રામ ગોપાલ વર્માએ પોતાની આદત પ્રમાણે ફરી કરી મહિલાઓ પર અભદ્ર કમેન્ટ, લોકો થયા ભારે ગુસ્સે

રામ ગોપાલ વર્માએ પોતાની આદત પ્રમાણે ફરી કરી મહિલાઓ પર અભદ્ર કમેન્ટ – નેટીઝને ખૂબ ઝાટકણી કાઢી, રામ ગોપાલની અવળચંડી ટ્વીટર પોસ્ટથી તે અવારનવાર નેટીઝનની હડફેટે ચડ્યા કરે છે. ફરી કર્યું તેણે નવું પરાક્રમ

એક સમય હતો જ્યારે રામ ગોપાલ વર્મા પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહેતો હતો પણ ઘણા સમયથી તેણે સારી ફિલ્મો બનાવવાનું છોડી દીધું છે અને ટ્વીટ પર ગમે તે બકવાડ કરવાનું શરૂ કર્યું છે અને પોતાની આ જ આદતના કારણે તે અવારનવાર વિવાદમાં મુકાઈ જાય છે અને પછી લોકોના ગુસ્સાનો ભોગ તેણે બનવું પડે છે.

આ વખતે તેણે ફરીથી એક ટ્વીટ કર્યું છે જેને જોઈને સોશિયલ મિડિયા પર લોકો તેના પર ધૂંઆ પૂંઆ થઈ રહ્યા છે. વાસ્તવમાં, રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વીટમાં એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં બે મહિલાઓ દેખાઈ રહી છે, બન્ને મહિલાઓ ગાડીમાં બેઠેલી જોઈ શકાય છે. એક મહિલા ગાડીની ફ્રન્ટ સીટ પર બેઠી છે જેણે ખૂબ બધા ઘરેણા પહેર્યા છે. તો બીજી મહિલા બેક સીટ પર બેઠી છે, આ તસ્વીરમાં મહિલાનું ક્લીવેજ દેખાઈ રહ્યું છે. અને આ તસ્વિર પર અસભ્ય કેપ્શન લખતાં રામગોપાલ વર્માએ આ ફોટો પોસ્ટ કર્યો છે.

image source

લોકો રામ ગોપાલ વર્માની આ પોસ્ટને જોઈને ભારે ગુસ્સે ભરાયા છે અને કમેન્ટ કરીને રિએક્ટ પણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે લખ્યું છે, – ‘તમને શરમ નથી આવતી ?’ તો કોઈએ લખ્યું છે – આટલી ચીપ કમેન્ટ તમારા જેવા લોકો જ કરી શકે છે. તો વળી કોઈએ લખ્યું છે – આટલા જાણીતા વ્યક્તિ હોવા છતાં આવી વાત તમે કેવી રીતે કરી શકો. તો વળી બીજા એક યુઝરે લખ્યું – તમે બહુ સાધુ-મહાત્મા વાળી ફિલ્મો બનાવો છો. તો વળી એક વ્યક્તિએ તો સ્પષ્ટ જણાવી દીધું – આ તો સહનશક્તિ બહારનું છે.

image source

એક યુઝરને તો એટલી હદે ગુસ્સો આવ્યો કે તેણે કહી દીધું – તેની માતા વિષે જ જણાવી રહ્યો હતો તે, ખબર નહીં લોકો કેમ ગુસ્સે થાય છે. તો કોઈએ લખ્યું – ‘કેટલી ગંદી નજર છે તારી, તારી માતાને પુછજે કે જન્મ્યો હતો તો આંખોમાં…. ?’ તો વળી એક યુઝરે લખ્યું હતું, ‘બધા સઠિયાઈ ગયા છે તેમની પાસે કોણ આશા રાખી શકે કે તેણે પોતાની ફિલ્મોની હીરોઈનોનું યૌન શોષણ નહીં કર્યું હોય !!’ એક બીજી મહિલા યુઝરે લખ્યું – ‘માફ કરજો પણ લખી રહી છું કે આવી જ્વેલરી તમારા માતા પાસે પણ હશે.’

હજુ થોડા સમય પહેલાં પણ રામ ગોપાલ વર્માએ દારૂની લાઈનમાં લાગેલી મહિલાઓ પર કમેન્ટ કરી હતી. તેની આ પોસ્ટને લઈને પણ નેટીઝન્સે રામગોપાલ વર્માને ભારે હડફેટે લીધો હતો. કોઈકે કહ્યું કે તે પોતાના કામ પર ધ્યાન ન આપે તો કોઈએ લખ્યું હતું મહિલાઓ શા માટે દારૂ ન ખરીદી શકે, કે પછી દારૂ ખરીદવાની લાઈનમાં ન ઉભી રહી શકે ?

રામ ગોપાલે પોતાની આ પોસ્ટમાં લખ્યું હતું – ‘જુઓ તો દારૂની દુકાન આગળ લાઈનમાં કોણ ઉભું છે ….’

Source : Jansatta

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ