મહિનાના અંતમાં આવતી ગણેશ ચોથ, જાઓ તેની સાથે જોડાયેલ રસપ્રદ કથા અને મહત્વની વાતો…

દરેક મહિને સંકટ ચતુર્થી આવે છે પણ મહા મહિનામાં આવનારી ચોથનું હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ માનવામાં આવવા છે. આ વર્ષે સંકટ ચોથનું વ્રત 31 જાન્યુઆરી 2021ના રોજ આવે છે. આ દિવસે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચંદ્રને અર્ધ્ય આપ્યા પછી વ્રતનું પારાયણ કરવામાં આવે છે. અમુક સ્થાન પર સૂર્યને અર્ધ્ય આપવાની પણ પરંપરા પણ છે.

image source

સંકટ ચોથના દિવસે તલના લાડુ બનાવવામાં આવે છે. આ વ્રત માતાઓ પોતાના સંતાનની લાંબી ઉંમર માટે કરે છે. સંકટ ચોથને શંકષ્ટી ચતુર્થી, તિલકુટા ચોથ વગેરે ઘણા નામે ઓળખવામાં આવે છે. જે રીતે દરેક વ્રત કે પર્વ પાછળ કોઈને કોઈ કારણ કે પછી કથા ચોક્કસ હોય છે, એવી રીતે સંકટ ચોથ પાછળ પણ પૌરાણિક કથા પ્રચલિત છે. તો ચાલો જાણી લઈએ સંકટ ચોથની કથા.

સંકટ ચોથની કથા.

image source

કથા અનુસાર ભગવાન શિવના ઘણા બધા ગણ હતા, એ માતા પાર્વતીના આદેશ પણ માનતા હતા પણ ભગવાન શિવનો આદેશ એમના ગણ માટે સર્વોપરી હતો. એકવાર માતા પાર્વતીએ વિચાર્યું કે કોઈ એવું હોવું જોઈએ, જે ફક્ત એમના આદેશનું પાલન કરે. એટલે માતા પાર્વતીએ પોતાના ઉબટનથી એક બાળકની આકૃતિ બનાવી અને એમના પ્રાણ નાખ્યા.

image source

આ બાળક માતા પાર્વતી પુત્ર ગણેશ તરીકે ઓળખાયા. આ બધા વિશે ભગવાન શિવને જાણકારી નહોતી. જ્યારે માતા સ્નાન કરવા માટે ગઈ તો એમને દ્વાર પર બાળક ગણેશને ઉભા કરી દીધા અને કહ્યું કે જ્યાં સુધી એ ન કહે ત્યાં સુધી કોઈને અંદર ન આવવા દે.

image source

ત્યારે જ ભગવાન શિવના ગણ ત્યાં આવે છે પણ બાળક ગણેશે એમને અંદર જતા રોક્યા. એ પછી એમની વચ્ચે દ્વંદ થયો. ગણેશજી એ બધાને હરાવીને ત્યાંથી ભગાડી મુક્યા. એ પછી ભગવાન શિવ ત્યાં પહોંચ્યા, બાળકે એમને પણ પ્રવેશદ્વાર પર રોકી દીધા, જેના લીધે શિવજી ક્રોધિત થઈ ગયા. ક્રોધવશ થઈને એમને પોતાના ત્રિશૂળથી ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું.

image source

જ્યારે માતા પાર્વતી બહાર આવી અને એમને આ બધું જોયું તો પોતાના પુત્રની દશા જોઈને એમનું હૃદય દ્રવીત થઈ ગયું. એ દુઃખ અને ક્રોધમાં આવીને ભગવાન શિવને બાળક ગણેશને જીવનદાન આપવાનું કહેવા લાગી. આ બધાની જાણ થયા પછી ભગવાન શિવે ગણેશજીને હાથીનું માથું લગાવીને જીવિત કર્યા. જેના કારણે એ ગજાનન કહેવાયા. બધા 33 કોટી દેવી દેવતાઓએ ગણેશજીને આશીર્વાદ આપ્યા. કહેવામાં આવે છે કે એ સંકટ ચોથની તિથિ હતું. ત્યારથી આ તિથિ પૂજનીય બની ગઈ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ