જાણો સ્મોકિંગ છોડવાથી કઇ બીમારીઓ થઇ જાય છે તેની જાતે જ દૂર..

સ્મોકીંગ છોડવાથી શરીરમાં થાય છે 9 ચમત્કારી બદલાવ

ધૃમ્રપાન એટલે કે સ્મોકીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક હોય છે. આ કોઈ નવી વાત નથી જે જાણીને લોકોને નવાઇ લાગે કારણકે સ્મોકીંગના પેકેટ ઉપર જ ચિત્રો દ્વારા આ વાતને સમજાવવામાં પણ આવે છે. આટલું બધુ જાણવા છતાં પણ દિવસેને દિવસે સ્મોકીંગ કરવાવાળાની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. સ્મોકીંગ પર બફેલો વિશ્વ વિધાલયના ડૉ સંજય સેઠી પોતે પણ આના વધતાં આંકડાથી હેરાન છે. એમના મત મુજબ સ્મોકીંગ શરીરની સાથે સાથે માનસિક રીતે પણ ઘાતક સાબિત થાય છે કારણકે કોઈને પણ આની લત બહુ જલ્દીથી લાગી જાય છે.

શું કહે છે આંકડા ?

image source

સેંટર ફોર ડીજીજ કંટ્રોલ એંડ પ્રીવેન્સના મત મુજબ આવનાર દિવસોમાં સ્મોકિંગને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં વધારો થશે. અમેરીકામાં અત્યારથી જ આ દેખાઈ રહ્યું છે. આંકડાઓ મુજબ જોઇએ તો અમેરિકામાં 5 વ્યક્તિએ એક વ્યક્તિ સ્મોકિંગને કારણે મૃત્યુ પામે છે. પરંતુ હાલમાં ઘણા અભિયાનોને કારણે સ્મોકિંગનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે. આંકડાઓ ઉપર ધ્યાનથી જોઇએ તો વર્ષ 2005 થી 2016 સુધીમાં અમેરીકામાં વયસ્ક સિગારેટ પીવાવાળા લોકોની સંખ્યામાં 5.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો કારણકે સ્મોકીંગ છોડવાના ફાયદા હવે દરેક પોતાની તરફ લઈ રહ્યા છે.

image source

એવી જ રીતે 2017ના આંકડા અનુસાર 14 ટકા વયસ્ક લોકો ધ્રુમ્રપાન કરે છે જેમાંથી 15.8 ટકા પુરુષો અને 12.2ટકા સ્ત્રીઓની સંખ્યા છે. સ્મોકીંગ કરવાનો એક પણ ફાયદો નથી પણ એની સામે સ્મોકીંગ છોડવાના બહુ ફાયદા છે એ માત્ર આપણને સારું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક વિકાસ માટે પણ મદદરૂપ સાબિત થાય છે.

જાણો સ્મોકીંગ છોડવાના ફાયદા

સ્વાદ અને સૂંઘવાની શક્તિ વધી જાય છે

image source

સ્મોકીંગ કરવાથી શ્વસન તંત્ર પર ખૂબ ખરાબ અસર પડે છે જેના કારણે ધીમે ધીમે સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા ઘટી જાય છે પણ જયારે સ્મોકીંગ બંધ કરવામાં આવે ત્યારે થોડા જ સમયમાં સ્વાદ અને સૂંઘવાની ક્ષમતા સારા એવા પ્રમાણમાં વધી શકે છે.

હ્રદય રોગના હુમલાનો ખતરો ઘટી જાય

image source

કેડો સંજય સેઠીની વાત માનીએ તો ”સ્મોકીંગ છોડવાથી શરીર ઉપર એનો ઘણો સારો પ્રભાવ પડે છે. હ્રદય રોગનો હુમલો આવવાનું આ પણ એક કારણ છે પરંતુ જ્યારે આની આદત બંધ થઈ જાય ત્યારે હ્રદય તંદુરસ્ત રહે છે કારણકે શરીરમાં ઓક્સિજનનું વિતરણ બરાબર થાય છે.

બ્લડ સર્કયુલેશન બરાબર થશે

image source

જો તમે સ્મોકીંગ કરવાનું બંધ કરશો તો આનો સીધો ફાયદો તમને 12 કલાકની અંદર જ દેખાશે . સ્મોકીંગ છોડવાના 12 કલાકની અંદર જ તમે કાર્બન મોનોઓકસાઈડનું સ્તર ઘટી જશે જેના કારણે શરીરને દરેક ભાગમાં લોહીનું ભ્રમણ બરાબર થવા લાગશે .

ફેફસાના કેન્સરનો ભય ઘટશે

image source

સ્મોકીંગ છોડવાથી ફેફસા સ્વસ્થ થશે અને ફેફસાના કેન્સરનો ભય ઘટશે. અમેરિકાના ખાધ્ય અને ઔષધિ વિભાગ અનુસાર ફેફસાના કેન્સરથી થતાં મૃત્યુમાં 80 ટકાથી અધિક લોકોનું મુખ્ય કારણ સ્મોકીંગ છે. સિગારેટમાં 70 ટકાથી પણ વધુ હાનિકારક કેન્સર પેદા કરવાવાળા રસાયણ હોય છે.

નેચરલ ગુલાબી બનશે હોઠ

image source

સિગારેટ પીવાથી હોઠ કાળા પડવા લાગે છે જો સ્મોકીંગ છોડશો તો હોઠ નેચરલ ગુલાબી થશે.

ખાંસી ઓછી થશે.

image source

સિગારેટ પીવાવાળા લોકોને ખાંસીની સમસ્યા હોય જ છે જેને મેડિકલની ભાષામાં બ્રોકઈટિસ (Bronchitis)કહેવામા આવે છે, જેમાં ગળામાં સોજો આવી જાય છે, કફ જામી જાય છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે પરંતુ જયારે સ્મોકીંગ બંધ કરવામાં આવશે તો આ સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ જશે.

પીળા નખથી મળશે છૂટકારો

જો સિગારેટ પીવાથી નખ પીળા પડી ગયા છે તો સ્મોકીંગ બંધ કરવાથી નખ એના નેચરલ કલરમાં પાછા આવી જશે.

દૂર થશે શ્વાસમાં આવતી દુર્ગંધ

image source

ધૃમ્રપાનની આદત તમારી શ્વાસની ક્રિયાને ખરાબ કરે છે એટલે જ સ્મોકીંગ છોડવાથી શ્વાસમાં આવતી દુર્ગંધ ધીમે ધીમે ઓછી થશે.

ત્વચા ચમકદાર બનશે

image source

સ્મોકીંગ કરવાની આદત તમને ઉંમર કરતા વહેલા ઘરડા બનાવી દે છે એટલે જ સ્મોકીંગ છોડવાથી તમને સ્વસ્થ શરીરની સાથે ચમકદાર ત્વચા પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ