ક્યા બાત, અ’વાદના પોલીસ કમિશનરે સાદા વેશમાં જઈ ફરિયાદ લખાવી કે મારો ફોન ચોરાઈ ગયો, પછી મળ્યો આવો જવાબ

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જ્યારે શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડ્યો ત્યારે સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. જેથી રક્ષાબંધનથી નવનિયુક્ત પામેલા શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળી લીધો છે અને હાલમાં તેઓ પોતાની ફરજ સરસ રીતે સંભાળી રહ્યા છે. પરંતુ અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક પોલીસ સ્ટેશનમાં લોકોની ફરિયાદ પોલીસ લેતી નથી. કોઈપણ ફરિયાદ હોય પોલીસકર્મીઓ/ અધિકારીઓ અરજી લખી જવાબ લખાવવા બોલાવીશું તેવી અનેક ફરિયાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી હતી.

image source

બસ આ ઘટના વિશે સાંભળીને ખુદ પોતે સંજય શ્રીવાસ્તવ પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે અને ફરિયાદ નોંધે છે કે કેમ એ તપાસવા ફરિયાદી બની પોલીસ સ્ટેશનમાં ગયા હતા. રવિવારની વહેલી સવારે સાદા કપડામાં અને આંખો પર પહેરેલા ચશ્મા કાઢી મોઢા ઉપર માસ્ક બાંધી પોતાની ખાનગી કારમાં સાબરમતી, ચાંદખેડા અને રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી બની પહોંચી ગયા હતા. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે ફરજ પરના પોલીકર્મીઓને કહ્યું કે, સાહેબ, મારો ફોન ચોરાઈ ગયો છે. મારે ફરિયાદ આપવી છે. જોકે, ત્રણેય પોલીસ સ્ટેશનમાં તેમની ફરિયાદ નોંધવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે આ અંગે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે એક ન્યૂઝ પેપર સાથે વાતચીત કરી હતી.

image source

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકો જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય છે ત્યારે કેવો પ્રત્યુત્તર મળે છે તે તપાસવા માટે આજે સવારે હું ખાનગી ડ્રેસમાં સૌથી પહેલા સાત વાગ્યાની આસપાસ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જઈ અને સાહેબ મારો મોબાઈલ ચોરાઈ ગયો છે તેવી ફરિયાદ આપી હતી. ફરજ પરના કર્મચારીએ તાત્કાલિક લેપટોપ ચાલુ કરી અને ફરિયાદ લખવાનું પણ ચાલુ કરી દીધું હતું. બાદમાં 7.50ની આસપાસ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. જ્યાં પોલીસકર્મીઓએ બેસાડ્યા હતા.

image source

આગળ વાત કરતાં કહ્યું કે, ચોરીની ફરિયાદ માટે મને વિગત પૂછી હતી અને બિલ તેમજ IMEI નંબર માગ્યા હતા. જે પછી આપી દઈશ તેવું કહ્યું હતું જેથી તેઓ માની ગયા હતા. 8.30ની આસપાસ રાણીપ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ત્યાં પણ મને બેસા્ડ્યો અને મારી ચોરીની ફરિયાદની રજુઆત સાંભળી હતી અને બાદમાં ફરિયાદ લખવાનું શરૂ કર્યું હતું. ત્રણેય પોલીસ સ્ટેશનના કર્મચારીઓને ખબર ના પડી કે ફરિયાદ નોંધાવી રહ્યા છે તે પોલીસ કમિશ્નર છે. એક પોલીસ સ્ટેશનમાં શિફ્ટ પૂરી થતા પહેલા જ કપડા બદલીને વ્યક્તિ બેઠો હતો. કેટલીક જગ્યાએ સ્ટાફ મોડો આવ્યો હતો. કોઈએ પણ ફરિયાદ નથી લેવી તેવું કહ્યું ન હતું.

image source

ઉલ્લેખનીય છે કે, પોલીસ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે એ જાણવાનો આ એક પ્રયાસ હતો. જેમાં તેઓ સાચા ઠર્યા હતા. જો કે સાબરમતી, રાણીપ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના સ્ટાફે જેમ સામાન્ય માણસ બનીને ગયેલા પોલીસ કમિશનરને ફરિયાદ માટે પોઝિટિવ જવાબ આપી ફરિયાદ લીધી તેમ શહેરના અન્ય પોલીસ સ્ટેશન પણ લોકોની તાત્કાલિક ફરિયાદ નોંધે તે જરૂરી છે. પોલીસ કમિશનરને તો બધી જગ્યાએથી સારો જ પ્રત્યુતર મળ્યો પરંતુ સામાન્ય લોકોને પણ આવો જ જવાબ મળતો રહે એવી આશા સેવવામા આવી રહી છે.

image source

અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળેલા સંજય સ્વભાવે શાંત પ્રકૃતિની અને લો-પ્રોફાઈલ રહેવાની છબી ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ચાર્જ સંભાળતાની સાથે જ તેમને જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ સાથે શી-ટીમની કામગીરીને આગળ વધારવાની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત લો-એન્ડ ઓર્ડરની ભૂમિકા પર કામ કરવાની અગ્રીમતા તેમની રહેવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ