નિર્મલા સીતારમણે રજૂ કર્યું 20 લાખ કરોડના પેકેજનું વિવરણ, આત્મનિર્ભર ભારતના વિઝન સાથે ઉદ્યોગોને મળશે લાભ

નિર્મલા સીતારમણે રજુ કર્યું 20 લાખ કરોડના પેકેજનું વિવરણ : આત્મનિર્ભર ભારતના વિઝન સાથે ઉદ્યોગોને મળશે લાભ

image source

• નાના ઉદ્યોગો પર તોળાયેલા સંકટ સામે 20 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર : નિર્મલા સીતારામણ

• ઓગસ્ટ માસ સુધી 15 હજારથી ઓછો પગાર ધરાવનારનું EPF કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવાશે: નિર્મલા સીતારામણ

• ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો તેમજ મધ્યમ વર્ગને પણ આ પેકેજથી મળશે લાભ

image source

તાજેતરમાં નિર્મલા સીતારમણે પોતાના બયાનમાં નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા ૨૦ લાખ કરોડના વિવરણની વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. નાણા મંત્રીએ બુધવારે આપેલ પોતાના બયાનમાં કહ્યું કે જે પેકેજની રજૂઆત પીએમએ કરી હતી એ સમાજના ઘણા વર્ગો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે, જેનું મુખ્ય લક્ષ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા માટેનું છે.

એક પ્રકારે આ પેકેજ પાછળનો મૂળ ઉદેશ્ય છે નાના ઉદ્યોગોને પ્રોત્શાહન આપવાનું. નાણા મંત્રીએ કહ્યું હતું કે આ સ્પેશીયલ પેકેજમાંથી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો એટલે કે MSMEને આત્મનિર્ભર બનવા 3 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. એમણે કહ્યું હતું કે આ ગેરેંટી ફ્રી લોન ૪ વર્ષ માટે આપવામાં આવશે જેમાં પ્રિન્સિપલ રકમ ફરી ચુકવવાની રહેશે નહી.

image source

MSMEને 3 લાખ કરોડની લોન દ્વારા કઈ રીતે ફાયદો થશે એ સમજીએ

– આ લોન 4 વર્ષ માટે આપવામાં આવશે એ પણ કોઈ પ્રકારની ગેરંટી વગર.

– આ એવા ઉદ્યોગોને આપવામાં આવશે, જેની ચૂકવવાની બાકી નીકળતી લોન 25 કરોડ રૂપિયાથી ઓછી હશે અને ટર્નઓવર 100 કરોડ કરતા વધુ નહિ હોય.

– સતત 10 મહિના લોન ચૂકવવામાંથી રાહત/છૂટછાટ મળતી રહેશે

image source

– આ લોન માટે તારીખ 31 ઓક્ટોબર 2020 સુધી એપ્લાઈ કરી શકાશે.

– 45 લાખ જેટલા MSME એકમોને આ પેકેજ દ્વારા લાભ મળી શકશે.

– આ લોન માટે કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ વસુલવામાં આવશે નહિ.

– 20 હજાર કરોડ રૂપિયા એવા એકમોને આપશે જે સ્ટ્રેસ્ડ MSME સ્થિતિમાં છે.

image source

– જો કે સારી સ્થિતમાં રહેલા MSME માટે અલગથી 50 હજાર કરોડનું ફન્ડ પણ બનશે.

– નાના ઉદ્યોગોના તમામ પ્રકારને આ સ્કીમમાં સામેલ કરવામાં આવશે.

– માઈક્રો ઈન્ડસ્ટ્રીઓ માટેનું રોકાણ 25 લાખથી વધારીને 1 કરોડ સુધી કરવામાં આવ્યું છે.

– નાના ઉદ્યોગો માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર, તેમ જ મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે 20 કરોડનું રોકાણ અને 100 કરોડના કારોબારને મંજૂરી અપાશે.

image source

– સ્થાનીય ઉદ્યોગોને વૈશ્વિક બનાવવા માટે ગ્લોબલ ટેન્ડરના 200 કરોડ રૂપિયાથી ઓછાનો નિયમ ખત્મ કરી દેવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈ પણ ટેન્ડર 200 કરોડ રૂપિયાથી ઓછું નહિ હોય.

– 45 લાખ કરોડ રૂપિયાનું નિર્દેશન આશિક ઋણ ગેરન્ટી યોજનામાં કરવામાં આવશે. જો કે સરકારને એમાં ૨૦ ટકા જેટલું નુકશાન ભોગવવું પડશે, પણ સરકારના આ પ્રયત્ન દ્વારા સુક્ષ્મ, લધુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ અને લોકોને લોન મેળવવામાં સરળતા રહેશે.

નાણાં મંત્રીની અન્ય જાહેરાત :

image source

– જેનો પગાર 15 હજારથી ઓછો હશે એનું EPF સરકાર દ્વારા ચૂકવાશે.

– 3 લાખ કરોડ રૂપિયાની લોન MSMEને એકમોને આપવામાં આવશે જેના દ્વારા 45 લાખ જેટલા ઉદ્યોગોને સીધો લાભ મળશે.

– નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને થઇ રહી છે. જેના મુખ્ય પાંચ સ્તંભ આ પ્રકારે છે. ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ.

– આત્મનિર્ભર ભારતના વિઝન દ્વારા સરકાર સ્થાનીય બ્રાન્ડને વૈશ્વિક બ્રાંડ બનાવવામાં સહાયક નીવડશે.

image source

– જો કે આત્મનિર્ભર ભારત માટે અન્ય ઘણાં પગલા પણ લેવામાં આવ્યા છે. ખેડૂતો તેમજ મજૂરોના ખાતામાં સીધા પૈસા પણ ચુકવવામાં આવ્યા છે, એક પ્રકારે આ પણ ક્રાંતિ છે. તેમજ સરકાની વિવિધ યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાઓ વગેરે દ્વારા પણ સીધા જ લોકોના બેન્ક ખાતામાં પૈસા ચુકવવામાં આવી રહ્યા છે. આ યોજનાઓનો ફાયદો ચોક્કસથી ખેડૂતોને મળ્યો છે. જો કે જીએસટી દ્વારા લધુ ઉદ્યોગોને પણ મધ્યમ ઉદ્યોગનો લાભ મળ્યો છે.

પેકેજનું બ્રેકઅપ : 20 લાખ કરોડ

image source

પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ રૂ. 20 લાખ કરોડના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ રૂપિયા તો પહેલા જ આરબીઆઈ અને સરકાર દ્વારા મંજુર કરી દેવામાં આવ્યા છે. હવે બાકી રહેતા 12 લાખ કરોડ રૂપિયાના પેકેજનું બ્રેકઅપ પણ જલ્દી જ આપવામાં આવશે. જો કે સંભવત એ રકમમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે અલગ રાખી શકાય છે, તેમ જ વીજ ક્ષેત્રને આમાંથી 1 લાખ કરોડ રૂપિયા મળવાની શક્યતા છે. તેમ જ દેશની ગરીબ પ્રજાના ખાતામાં સીધા અપાતી રકમ દ્વારા પણ મોટી રકમની ચુકવણી કરવામાં આવી શકે છે. આ બધી શક્યતાઓમાં NBFC તેમજ હાઉસિંગ ફાઇનાન્સ માટેની કંપનીઓને પણ અંદાઝીત એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી થઇ શકે છે.

20 લાખ કરોડનું આ રાહત પેકેજ: દેશની GDPના 10 ટકા જેટલું

image source

આર્થિક પેકેજ સાથે જોડાયેલી તમામ માહિતી આજે નિર્મલા સીતારમણ આપણને જણાવશે. આ સમયે નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે કહ્યું હતું કે સમગ્ર માહિતીને બે કે ત્રણ સ્ટેજમાં અલગ અલગ સમયે રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આ પેકેજનો લાભ સમાજના દરેક તબક્કાને મળશે એવું આયોજન છે. 20 લાખ કરોડનું રાહત પેકેજ એ આપણા દેશની જીડીપીના લગભગ 10 ટકા જેટલું છે. જો કે આ પેકેજ 2020-21માં સ્વીકારી લેવાયેલા બજેટ એટલે કે તે 30 લાખ કરોડ રૂપિયા કરતા 10 લાખ કરોડ જેટલું ઓછું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પેકેજ દ્વારા મુખ્યત્વે ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને લાભ થશે. આ સિવાય કોરોના મહામારીમાં પડી ભાંગ્યા જેવી સ્થિતિ વચ્ચે ભારતીય ઉદ્યોગ જગતને પણ આ પેકેજ દ્વારા નવી તાકાત મળશે.

Source : DivyBhaskar

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ