ઘરમાં પૂજાઘર બનાવતા સમયે રાખો આ બાબતોની વિશેષ સાવચેતીઓ અને મેળવો લાભ…

મિત્રો, ઘરે મંદિર એક એવું સ્થળ છે કે, જ્યા સકારાત્મક શક્તિઓનો અવાજ આવે છે. બધા સારા કાર્યોની શરૂઆત પહેલા ઘરના મંદિર પર ઈશ્વર સામે શીશ ઝુકાવીને આશીર્વાદ લેવામા આવે છે. દરેક શુભ કાર્ય પહેલા આ કાર્ય અવશ્યપણે કરવામા આવે છે. આ મંદિર ઘરના તમામ સભ્યોને નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ જાળવી રાખે છે.

image source

મંદિર અર્થાત દેવાલયના નિર્માણ સમયે તમારે અમુક પ્રક્રિયાઓ શાસ્ત્રોનુસાર પૂર્ણ કરવી પડે છે. ઘરમા જે મંદિરો બનાવવામા આવે છે, તેની સૌથી મહત્વની બાબત એ છે કે, ઘરનુ મંદિર ખૂબ જ નાનુ હોવુ જોઈએ. જો સરેરાશ ગુણોત્તરનો નિયમ અપનાવવામા આવે તો હજાર ચોરસ ફૂટના ઘરમા એક ફૂટથી મોટુ મંદિર ના હોવુ જોઈએ. આ ઉપરાંત સાંજે મંદિરને મખમલના કપડાથી ઢાંકીને જવું જોઈએ.

image source

ઘરે મંદિર હોય ત્યારે સવારે અને સાંજે દીવડો પ્રગટાવવો અને ધૂપ કરવી વગેરે જેવા નિયમનુ પાલન કરવુ જરૂરી માનવામા આવે છે. વિદ્વાનોના મત મુજબ લોકોએ ઘરના મંદિરોનુ પૂજન-અર્ચન કરીને તમારે નજીકના મંદિરમા જઈને પણ પ્રભુનુ વિશેષ પૂજન-અર્ચન કરવુ જોઈએ. જેથી, તમારા પર પ્રભુની વિશેષ કૃપા બની રહે.

image source

ઘરમા મોટા મંદિરની સ્થાપના કરવાથી મંદિરના નિયમોની સાથે જવાબદારીમા પણ વૃદ્ધિ થાય છે, જે ઘરના પ્રમુખ વ્યક્તિએ લેવી જોઈએ. નાની-નાની ક્ષતિઓ કોઈને પણ અસર કરે છે, પછી ભલે તે ઘરનો કોઈપણ સદસ્ય હોય. ઘરમા મોટા મંદિરની રચનાથી મંદિરના ગર્ભગૃહનો પ્રભાવ પણ વધે છે.

image source

આ જ રીતે વધુ જગ્યાએ શુદ્ધતા અને ધાર્મિક ઊર્જાનો સંચાર સામાજિક અને પારિવારિક પ્રવૃત્તિઓને પણ અસર કરે છે. નાના મંદિરના નિર્માણની વાસ્તુ અને દિશા અંગે વધુ વિચાર કરવાની જરૂર નથી. મોટા મંદિરના કિસ્સામાં, ઉત્તર અને પૂર્વ દિશાને પ્રાધાન્ય આપવુ લગભગ અનિવાર્ય બની જાય છે પરંતુ, ઘણીવાર સ્થિતિ એવી સર્જાય છે કે, ઘરોમા સંપૂર્ણ વાસ્તુના નિયમોનુ પાલન કરવુ મુશ્કેલ બની જાય છે.

image source

વાસ્તુ મુજબ ઘરનુ મંદિર સ્થાપવા માટેનુ સૌથી શુભ દિશા છે ઉત્તર-પૂર્વ દિશા. એટલા માટે તમારે તમારા ઘરના મંદિરને આ દિશામાં રાખવુ. જમીન પર ક્યારેય પણ મંદિરો ન બનાવો. મંદિર એ ઊંચાઈ પર રહેવુ જોઈએ કે, જ્યા તમારી છાતી અને ઈશ્વરના પગનું સ્તર સમાન હોય.

image source

જો તમારી પાસે અલગ પૂજારૂમ હોય તો તેની દિવાલોને પીળા, લીલા અથવા આછા ગુલાબી રાખો. તમે આમાંના એક રંગથી દિવાલોને વધુ સારી રીતે રંગી શકો છો. જો તમારે આરસનું મંદિર રાખવું હોય તો તમે તેને પણ રાખી શકો છો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સાથે સમૃદ્ધિ પણ આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ