રાજકોટ તંત્ર ચારેકોરથી ઉઘાડું પડ્યું, 90 વર્ષના દાદી કલાકો લાઈનમાં ઉભા પણ રસી ન મળી, મેયરે આપ્યો વાહિયાત જવાબ

માહોલ આપણે સૌએ જોયો છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે લોકોની સ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોના નિયંત્રિત થતાં હવે અન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. ત્યારે અમદાવાદના એક ડોક્ટર અને તેમની ટીમે વેક્સિનની અસરકારકતાને લઈને રિસર્ચ કર્યું હતું. અમદાવાદની SVP હોસ્પિટલના એક ડૉક્ટર અને તેમની ટીમે વેક્સિનની અસરકારકતાને લઈને રિસર્ચ કર્યું હતું ત્યારે સામે આવ્યું હતું કે ત્રીજી લહેર માટે વેક્સિન જ ઉપાય છે. જો કે આ વાત સાચી પણ લોકોને વેક્સિન મળતી નથી. રાજકોટમાં રસીની અછત કરતા હવે તંત્રની નિષ્ફળ નીતિ અને અવ્યવસ્થાને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

image source

હાલમાં રાજકોટનો માહોલ એવો છે કે લોકોમાં રોષ ફાટી નીકળતા આરોગ્ય કેન્દ્રો પર રકઝક થઈ રહી છે. પરેશાન થયેલા લોકોને સમજાવવાને બદલે મનપાના નિષ્ફળ નિવડેલા અધિકારીઓ અને પદાધિકારીઓને પોલીસને બોલાવી રહ્યા છે અને પોલીસ ખાખીના જોરે રસી લેવા આવેલા લોકોને ધક્કા મારીને બહાર કાઢી રહી છે. રસી મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તો સ્ટોકની અછત પાછળ મેયર પ્રદીપ ડવેએ એવું વાહિયાત કારણ આપ્યું કે લોકોમાં અચાનક જાગૃતિ વધી જતા સ્ટોક ઘટી રહ્યો છે. હવે આ નિવેજન પર પણ લોકો ગુસ્સે ભરાયા છે. ટૂંકમાં હવે રાજકોટમાં રસીકરણ વધે તે માટે તંત્રએ શામ, દામ, દંડ, ભેદ બધું જ કરી લીધું હોવાનું સ્ટષ્ટ દેખાઈ રહ્યું છે.

image source

વચ્ચે નવા નિયમો મુજબ એવું પણ સામે આવ્યું હતું કે, રોજગારના સ્થળ પર રસી ફરજિયાત કરવાનો છુપો આદેશ કરાતા લોકોને કામે જવું હોય તો રસી લેવા મજબૂર બનવું પડ્યું. રસી વગર ફળ-શાકભાજી વેચતા ફેરિયાઓના માલ સામાનને લાત મારી કાઢી મૂક્યા હોવાના સીન પણ આપણે જોયા છે. પોલીસને બોલાવીને આરોપીઓ હોય તેમ વાનમાં બેસાડી દેતા અને ઈચ્છા હોય કે ન હોય રસીકરણ કેન્દ્ર પણ લઈ જતા હતા. વેપારીઓને ધરાર વેક્સિન લેવા મજબૂર કર્યા અને ઉપરથી છેલ્લી તારીખોની ધમકી પણ આપી. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ જ તંત્રએ વેક્સિન ફરજિયાત કરી હતી. જો કે આ બધું જ કરી લીધા બાદ જ્યારે પ્રજા ડરીને, મજબૂર બનીને રસી લેવા આવી છે ત્યારે મહાનગરપાલિકા પાસે સ્ટોક જ નથી.

image source

સરકાર એટલી હદે નિષ્ફળ રહી છે કે લોકોને હવે બધી જ રીતે હેરાન કરી રહી છે. રાજકોટમાં પણ માહોલ એવો થઈ ગયો છે કે સવારે 7 વાગ્યાથી રસીકરણ કેન્દ્રો પર લાઈન લાગે છે. જે પોલીસ રસી લેવા માટે ફરજ પાડતી હતી તે જ પોલીસના ડરથી આરોગ્ય કેન્દ્રો પર લોકોને કાબૂમાં રાખી રહી છે. મનપાએ એવો મનઘડંત નિયમ બનાવ્યો છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન હોય તો પણ ફરજિયાત ટોકન લેવું જ પડશે અને જેણે ટોકન લીધું હોય અને વારો આવ્યો હોય તેમને ઓનલાઈન રજિસ્ટ્રેશનને પ્રાથમિકતા અપાશે. આ રીતે ઘરના જ નિયમો બનાવીને લોકોને હેરાન કરીને કાઢી મૂક્યા. નાનામવા અને શ્યામનગર બાદ અમીન માર્ગના આરોગ્ય કેન્દ્રો પર ધમાલ થતા પોલીસનો ઉપયોગ કરાયા બાદ હવે દરેક કેન્દ્ર પર પોલીસ બેસાડાશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

આ સાથે જ માહિતી સામે આવી રહી છે કે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નાયબ કમિશનરને કેન્દ્રો પર દોડાવ્યા હતા પણ પોતે કોઇ કેન્દ્ર પર ગયા નથી. બુધવારે 6000નું રસીકરણ કરાયું હતું અને તેના માટે 30 કેન્દ્ર રાખ્યા હતા. ગુરુવારે પણ તેટલો જ સ્ટોક છે અને તેટલા જ કેન્દ્રો છે. દરેક કેન્દ્ર પર 200 જ ડોઝ અપાશે પણ આ 200 ડોઝ માટે 500થી વધુ લોકોની કતાર લાગશે એવું તો કોઈએ વિચાર્યું પણ નહોતું.

image source

જો એક ઉદાહરણ સાથે વાત કરવામાં આવે તો જંક્શન આરોગ્ય કેન્દ્રમાં 90ની આસપાસ ઉંમર ધરાવતા વૃદ્ધા હાથમાં આધારકાર્ડ લઈને સવારે 8.30 વાગ્યાથી રસી લેવા માટે આવ્યા હતા. રસીની રાહમાં 11.30 વાગ્યા સુધી બેઠા. જ્યારે પૂછ્યુ કે હવે તો રસી આપો ત્યારે જવાબ આવ્યો કે ‘પૂરું થઈ ગયું કાલે આવજો’ આવા તો ઘણા દાખલા છે. પરંતુ તંત્ર હવે બધી બાજુથી ઉઘાડું પડી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong