ઘરે બનાવો આ ફેસ પેક, અને ચહેરા પર મેળવો જોરદાર ગ્લો, સ્કિન થશે એકદમ મસ્ત

લગ્ન સીઝનની શરૂઆત થઈ ગઇ છે.

તમારા લગ્ન છે અને તમે દુલ્હન બનવા જઈ રહ્યા છો તો સ્વાભાવિક છે કે તમને એ ચિંતા ખાસ સતાવતી હશે કે તમારા ખાસ દિવસે તમે સૌથી સુંદર કેવી રીતે લાગો જેથી બધા તમને દેખાતા જ રહી જાય.

જોવા જઇએ તો એવા કેટલાય બ્યુટિ પેકેજ હોય છે જે દુલ્હન લગ્ન પહેલાથી લે છે. પરંતુ આ તમારી પર થોડાક સમય પૂરતી જ અસર બતાવશે.

દરેક વખત માટે તે ફાયદાકારક નથી. આની સાથે આપણા રિવાજ મુજબ જોઇએ તો લગ્ન પહેલા દુલ્હન ઉબટન (ફેસ પેક) લગાવીને રૂપ નિખારે છે.

image source

જો તમે પણ ઉબટન લગાવવાનુ વિચારી રહ્યા છો તો આજે અમે તમને શિખવાડીશું ઓટ્સમાંથી બનેલું ખાસ ઉબટન જે તમારી ત્વચાને કેવી રીતે ગ્લો આપે છે.

ઓટ્સ ઉબટન બનાવવાની રીત

સામગ્રી

image source

1/2કપ ઓટમિલ

2 નાની ચમચી પીસેલી લાલ મસૂરની દાળ

એક મુઠ્ઠી ચોખા

5 બદામ પીસેલી

1 નાની ચમચી હળદર

ગુલાબ જળ જરૂરિયાત મુજબ

બનાવવાની રીત

image source

સૌથી પહેલા મસૂરની દાળને 30 મિનિટ પાણીમાં પલાળો પછી એને પીસી લો. એવી જ રીતે ચોખાને પણ 10 મિનિટ પાણીમાં પલાળીને પછી વાટીને અલગ રાખો.

બદામને પણ વાટી લો અને ત્રણેય વસ્તુને બરોબાર મિક્સ કરી લો.

જો 40 વર્ષની ઉમરમાં ઐશ્વર્યા રાય જેવા દેખાવા માંગતા હોવ તો આ ફેસ પેક જરૂરથી લગાવો.

image source

હવે આ પીસેલામાં ઓટ્સ, હળદર અને ગુલાબજળ ભેળવો. પછી એને ચહેરા પર લગાવો.

જો તમારી ત્વચા ડ્રાય હોય તો આ ઉબટનમાં તમે થોડી મલાઈ ભેળવી શકો છો.

ફેસ પેક લગાવવાની રીત

image source

આ લોશનને તમે સર્ક્યુલર રીતે ગોળ ગોળ હાથ રગડીને લગાવો. જો તમારી ત્વચા ડ્રાય હોય તો આ ઉબટનમાં તમે થોડી મલાઈ ભેળવી શકો છો.

આ પેકને હળવા હાથેથી રગડીને ઉબટનને ત્વચામાં ઉતારો. પછી ચહેરા પર નારિયળ તેલથી હળવેથી મસાજ કરો અને ચહેરાને પાણીથી ધોઈ લો.

શક્ય હોય તો આ પેકને 30 મિનિટ સુધી રહેવા દો પછી ધોઈ દો. શ્યામ ત્વચા માટે બેસ્ટ છે આ ઉબટન.

image source

અઠવાડિયામાં જ ત્વચામાં ગ્લો આવી જશે. તમને જણાવી દઇએ કે આ ફેસ પેક લગાવવાથી તમારો ચહેરો એકદસ સ્માર્ટ થાય છે અને ચહેરા પર કોઇ પણ પ્રકારના ડાઘા-ધબ્બા પણ રહેતા નથી.

જો કે આ ફેસ પેક લગાવતા પહેલા એ વાતનુ ખાસ ધ્યાન રાખજો કે, તમારા મોં પર કંઇ પણ વસ્તુ પહેલા લાગેલી ના હોય.

image source

આ પેક જ્યારે તમે ફેસ પર લગાવો ત્યારે આના સિવાય તમારા ફેસ બીજુ કંઇ પણ વસ્તુ લગાવતા નહિં.

જો તમે બધી વસ્તુ તમારા ફેસ પર ભેગી કરશો તો તમને જોઇએ તે પ્રમાણમાં રિઝલ્ટ નહિં મળે. આ ફેસ પેક તમારી ત્વચાને એટલી સુંદર બનાવશે કે લોકો તમને આ ફેસ પેક બનાવવાની રીત પૂછતા થઇ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ