વાંચી લો સાપ્તાહિક રાશિફળમાં 30 માર્ચથી 5 એપ્રિલનો સમય તમારા માટે ઘરમાં રહીને સારો રહેશે કે ખરાબ

30 માર્ચથી 5 એપ્રિલનો સમય કઈ રાશિ માટે છે શુભ કોના માટે અશુભ જાણવા વાંતો સાપ્તાહિક રાશિફળ

મેષ

મેષ રાશિના લોકોએ કાર્યક્ષેત્રમાં વધારાના પ્રયત્નો કરવા પડશે. તમારી વાણી લોકોને ખૂબ મીઠી અને આકર્ષક લાગશે તેથી અનેક લોકો તમારા તરફ આકર્ષિત થશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે ઉત્તમ સમય પસાર કરશો. આ અઠવાડિયામાં તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નકારાત્મક વિચારોથી દૂર રહો નહીં તો વિચારોના કારણે તમે અસ્વસ્થ થઈ શકો છો. તમારા વિચારોને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો. જીવનસાથી સાથેની નિકટતામાં વધારો થશે. સપ્તાહનો અંત લાભ લાવી શકે છે.

વૃષભ

વૃષભ રાશિના લોકો તેમના જીવનસાથી પ્રત્યે પ્રેમ અને સ્નેહની નવી ભાવનાનો અનુભવ કરશે. કોઈ સાથે વિવાદમાં ન ઉતરવું નહીં તો ઝઘડો થવાની સંભાવના છે. તમારે આ માટે સજાગ રહેવું જોઈએ. તમારી વાણી પર કાબૂ જરૂરી છે. તમને તમારા ભાઈ-બહેનોનો સહયોગ મળશે અને તેમના કારણે ફાયદો થશે. ધર્મ કર્મ તરફ મન આકર્ષિત થશે. તમારો ખર્ચ વધી શકે છે.

મિથુન

મિથુન રાશિના લોકો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન રહેશે. જો તમે સ્વસ્થ્ય જીવનશૈલી નહીં અપનાવો તો ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તમે તમારા કામ વિશે અશાંત અને મૂંઝવણમાં રહેશો. વૈવાહિક અને પારિવારિક જીવનમાં સુમેળ જાળવવો જરૂરી. સપ્તાહનો મધ્ય ભાગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારી સમસ્યાઓ થોડી ઓછી થશે. વધારે ખર્ચ તમારી આર્થિક સ્થિરતાને ખલેલ પહોંચાડશે.

કર્ક

કર્ક રાશિના લોકોને શરૂઆતમાં કેટલીક માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે સમય પસાર કરશો. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા બાળક સાથે આનંદ માણશો. વેપારીઓ માટે આ તણાવપૂર્ણ સપ્તાહ રહેશે. ગુસ્સા અને તાણને કાબૂમાં રાખવા જરૂરી છે. સપ્તાહનો અંત તમારા માટે સારો રહેશે. તમને સારા સમાચાર મળવાની સંભાવના છે.

સિંહ

સિંહ રાશિના લોકો માટે પૈસા સંબંધિત બાબતોમાં તણાવ રહેવાની સંભાવના છે. તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. કાર્યક્ષેત્રમાં બાબતો સામાન્ય રહેશે. તમે અઠવાડિયાના પ્રારંભમાં તમારા બાળકો સાથે સંઘર્ષ કરી શકો છો અથવા તેમની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. વિદ્યાર્થીઓ આખા અઠવાડિયા દરમિયાન સુસ્ત રહેશે. તમારા પરિવારના સભ્યો સાથેના તમારા સંબંધો સૌમ્ય અને પ્રેમાળ રહેશે. સપ્તાહના અંતમાં સારા સમાચારની અપેક્ષા છે.

કન્યા

કન્યા રાશિના લોકો કામના મોરચે ગંભીર સમસ્યાઓનો સામનો કરી શકે છે. માતા અને બાળકને લગતી બાબતો અંગે તમે ચિંતામાં રહી શકો છો. આ રાશિની સગર્ભા સ્ત્રીઓને તેમના આરોગ્ય અને ખોરાકની કડક કાળજી લેવી જરૂરી છે. તમારું પારિવારિક જીવન સરળતાથી પસાર થશે. સ્વાસ્થ્ય માટે આ સરેરાશ અઠવાડિયું રહેશે. આ સપ્તાહ દરમિયાન ગુસ્સો કરવો નહીં અને પરીવારના સભ્યોની કાળજી લેવી.

તુલા

તુલા રાશિના લોકો ધાર્મિક અનુષ્ઠાન અને પ્રાર્થનામાં વધુ રસ લેશે. વ્યાવસાયિક ક્ષેત્રની પ્રવૃત્તિ નાના પ્રોજેક્ટ્સ સુધી મર્યાદિત રહેશે. તમે બૌદ્ધિક ચર્ચામાં ભાગ લઈ શકો છો. સ્વાસ્થ્યની ચિંતામાં સમય પસાર થશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને જીવનસાથી સાથેનો તમારો સંબંધ સુમેળભર્યો રહેશે. અઠવાડિયાના અંતમાં અચાનક ધન લાભ થઈ શકે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોને શારીરિક અને માનસિક તાણનો સામનો કરવો પડશે. તમે તમારા જીવનસાથી અને બાળકો સાથે ઉત્તમ સમય પસાર કરશો. તમે તમારી ઘરની બધી જવાબદારીઓને સારી રીતે નિભાવશો. જે લોકો લેખન સાથે જોડાયેલા છે તેમનું સપ્તાહ સારું રહેશે.. પ્રેમીજનો માટે સમય સુખદ અને સકારાત્મક છે.

ધન

લોકોને તેમના પારિવારિક અને વૈવાહિક જીવનમાં શાંતિ માટે સંઘર્ષ કરવો પડશે. જો તમે તમારા અંગત જીવનમાં ગુસ્સો અને વાણી પર સંયમ રાખશો તો તમે સારું રહેશે. તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરશો. તમને માથાની અને આંખની તકલીફ થવાની સંભાવના રહેશે. આર્થિક મોરચે પરેશાની રહેશે. તમારે ઘરની જરૂરીયાતો માટે મોટી રકમ ખર્ચ કરવી પડી શકે છે. કાર્યક્ષેત્ર પર સ્થિતિ સામાન્ય રહેશે.

મકર

મકર રાશિના લોકો તેમના બાળકનો સાથ માણશે. સપ્તાહના મધ્યમાં વ્યાવસાયિક મોરચે સકારાત્મક પરિણામો મળશે. આ અઠવાડિયામાં સ્વાસ્થ્ય સમસ્યા તમને પરેશાન કરી શકે છે. તમારું કુટુંબ અને વૈવાહિક જીવન સરેરાશ સુખદ રહેશે. આ સપ્તાહમાં ખર્ચ વધશે જે ચિંતા કરાવી શકશે.

કુંભ

કુંભ રાશિના લોકો માટે જ્યારે નાણાં કમાવવાના તેમના પ્રયત્નોની વાત આવે છે ત્યારે નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરવો પડશે. તમે તમારો મોટાભાગનો સમય તમારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે વિતાવશો. વિવાહિત યુગલો વચ્ચે પ્રેમ અને ઉષ્મામાં વધારો થશે. તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો કારણ કે તેમાં સમસ્યા થવાની સંભાવના છે. સંતાન સાથે મતભેદ સર્જાઈ શકે છે.

મીન

મીન રાશિના લોકોએ નિરાશાવાદી સમયમાંથી પસાર થવું પડશે. તમે બેચેન અને ચિંતિત રહી શકો છો. આર્થિક મોરચે તમારે વધુ મહેનત કરવી પડશે. વિદ્યાર્થીઓ તેમના બધા કામ પછીના દિવસો માટે મુલતવી રાખવાના મૂડમાં હશે. તમારા બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી પ્રતિષ્ઠા વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ