમથી સવારના સાત વાગ્યે ને 10 મીનીટે નીકળતી આ ટ્રેન કૂનૂર સ્ટેશન પર પહોંચી પોતાનું એન્જિન બદલે છે અને બપોર સુધીમાં ઉટી પહોંચે છે.ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ છે અને તેનું ભાડું સો રૂપિયાથી શરૂ થઈને અગિયારસો રૂપિયા ની વચ્ચે છે. જોકે ટ્રેનનું ભાડું તમે જે ક્લાસમાં મુસાફરી કરો એની ઉપર નિર્ભર કરે છે.

image source

ઉટી ફરવા જવાનું વિચાર્યું હોય તો ઉટીની સુંદરતા સાથે ઉટી સુધી પહોંચાડતા રસ્તાની સુંદરતા જોવા માટે પણ ટ્રેનમાં મુસાફરી કરવા જેવી ખરી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ