જલ્સા કરોને જેંતીલાલ

વાંચો મીઠાના અગણિત લાભો, મોટાભાગના ઉપયોગો તો તમે જાણતા પણ નહિ હોવ…

આપણા રસોડા માં ભલે ગમે એટલી વાનગીઓ બનાવી લઈએ પણ એક સામગ્રી છે જેની ગેરહાજરી , એ વાનગી ને ફિક્કી બનાવી દે છે – મીઠું. મીઠું જેને સબરસ પણ કહેવાય છે એ ભોજન નો સ્વાદ વધારે છે અને વાનગી ને સોડમ પણ આપે છે. પણ આ મીઠું ભોજન માટે જેટલુ જરૂરી છે આપણા સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે. સામાન્ય રીતે , આપણે સૌ જાણીએ જ છીએ કે વધારે પડતું મીઠું ખાવાથી બ્લડપ્રેશર ની તકલીફ થાય છે , પણ શું તમે જાણો છો કે મીઠું ના ખાઈએ તો શું થાય ??

image source

મીઠા નો ઉપયોગ ન કરીએ તો લોહી ની ધટ્ટતા અને લોહી ના પરિભ્રમણ માં તકલીફ થાય છે. મીઠું ખીરાક મા સ્વાદ આપે છે , સાથે સાથે આ જ મીઠું ખોરાક ની જાળવણી માં પણ મદદ રૂપ છે. મીઠા વગરનું ભોજન વધારે સમય લેવાથી પેરાલીસીસ થઈ શકે છે.

image source

કુદરતી રીતે મીઠાના અગરમાં દરિયાના પાણીમાંથી જે બને છે એ કુદરતી મીઠું ખાવું જોઈએ. કલરમાં તે લાઇટ બ્રાઉન હોય છે , જે કદાચ નજરે જોવામાં ગમે નહીં એવું હોય છે.. કુદરતી મીઠું, થોડું મોંઘુ હોય છે પણ ખનીજ તત્વો નો ભંડાર હોય છે એમાં. મીઠું બનતી વખતે એમાં જમીન માંથી ઘણા મહત્વ ના પોષક તત્વો એમાં આવે છે .

image source

રસોડું હોઈ કે આયુર્વેદના ઔષધો હોય,મીઠાની હાજરી અનિવાર્ય હોઈ છે. વરસ સારું જાય એ માટે દિવાળીની પરોઢે સબરસ નમક ખરીદવાનો રીવાજ આજે પણ આપણા સમાજ માં જોવા મળે છે. ગૃહપ્રવેશ વખતે કુંભ મુકવાની વિધિ નમક વગર અધુરી ગણાય. તો વળી, રોમન સામ્રાજ્યમાં તો નમકનો નાણાકીય લેવડ દેવડ તરીકે વ્યવહાર કરવામાં આવતો હતો. ઘર માં મીઠા ના પોતા મારવાથી નકારાત્મક ભાવ ઘર માં પ્રવેશ કરતો નથી.

મીઠા ના પ્રકાર

image source

મીઠા ના ઘણા પ્રકાર છે – સિંધવ , સંચળ , બીડ લવણ, ઘસીયુંનમક, ઔદ્રીદ લવણ, કૃષ્ણ લવણ , રોમક લવણ , જવ ખાર અને સાજી ખાર વગેરે..

સામાન્ય ભાષા માં કહીએ તો મીઠા ના મૂળ 2 જ પ્રકાર જે આપણે રોજિંદા જીવન માં ઉપયોગ કરીએ છીએ.

1. દરિયાઈ મીઠું

2. સિંધાલૂણ

આજે આપણે જોઈશું મીઠા ના સ્વાદ સિવાય ના ચમત્કારી ફાયદા , ઉપયોગ અને ઉપચાર જે ખૂબ સરળ અને ફાયદાકારક છે.

મીઠું ઘણા પ્રકારે અને ઘણા સ્વરૂપે જોવા મળે છે, જે આપણા વિવિધ ઉપયોગ ના લીધે અલગ પડે છે.
મીઠું જેને સોડિયમ ક્લોરાઇડ પણ કહેવાય .

શરીરમાં થતા મીઠા થી ફાયદા ,

image source

મીઠા ના બીજા ઉપયોગ અને ફાયદા

image source

કેટલું મીઠું ખવાય ??

image source

સામાન્ય પુખ્ત વય ના માણસે 4 થી 5 ગ્રામ (1 નાની ચમચી ) જેટલું મીઠું રોજ ખાવું જોઈએ.

આશા છે આ માહિતી તમને પણ સામાન્ય જીવન માં ઉપયોગી થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version