સગાઈને હજી વર્ષ પણ નથી થયું ત્યાં જ એક દુર્ઘટના પછી પણ સાચો પ્રેમ રહ્યો સાથે અને આજે આવ્યો કરુણ અંજામ…

દરેક વાચક તરફથી કપલની પ્રેમ કહાનીને ઘણો પ્રેમ આપવામાં આવ્યો હતો હા મિત્રો આ કોઈ ફિલ્મ કે સિરિયલની કહાની નથી આ સત્ય હકીકત છે. થોડા મહિનાઓ પહેલાંની આ વાત છે જયારે અમે તમને આ પ્રેમ કહાની વિષે જણાવ્યું હતું. આજે અમને જણાવતા ઘણું દુઃખ થઇ રહ્યું છે કે આ પ્રેમ કહાનીનો કરુણ અંત થયો છે હા મિત્રો અનેક ડોકટરોની મહેનત અને સમાજના અનેક લોકોની પ્રાર્થના છતાં પણ કાલે હિરલે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

છેલ્લા સાત મહિનાથી તે સારવાર હેઠળ હતી. હિરલ અને તેના મંગેતરની આ પ્રેમ કહાનીને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો, પણ એ પ્રેમનો આવો કરુણ અંજામ આવશે એવું કોઈએ વિચાર્યું હશે નહિ. છેલ્લા સાત થી આઠ મહિનામાં હિરલ પર અનેક સર્જરી કરવામાં આવી હતી. અનેક ડોક્ટરો અને પરિવારજનો અને ચિરાગના પ્રેમની શક્તિ બચાવી શકી હતી નહિ, આખરે ઈશ્વર સામે કોનું ચાલ્યું છે? અને હિરલે અંતિમ શ્વાસ લીધા.

તેમના આ અનોખા પ્રેમની વાત આજે ફરી તમને જણાવીએ. શરૂઆત કાંઈક આ રીતે થઇ હતી… બીલકુલ ફિલ્મોમાં જોઈ હોય તેવી વાસ્તવિક પ્રેમક્હાનીને સમાજના દરેક વર્ગમાંથી પ્રસંશા અને શુભેચ્છા મળી રહી છે. આ વાત છે ૨૦ વર્ષની હિરલ અને ૨૨ વર્ષના ચિરાગની…

સાવ સામાન્ય પરિવારમાંથી આવતાં આ યુવાન યુગલનો હજુ નવ થી દસ મહિના પહેલાં થયો પરિચય અને પરિવારની જ ગોઠવણીથી થઈ હતી એરેન્જ સગાઈ. પરંતુ હજુ તેઓ દાંપત્ય જીવનનું સુખમય સંસાર માણે તે પહેલાં તો એક એવી ઘટના બની કે માંડ ગૂંથાયેલા આ પરિવારના અને આ નવયુગલના બધાં જ સ્વપનાઓ વિખેરાઈ ગયાં…

સગાઇ કર્યાના થોડા દિવસ પછી જ બની એક દુર્ઘટના જેમાં હિરલને લાગ્યો હતો કરંટ. આ ઝાટ્કાની તિવ્રતાએ એટલી બધી હતી કે તેને તાત્કાલિક હોસ્પીટલાઈઝડ કરવી પડી. ડોક્ટરે તેનો જીવ બચાવવા લીધો એક અઘરો નિર્ણય જેમાં તેનો એક હાથ અને બંને પગને ગોઠણ નીચેથી કાપવા પડ્યા. તેના દાઝવાના સમાચારે એમની આસપાસના લોકોમાં ચિંતા પ્રસરી ગઈ. સાથે તેના સાસરાના પરિવારને પણ આ અકસ્માતની જાણ કરાઈ.

હિરલને જ્યારે ખબર પડી કે તે અકસ્માતે બંને પગ અને એક જમણો હાથ ખોઈ બેઠી છે ત્યારે તેને મનમાં એવી બીક બેસી ગઈ કે તેની સગાઈ હવે તૂટી જશે અને આખી જિંદગી તેની દોજખમાં જશે. કુટુંબના દરેક લોકોને પણ વેવાઈ કેવું વર્તન કરશે તેની ચિંતા હતી.

પરંતુ સંજોગો ત્યારે તદ્દન ફરી ગયા જ્યારે ચિરાગે પોતાના મનની વાત સૌ કોઈને કરી. તેમણે હિરલની સારવાર સાથે અપનાવવાનો નિર્ણય આપ્યો અને કહ્યું કે શું લગ્ન પછી આવી ઘટના બની હોત તો હું શું મૂકી દેત હિરલને?

image source

હિરલ તનસુખ ભાઈ વડગામા, જેની ઉમર માત્ર ૨૦ વર્ષની છે. તેને ઘરમાં જ વીજાળીનો તાર તૂટતાં દાઝી ગઈ. તેમને અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અનેક મહિનાઓથી તે પથારીવશ હતી.

તેમની સાથે માર્ચ મહિનાની ૨૮મી તારીખે ચિરાગ ગજ્જર નામના ૨૨ વર્ષિય યુવક સાથે થઈ છે. આ યુવાને પરિવાર પર પડેલી આફત અને શારીરિક પીડા પર મલમ લગાવ્યાનું કામ કર્યુ છે.

image source

ચિરાગે હિરલની સ્થિતિને સમજીને તેમણે આજીવન સાથ નિભાવવાનું વચન આપ્યું છે. જ્યારથી આ અકસ્માત થયો છે ત્યારથી પોતાનું કામ મૂકીને ખડેપગે તેની સાથે સારવારની દોડધામ પણ કરે છે. દીકરાના આ નિર્ણય સાથે તેના માતા પિતાએ પણ સહમતિ આપી છે તેથી સમાજ અને હિરલના પરિવારે તેમની ખેલદીલીને નતમસ્તક સરાહના કરી છે.

હિરલના મૃત્યુ પછી તેમનો પરિવાર ભાંગી પડ્યો હશે અને આજે તેના દેહને તેના ગામ ડબાસણા જામનગરમાં આવેલ છે ત્યાં લઇ જવામાં આવશે અને ત્યાં તેની અંતિમયાત્રા પણ નીકળશે. પોતાના પ્રેમ સાથે ખડેપગે રહેનાર ચિરાગની સ્થિતિ વિચારતા જ મનમાં કમકમી આવી જાય છે. ઈશ્વર ચિરાગને શક્તિ આપે અને આપણા બધાની સહાનુભૂતિ તેમની અને તેમના પરિવારની સાથે જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ