..અને કરિનાએ સારા અલી ખાન વિશે કહ્યું કંઇક એવુ કે..જે વાંચીને તમે પણ બોલી ઉઠશો સાવ આવું

કરીના કપૂરના ઘરમાં સારા અલી ખાન આવી બદમાશીઓ કરે છે – જાણો કરીનાના શબ્દોમાં

કરીના કપૂર ખાને પોતાનાથી 11 વર્ષ મોટા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા છે અને આપણે બધા એ સારી રીતે જાણીએ છે કે સૈફને પહેલેથી જ બે બાળકો છે જે અમૃતા સિંહ સાથેના લગ્ન દ્વારા થયા છે. સૈફની મોટી દીકરી સારા અલી ખાને ફિલ્મોમાં પદાર્પણ કરી લીધું છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે ખાસ કરીને તેના ડાઉન ટુ અર્થ સ્વભાવના કારણે.

લગ્ન બાદ કરીનાને સારાની સાવકી માતા તરિકે પણ જોવામાં આવે છે. અને કરીનાએ હંમેશા જણાવ્યું છે કે તે સાવકી માતા કરતાં સારાની ફ્રેન્ડ તરીકે રહેવાનું વધારે પસંદ કરે છે. અને તે બન્ને વચ્ચેનું ઉંમરનું અંતર માત્ર 13 જ વર્ષનું છે.

image source

તાજેતરના એક ઇન્ટર્વ્યૂમાં કરીનાએ સારા અલી ખાન તેની ટીન એજમાં કેવી બાલીશ હતી તે વિષે જણાવ્યું હતું. જો કે કરીનાએ આ બાબત એક વિડિયો દ્વારા જણાવી છે જેને સારા અલી ખાનના એક ઇન્ટર્વ્યુ દરમિયાન બતાવવામાં આવી હતી.

આ વિડિયોમાં કરીના સાસાને એવું કહેતી જોવા મળે છે, ‘મેં તને એક બાળકમાંથી, યુવાન બાળક અને એક નટખટ છોકરી તરીકે મોટી થતાં જોઈ છે, જે મારા ઘરમાં નટખટ હરકતો કરતી રહેતી હતી.’ સારાએ પોતાના ઘણાબધા ઇન્ટર્વ્યૂઝમાં કહ્યું છે કે તેણી કરીનાની મેટી ફેન છે અને તે પણ તેના પિતા સૈફ અલી ખાન તેને પરણ્યા તે પહેલાની.

તે કરીના વિષે જણાવે છે, ‘હું કરીના અને તેના કામની પ્રશંસક છું. તેણી એક એવી પ્રોફેશનલ છે જે હંમેશા પોતાના કામને પ્રાથમિકતા આપે છે. તેની કામ કરવાની સ્ટાઈલ એવી છે કે જેને હું ચોક્કસ અપનાવવા માગીશ,’ આ જ ઇન્ટર્વ્યૂમાં સારાએ કરીના વિષે આ વાતો જણાવી હતી.

image source

આ પહેલાં સારા અલી ખાન કરીના કપૂરના ટોકશોમાં પણ આવી ચુકી છે અને ત્યાં પણ દર્શકોને સારા અને કરીના વચ્ચેના હુંફાળા સંબંધોની પ્રતિતિ થઈ શકે છે. તે વખતે કરીનાએ જણાવ્યું હુતું, સારા હવે બોરીંગ બનવા લાગી છે. તે પાછળનું કારણ જણાવતા કરીનાએ કહ્યું હતું, ‘કારણ કે હવે તું પીઝા નથી ખાતી, તું તે બધું નથી કરતી. હવે તું ખરેખર બોરીંગ બની ગઈ છે.’ ત્યારે સારાએ વળતો જવાબ આપ્યો હતો, ‘હા, પણ હવે કદાચ હું તે પિઝા ખરીદવા માટે પૈસા કમાવી શકું છું. એનું શું કહેવું છે ?’

image source

કરિના કપૂરે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઓફિશિયલ અકાઉન્ટ શરૂ કર્યું છે, અને તેણી તેના પર પોતાની માતા, પતિ સૈફ અને દીકરા તૈમુરની તસ્વીરો તેના પર તેણે શેર કરી છે. હાલ કરીના આમીર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાના શુટિંગમાં વ્યસ્ત છે અને તે દરમિયાનની પણ કેટલીક તસ્વીરો સોશિયલ મિડિયા પર અવારનવાર જોવા મળતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on

સારા અલી ખાનની વાત કરીએ તો તેણી તાજેતરમાં ઇમ્તિયાઝ અલી ખાનની ફિલ્મ લવ આજ કલમાં જોવા મળી હતી જેને બોક્ષઓફિસ પર ઠંડો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેણી વરુણ ધવન સાથે કુલી નં1ની રીમેકમાં જોવા મળશે.

image source

હાલ તેણી પોતાની આવનારી ફિલ્મ અતરંગીના શુટિંગમાં વ્યસ્ત છે અને તેના માટે જ તેણી હાલ વારાણસીમાં છે જેની તસ્વીરો તેણી અવારનવાર પોતાના સોશિયલ મિડાય અકાઉન્ટ પર શેર કરે છે. આ ફિલ્મમાં તેણી સાથે અક્ષયકુમાર અને ધનુષ પણ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ