મિત્રો, જ્યારે તમે આ ચિત્રમા સામે પડેલા ઢગલાબંધ ટેબલ અને સોફા જોશો ત્યારે તમને થોડા સમય માટે એવુ લાગશે કે, આ કોઈ ભવ્ય રેસ્ટોરન્ટનુ ચિત્ર છે પરંતુ, આજે અમે તમારી સમક્ષ જે આ ચિત્ર દેખાડી રહ્યા છીએ, તે ચિત્ર કોઈ ભવ્ય હોટેલનુ નથી. હા, પહેલીવાર જે કોઈપણ આ ચિત્રને જુએ એટલે તેને રેસ્ટોરન્ટ સમજવાની ભૂલ થાય તે સ્વાભાવિક છે પરંતુ, તમને જણાવી દઈએ કે, વાસ્તવમા તે યુરોપ ની જેલનો ફોટો છે.

હા, આ વાત સાંભળીને તમને થોડા સમય માટે આશ્ચર્ય અવશ્ય થશે પરંતુ, સાચે જ યુરોપની આ જેલ ખરેખર આટલી જ ભવ્ય છે. હાલ, નોર્ડિક દેશોની જેલના આ ફોટા ટ્વિટર પર ખુબ જ વાયરલ થયા છે અને ઘણા લોકો તેમના ઘરોના આ ફોટાઓની તુલના કરી રહ્યા છે. નોર્ડિક દેશોમા ડેનમાર્ક , નોર્વે , સ્વીડન , ફિનલેન્ડ અને આઇસલેન્ડનો સમાવેશ થાય છે.

એક ટ્વિટર યુઝરે નોર્ડિક દેશોની જેલોના અમુક ફોટા પોસ્ટ કર્યા, જેમા લખ્યુ છે કે, જેલના આ ફોટા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમા દર મહિને ૨.૨ લાખના ભાડા પરના એપાર્ટમેન્ટ જેવા લાગે છે. તેમનુ આ ટ્વીટ થોડા જ કલાકોમા ૪૪૦૦ કરતા પણ વધુ વખત રિટ્વીટ થયુ હતુ

આ ટ્વિટર યુઝર દ્વારા એક બીજો ફોટો વાયરલ થયો કે, જેમા તેણે સ્વીડન અને અમેરિકાની જેલનો ફોટો પોસ્ટ કર્યો અને પૂછ્યુ હતુ કે, જો તમારો હેતુ લોકોનુ પુનર્વસન કરવાનુ છે અને ગુનાહિત જીવનમાથી તેમને દૂર કરવાનો છે, તો કઈ જેલનુ વાતાવરણ સારુ પરિણામ આપશે?

જો કે, ટ્વિટર પર ઘણા લોકો ‘લ્યુગેરિયસ’ જેલની વિરુદ્ધ પણ દેખાયા હતા. એક ટ્વિટર વપરાશકર્તા સ્લોવબર્ગે એવી દલીલ કરી હતી કે, જો આવી જેલ દરેક જગ્યાએ બનાવવામા આવે તો લોકો જાણી જોઈને ગુનાહિત પ્રવૃતિઓમા સંડોવાશે જેથી, તેઓ અહી સમય પસાર કરી શકે. માટે આ અંગે હજુ પણ થોડી વિચારણા કરવી પડશે.

ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ એમ પણ લખ્યુ છે કે, આ જેલના ફોટા એ અમારા ઘર કરતા પણ વધારે સુંદર લાગે છે. તે જ સમયે ઘણા લોકોએ ટ્વીટ્સમા પણ લખ્યુ હતુ કે, હવે તે નોર્વે જવાનુ આયોજન બનાવી રહ્યા છે અને તે એકવાર આ મનમોહક દ્રશ્યને નિહાળવા ઈચ્છે છે. તે જ સમયે ઘણા કોલેજના વિદ્યાર્થીઓએ કહ્યુ કે, આ જેલના ઓરડાઓ કઈ એટલા સારા નથી.

હવે આ યુરોપની જેલ અંગે જુદી-જુદી જગ્યાએથી લોકોના જુદા-જુદા પ્રતિભાવ જોવા મળ્યા છે એટલે જોવા જઈએ તો અંતે આ જેલ અંગે લોકો નો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તો તમે પણ આ લેખ અંગેના તમારા મંતવ્ય અવશ્ય જણાવજો કે શુ જેલ ખરેખર આટલી ભવ્ય હોવી જોઈએ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,