UKની સડકો પર દિકરી વામિકા સાથે જોવા મળી અનુષ્કા, તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હંમેશાં એક યા બીજા કારણોસર હેડલાઇન્સમાં રહે છે. અનુષ્કા હાલમાં પતિ વિરાટ કોહલી સાથે યુકેમાં છે. અનુષ્કા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં તે તેની પુત્રી વામિકા સાથે ફરવા નિકળી હતી. અનુષ્કા વામિકાને લઈને યુકેની બજારોમાં ફરતી જોવા મળી હતી. અનુષ્કા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે.

તસવીરોમાં જોઈ શકાય છે કે, અનુષ્કા શર્મા બ્રાઉન રંગનો મોટો કોટ પહેર્યો છે, જેમાં તેણે વાળમાં પોનીટેલ બનાવી છે. જોકે, તસવીરોમાં વામિકાનો ચહેરો દેખાઈ રહ્યો નથી. તેની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ઉપરાંત, તેના ચાહકો તેનો પ્રતિસાદ આપી રહ્યા છે. હજારો લોકોએ આ વિડિયોને અત્યાર સુધી પસંદ કર્યો છે. લોકો વામિકાની ઝલક મેળવવા તલપાપડ છે. જોકે, વિરાટ અને અનિશ્કા તેમને દુનિયાની સામે લાવવા માંગતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Fanpage 🇮🇳 (@itsviratkohlii)

આ મહિનાની શરૂઆતમાં, અનુષ્કા વિરાટ કોહલી સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઈનલ માટે સાઉધમ્પ્ટન ગઈ હતી. તે તેના પ્રશંસકોની ખુશી માટે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ સક્રિય છે અને યુકેમાં વિતાવેલી પ્રત્યેક ક્ષણને ચાહકો સાથે શેર કરી રહી છે.

સોમવારે અનુષ્કાએ વિરાટ સાથેની એક તસવીર તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તે તસ્વીર એક રેસ્ટોરન્ટની હતી, જ્યાં બંને સવારના નાસ્તામાં જોવા મળ્યા હતા. તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, “જ્યારે તમને ઝડપથી નાસ્તો મળી જાય છે ત્યારે તમે જીત મેળવ્યાનો અનુભવ કરો છો.” જ્યારે તસવીરમાં વિરાટ કપ બતાવતા નજરે પડ્યો હતો, ત્યારે અનુષ્કા કંઈક ખાતી જોવા મળી હતી.

નોધનિય છે કેઅભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જૂનનાં પહેલા અઠવાડિયામાં તેમની પુત્રી વામિકા સાથે લંડન ગયા હતા. અનુષ્કા એરપોર્ટ પર પોતાની પુત્રીને પાપારાઝીથી બચાવતી જોવા મળી હતી. ત્રણેય વિરાટની ટુર્નામેન્ટ માટે યુકે જઈ રહ્યા હતા અને તે તેમની પુત્રીની પહેલી આંતરરાષ્ટ્રીય યાત્રા હતી. પ્રવાસ દરમિયાન અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સુંદર તસવીરો શેર કરી હતી.

વિરાટે વામિકા વિશે આ કહ્યું હતું

થોડા સમય પહેલા વિરાટ કોહલીએ એક જ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ સેશન કર્યું હતું. આ દરમિયાન એક યુઝરે પૂછ્યું હતું કે તેણે તેની દીકરીને સોશિયલ મીડિયાથી કેમ દૂર રાખી છે. આ અંગે તેમણે કહ્યું હતું કે, “એક દંપતી તરીકે અમે અમારી પુત્રીને સોશિયલ મીડિયા વિશે યોગ્ય રીતે જાણ ન થાય ત્યાં સુધી તેને સોશિયલ મીડિયાથી દૂર રાખવાનું નક્કી કર્યું છે.” તેણે કહ્યું હતું કે તે પોતે જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong