આપણે કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જો તમારામાં કઈક કરી ગુજરવાની તમન્ના હોય તો તમારા ઘરની પરિસ્થિતિ કે પછી તમારી ઉમર તમારી સફળતામાં બાધ નથી થતી. આવી એક સફળતાની કહાની છે અમદાવાદના યુવકની કે જેમણે માત્ર 15 વર્ષની ઉમરે બિઝનેસમાં પ્રવેશ કર્યો અને સફળતાના શીખરો સર કર્યા. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય રાજ મહેતાએ દાદા પાસેથી 8 હજાર રૂપિયાની લોન લઈને શરૂ કરેલો ઓટોમોબાઈલનો બિઝનેસ આજે 35 કરોડ સુધી પહોંચાડી દેવાની સફળતા હાંસલ કરી છે.
આં ધંધાની શરૂઆત રાજે 15 વર્ષની વયે કરી

તમને જાણીને નવાઈ લાગશે કે, આં ધંધાની શરૂઆત રાજે 15 વર્ષની વયે કરી હતી અને 17 વર્ષની વયે તેણે એક્સપોર્ટ-ઇમ્પોર્ટ માટેનું લાઇસન્સ પણ મેળવી લીધું હતું. એ ઉપરાંત તેણે 19 વર્ષની વયે સૌથી યુવા વયે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના સ્થાપક તરીકે રેકોર્ડ ઊભો કરીને ગુજરાતને જ નહીં, બલકે સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે. આ અંગે રાજ મહેતાએ એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નાની ઉંમરમાં મળતા ખિસ્સા ખર્ચીની કરેલી બચતમાંથી ઇ-સાઇકલ બનાવીને પોતાને પડતી તકલીફ તો દૂર કરી હતી.

તેમાં મળેલી સફળતાં બાદ તેણે દિવ્યાંગ તથા પેંડલ રિક્ષાચાલકોની તકલીફો દૂર કરવા ઇ ટ્રાઇસિકલ તેમ જ ઇ-પેંડલ રિક્ષા બનાવી હતી. એ આજે 19 વર્ષની વયે ઇ-સ્કૂટરનું ઉત્પાદન કરવા લાગ્યો છે. તેમની કહાની દરેક યુવાનને પ્રેરણા આપે તેવી છે. જે ઉમરે આજના યુવાનો મોબાઈલમાં ગેમ રમવા કે બીજી કોઈ પ્રવૃતિમાં ટાઈમ પાસ કરી રહ્યા છે તે ઉમરમાં રાજ મહેતા કંપનીનો માલિક બની ગયો છે.
સાઇકલ પર પ્રવાસ કરવાને કારણે થાક લાગતો

તેમના પરિવાર વિશે વાત કરીએ તો મૂળ સંતરામપુરનો વતની રાજ મહેતાના પિતા તથા દાદા ફાઈનાન્સનો ધંધો કરતા હતા. તે ભણવા માટે અમદાવાદના મણિનગર ખાતે રહેતાં ફોઇને ત્યાં આવ્યો હતો. SG હાઇવે પરની SGVP સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. આટલે દૂરથી અવરજવર કરવામાં તકલીફ થતાં તેના પિતાએ તેને સાઇકલ અપાવી હતી, પરંતુ સાઇકલમાં આવવા-જવામાં ત્રણેક કલાકનો સમય જતો હતો. દિવસમાં સતત સાઇકલ પર પ્રવાસ કરવાને કારણે થાક પણ ઘણો લાગતો હતો.

આથી તે મનોમન વિચારતો હતો કે કઈક એવુ કરવું જોઈએ કે સાઈકલમાં પેંડલ ન મારવા પડે અને તે ચાલે જેથી થાર ન લાગે. એક વખત ઈન્ટરનેટ સર્ફિંગ દરમિયાન તેને ઉપાય સૂજ્યો કે સાઇકલમાં મોટર લગાવી દઇએ તો આ તકલીફમાંથી મુક્તિ મળી જાય. ઈન્ટરનેટમાંથી જન્મેલા આ વિચારને રાજે અમલમાં મુક્યો. વિદેશથી મગાવેલા PCB સર્કિટ, બેટરી અને મોટરનું કોમ્બિનેશન કરીને સાઇકલમાં ફિટ કરી દીધાં હતાં.
આજે રાજ કંપનીનો માલિક છે

મહત્વની વાત એ છે કે પ્રથમ ટ્રાયલ તેના પિતા શૈલેશભાઇને જ કરવા કહ્યું હતું. ત્યારે પિતાએ પોતાનું વજન મોટર ખેંચી શકશે કે નહીં એવો સવાલ કર્યો હતો, પરંતુ નવાઈની વાત એ છે કે સાઇકલ સડસડાટ દોડવા માંડી. રાજ મહેતા આટલેથી ન અટક્યો ત્યાર બાદ રસ્તા પરથી પસાર થતી વખતે દિવ્યાંગોની તકલીફ જોઇને તેમના માટે પણ ઇ-ટ્રાઇસિકલ તથા પેંડલ રિક્ષાચાલકો માટે પણ ઇ-પેન્ડલ રિક્ષા બનાવી હતી. એક પછી એક સફળતાનાં શિખરો સર કરતાં રાજને યુવા વર્ગ માટે ઇ-સ્કૂટર બનાવવાનો વિચાર આવ્યો અને તેને અમલમાં પણ મૂક્યો હતો. આશ્ચર્ય વચ્ચે તે આજે રાજ ઇલેકટ્રોમોટિવ્સ નામની કંપનીનો માલિક બની ગયો છે. કઈક કરી છુટવાની ઈચ્છાએ રાજને એક વિદ્યાર્થીમાંથી આજે એક સફળ બિઝનેસમેન બનાવી દીધો.
રાજ મહેતાએ ગ્રેટાના નામથી ઇ-સ્કૂટર બનાવવાનું શરૂ કર્યું
હવે વાત કરીએ તેમણે શરૂ કરેલી કંપની વિશે તો રાજ મહેતાએ ગ્રેટાના નામથી ઇ-સ્કૂટરનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું. 4 મોડલના 22 કલર ધરાવતા આ ઇ-સ્કૂટરનું વજન 75 કિલો છે, પરંતુ તે 140 કિલો વજનનું વહન કરી શકે છે. એમાં 60 વોલ્ટની લિથિયમ બેટરી છે, જેમાં સ્માર્ટ ટર્બો ચાર્જર છે. ત્રણથી ચાર કલાકમાં બે યુનિટ ચાર્જ થઇ જતાં સ્કૂટર 100 કિલોમીટર ચાલે છે. આ સ્કૂટરમાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી ફાઇબર અને અનબ્રેકેબલ બોડીઝ છે. રિમોટ કંટ્રોલથી ચાલુ-બંધ થાય છે. બ્રેક દબાવવાથી એક્સિલેટર બંધ થઇ જાય છે. સ્પીડમાં દોડતા આ સ્કૂટરની ખાસિયત એ છે કે તેમાં રિવર્સ ગિયર પણ છે. હાલમાં વધતા પેટ્રોલ ડીઝલના ભાવને જોતા આ સ્કૂટર લોકો માટે આશિર્વાદ સમાન છે.
ઇલેક્ટ્રિક ક્રાંતિ કરવાની ઈચ્છા

તો બીજી તરફ રાજે સ્થાપેલી કંપની માટે વિદેશથી રોકાણકારો અને ભાગીદારી માટે રસ દાખવી રહ્યા છે અને તેમને વિવિધ ઓફર્સ આપી રહ્યા છે. આ કંપનીની વેલ્યુએશન 5 મિલિયન ડોલર એટલે કે 35 કરોડ રૂપિયા થાય છે, પરંતુ રાજને હજુ આ કંપનીનો વિકાસ કરવો છે. રાજ હાલ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં નવા સેકટરમાં પણ ઇલેક્ટ્રિક ક્રાંતિ સ્થપાવાની તેની ઈચ્છા છે. રાજની સફળતા જોઇને ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટ-અપ યુનિવર્સિટીએ તેમની યુનિવર્સિટીમાં બી.ઇ.ની ડીગ્રી આપવા માટેની ઓફર કરી હતી.

હાલ તે આ યુનિવર્સીટીમાં થર્ડ ઇયર બી.ઇ.માં અભ્યાસ કરે છે. તેની સાથોસાથ બિઝનેસ સંભાળે છે. હાલ યુરોપ, નેપાળ ઉપરાંત દેશમાં આઠ આઉટલેટસ છે, જેમ કે યુ.પી., ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, મધ્યપ્રદેશ તથા છત્તીસગઢમાં છે. તબક્કાવાર તેમાં વધારો કરતો જાય છે. રાજ મહેતાએ ફક્ત અમદાવાદનું નહી પરંતુ દેશનું નામ રોશન કર્યું છે. આટલી નાની ઉમરમાં મોટી સફળતા હાંસલ કરી લોકોને પ્રેરણા આપી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,