પોટેટો ચીઝ પનીર રોસ્ટિ – હોટલમાં મળતી આ વાનગી હવે બનશે તમારા રસોડે…

આ રેસીપી કૉંટીન્ટલ ફૂડ છે પણ આની રેસિપી ખુબજ સરળ છે આ ડીશ બહુ ઓછી હોટલ મા મળે છે પણ આપડે ઘરે ભી બનાવી શક્યે છે આમ પોટેટો લેવા મા આવે છે એ ભી કાચા તેનું છીણ કરાવ મા આવે છે આને નોનસ્ટિક પેન ધીમે તાપે બનાવા મા આવે છે આ ચટણી, દહીં એન્ડ સોસ સાથે સર્વ કરવા મા આવે છે આ ડીશ સૂપ સાથે સર્વ કરવા મા આવે છે તેને સ્ટાર્ટર મા ઉપયોગ થાઈ છે આ ગરમ ખાવા ની મઝા આવે છે

સામગ્રી

  • 3 પોટેટો ( છીણ )
  • 1 કપ પનીર ( છીણ )
  • 1/2 કપ ચીઝ (છીણ )
  • 1 સ્પૂન મરચું પેસ્ટ
  • 1/2 સ્પૂન મરી પાવડર
  • 1 સ્પૂન મીઠુ
  • 2 સ્પૂન કોર્ન ફ્લોર
  • 2 સ્પૂન ટોસ્ટ ભૂકો
  • 1 સ્પૂન મિક્સ તલ
  • 1 સ્પૂન કોથમીર
  • 2 સ્પૂન બટર

રીત

3 વસ્તુ છીણી લો મોટી સાઈઝ મા જેથી પ્રોપર દેખાઈ

હવે એક બોઉલ લો તેમાં પોટેટો, ચીઝ, પનીર લો તેને હળવા હાથ મિક્સ કરો

હવે તેને અંદર મરી, મરચું મીઠુ તલ કોર્ન ફ્લોર એન્ડ ટોસ્ટ ભૂકો નાખો મિક્સ કરો 1મિનિટ સુધી

હવે એક પેન લો તેના પર બટર લગાવો

હવે જે પોટેટો મિક્સર છે હાથ મદદ થી ગોળાકાર આકાર આપો બને ત્યાં સુધી

હવે તેના 4 મિનિટ માટે થવા દો

હવે બીજી સાઇડ ફેરવો તેને પર બટર લગાવો તેને ક્રિસ્પી થવા દો બને સાઈડ

હવે એક પ્લેટ મા લઈ લો તેને દહીં, ચટણી ઓર સોસ સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.