મુસ્લિમ બંધુઓએ એક હિન્દુ મૃતકને આપી કાંધ, અંતિમ સંસ્કારમાં ના આવ્યા કોઇ સંબંધીજનોં

અંતિમ સંસ્કાર કરવા સંબંધીઓ ન આવતા – એક હીન્દુ મૃતકને મુસ્લિમ બંધુઓએ આપી કાંધ – કોમી એખલાસનું માનવતા નીતરતું ઉદાહરણ હાલ સમગ્ર ભારતમાં 21 દિવસનુ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકો પોતાના ઘરોમાં પુરાઈ રહેવા મજબુર બન્યા છે.

image source

અત્યંત જરૂરી કામ હોય તો જ પોલીસ એકલ દોકલ વ્યક્તિને ઘરની બહાર નીકળવા દે છે. અરે કોઈના ઘરે મૃત્યુ થયું હોય તો પણ ઘરના લોકોએ જ ઘરમેળે અંતિમ સંસ્કાર પતાવી લેવાનો વારો આવ્યો છે કારણ કે સગાસંબંધીઓ આવી શકે તેવી સ્થિતિમાં નથી.

image source

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં એક માનવતાનિતરતો પ્રસંગ બની ગયો. વાત છે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની. શહેરના એક વિસ્તારમાં 40 વર્ષીય રવિ શંકર નામની વ્યક્તિનું કેન્સરની બીમારીથી અકાળે મૃત્યુ નીપજ્યું હતું. ઘરમાં પત્ની અને ચાર બાળકો જ હતા. કુટુંબીજનો પણ અન્ય વિસ્તારોમાં રહેતા હોવાથી અને લોકડાઉન ચાલું હોવાથી અંતિમવિધિમાં આવી શકે તેમ નહોતા.

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના આનંદવિહારમાં મૃતક રવિશંકરનુ ઘર આવેલું છે. આ વિસ્તાર મુસ્લિમ બહુમતિનો વિસ્તાર છે. માત્ર 40 વર્ષની ઉંમરે કેન્સરથી પતિનું મૃત્યુ થતાં પત્ની તેમજ બાળકોના દુઃખમાં સહભાગી થવાવાળુ કોઈ જ નહોતું. પાડોશીઓમાં માત્ર મુસ્લિમ લોકો જ હતા કોઈ જ હિન્દુ નહોતું. અને કહેવત છે ને કે ‘પહેલો સગો તે પાડોશી’ તેને સાચી ઠેરવવા આ જ મુસ્લિમ પાડોશીઓ તેમની વહારે આવ્યા.

તેમણે દુઃખમાં આવી પડેલા આ હીન્દુ કુટુંબ સમક્ષ મૃતકની સંપુર્ણ હીન્દુ વિધિથી અંતિમક્રીયા કરવા માટે હાથ લંબાવ્યો. આ મુસ્લિમ બંધુઓએ રવી શંકરની સ્મશાન યાત્રામાં ભાગ લીધો. તેમની અરથીને કાંધ પણ આપી. અને સૌથી વિશેષ સ્મશાનયાત્રમાં રામ નામ સત્ય હૈનું ઉચ્ચારણ પણ કર્યું.

મુસ્લિમ બંધુઓના હાથે એક હીન્દુની અંતિમ યાત્રા પસાર કરવામાં આવતા અને તેમના મોઢે રામનામ સત્ય હૈનું ઉચ્ચારણ સાંભળીને વિસ્તારમાં રહેતાં ઘરે પુરાયેલા લોકોનું મન ભરાઈ આવ્યું હતું. અને અંતિમ યાત્રા કાઢ્યા બાદ સંપૂર્ણ વિધિથી મુસ્લિમ બંધુઓ દ્વારા જ રવિશંકરના દાહ સંસ્કાર પણ કરવામાં આવ્યા. આ છે માનવતાનું, કોમી એખલાસનું અને પાડોશી ધર્મનું ઉત્તમ ઉદાહરણ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ