તમારા પ્રેમના સંબંધોમાં તિરાડ પાડે છે આ બાબતો, જાણો અને રાખો ખાસ ધ્યાન

બ્રેકઅપ પછી મોટાભાગે કપલ વિચારે છે કે એવું તો શું ખોટું થઈ ગયું કે પ્રેમથી શરૂ થયેલો સંબંધ આવી રીતે તૂટયો. પણ શું તમને ખબર છે બ્રેકઅપ થતાં અગાઉ જેના સંકેતો મળી જાય છે જે દેખાડે છે કે તમારો સંબંધ તૂટવા જઈ રહ્યો છે.

image source

સંબંધ જ્યારે પણ શરૂ થાય ત્યારે કાયમ પોઝિટીવીટી સાથે જ શરૂ થાય છે. સીધી વાત છે કે પ્રેમમાં પડેલા પ્રેમીઓ એકબીજાથી અલગ થવાનું વિચારી પણ નથી શકતા, પણ ઘણીવાર અમુક રિલેશન બ્રેકઅપ સાથે એવા ખતમ થાય છે કે તેની પીડામાંથી બહાર આવવું બહુ અઘરું હોય છે. ક્યારેય કોઈ સંબંધ અચાનક નથી તૂટતો, એના સંકેતો બહુ વહેલા આવવાના શરૂ થઈ જાય છે. જરૂર હોય છે એ લક્ષણો ઓળખવાની.

image source

શું તમારા સાથી તમારા કરતાં અન્ય કામ કે મિત્રને પ્રાથમિકતા આપવા લાગ્યા છે? શું તમે યઅ વસ્તુ જણાવી હોય ત્યારે મેચ્યોર બની વાત સમજ એવું કહેવામાં આવ્યું છે? જો હાં તો સમજો તમારો સંબંધ બદલાવવાની શરૂઆત થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે તો ગમે તે પરિસ્થિતિમાં તમે જ એની પ્રાથમિકતા હો છો કારણ કે એ તમને ખોવા નથી માંગતા. પણ જો આવું નથી તો સમજો કે તમારૂ મહત્વ અગાઉ જેટલું નથી રહ્યું.

image source

શું તમારા સાથી પાસે તમને મળવાનો સમય નથી હોતો? હંમેશા એમ કહે છે કે હું ખૂબ બીઝી છું? જો યઅનો જવાબ પણ હા હોય તો તમારું દિલ મજબૂત બનાવવા લાગો. કેમકે જો કોઈ પ્રેમમાં હોવાનો દાવો કરે પણ તેને મળવાનો સમય ન હોય તો સમજો એ સંબંધમાં લગાવ નથી વધ્યો.

image source

શું આજકાલ તમારા સાથી તમારા મેસેજન કલાકો સુધી જવાબ નથી આપતા? શું તમારા બંને વચ્હે ફોન ઉપર પણ માંડ માંડ વાતો થાય છે? તો જરાક સાવચેત થઈ જાવ કેમકે વાતચીત દરેક સંબંધમાં સૌથી મહત્વની હોય છે. જો સામેવાળા તમારી સાથે વાત કરવા માટે પણ સમય ન કાઢી શકતા હોય અને તેમ રસ પણ ન બતાવતા હોય તો સાફ છે કે એને હવે તમારામાં રુચિ નથી. એ ઘટતા જતાં પ્રેમની નિશાની છે.

image source

જોતમારા સાથી તમારી સાથે હોવા છતાંય પોતાના મોબાઇલમાં વ્યસ્ત રહે તો સમજી લો કે તમારું મહત્વ ઘટી રહ્યું છે. પ્રેમ હોય તો કપલ વધારેમાં વધારે સમય સાથે વિતાવે, સતત એક બીજા સાથે વાત કરે. પણ જ્યારે બંને સાથે હોય ત્યારે પણ મોબાઈલમાં વ્યસ્તતા વધી જાય તો એ તમારી વચ્હે આવતી જતી દૂરી નો ઈશારો છે.

image source

ઘટતી જતી શારીરિક નિકટતા પણ એક સંકેત છે તમારા બ્રેકપનો. એ નિકટતા એટલે ફક્ત સેક્સ નહીં પણ એક હુંફાળું આલિંગન, હાથમાં હાથ પરોવવા, કિસ કરવી એ બધુ પણ. જો તમારા સાથી યઅ બધાથી મોઢું ફેરવવા લાગ્યા છે તો સમજો એ સંબંધમાંથી તે બહાર નીકળી રહ્યા છે, હવે પહેલાં જેવી નિકટતા નથી રહી જેથી તમારો સ્પર્શ એનામાં કોઈ સંવેદન નથી જગાડતો. સીધું ઉદાહરણ છે કે જએ વ્યક્તિથી નિકટતા ઓછી હોય તેનો સ્પર્શ આપણને ગમતો નથી. જ્યારે પ્રેમ ઓછો થવા માંડે છે ત્યારે આવું જ કઈક બને છે.