શું તમે જાણો છો વિશ્વના આ 2 દેશો વિશે? જે વિશ્વને વેંચી ચુક્યા છે અબજો ડોલરના હથિયારો

વિશ્વભરમાં હથિયાર વેંચવાના મામલે ગયા વર્ષે અમેરિકા અને ચીન દેશ પહેલાની જેમ જ મોખરાનાં સ્થાને રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી) એ તેની તાજેતરની રિપોર્ટમાં જણાવ્યું હતુ કે હથિયાર વેંચનાર 25 મોટી કંપનીઓમાં પ્રથમ વખત મધ્ય – પૂર્વના દેશ યુએઈની ઉપસ્તીથી નોંધાઇ છે.

image source

સ્વીડનની સંશોધન સંસ્થા સિપરીના આ અહેવાલ અનુસાર અમેરિકાની હથિયાર નિર્માણ કરતી કંપનીઓએ વર્ષ 2019 માં આખા વિશ્વમાં 61 ટકા હથિયારો વેંચ્યા હતા જ્યારે ચીને 15.7 ટકા હથિયારો વેંચ્યા હતાં. વિશ્વની ટોચની 25 હથિયાર કંપનીઓનું કુલ વેંચાણ 2019 માં 8.5 વધ્યું હતું. સરળ ભાષામાં કહીએ તો તેનો આ વેપાર 361 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે આ આંકડો સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોના વાર્ષિક બજેટથી 50 ગણું વધારે છે.

image source

અહેવાલ મુજબ વિશ્વની ટોચની 10 હથિયાર બનાવતી કંપનીમાં અમેરિકાની પાંચ અને ચીનની ચાર કંપનીઓનો સમાવેશ થાય છે. જેમાં સાતમા ક્રમે બ્રિટનની કંપની બીએઇ સિસ્ટમ પણ છે. જ્યારે હથિયાર બનાવતી વિશ્વની 25 ટોચની કંપનીમાં 12 કંપનીઓ અમેરિકાની છે. સિપરીના વરિષ્ઠ સંશોધનકર્તા નાન તિયાનના કહેવા મુજબ ચીનની હથિયાર કંપનીઓ પીપુલ્સ લિબ્રેશન આર્મી (ચીની સેના) ના આધુનિકીકરણ અભિયાયનો ફાયદો મેળવી રહી છે.

ચીને 56.7 અબજ ડોલરના હથિયારો વેંચ્યા

image source

હથિયાર વેંચતી ટોપ 10 કંપનીમાં અમેરિકાની લોકહિડ માર્ટિન, બોઇંગ, નોર્થોરૂપ ગ્રુપમેન, રેથીયોન, જનરલ ડાયનામિક્સનો સમાવેશ થાય છે. આ શ્રેણીમાં ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇના, ચીન ઈલેક્ટ્રોનિકસ ટેકનોલોજી ગ્રૂપ કોર્પોરેશન, ચીન નોર્થ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ કોર્પોરેશન તથા ચીન સાઉથ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. ગત વર્ષે 16 ટકા આસપાસ હથિયારોના વેંચાણ સાથે ચીન બીજા સ્થાને રહ્યું. તેણે કુલ 56.7 અબજ ડોલરનો હથિયારનો કારોબાર કર્યો હતો.

હથિયાર કલબમાં મધ્ય પૂર્વ પણ શામેલ

image source

પહેલી વખત મધ્ય પૂર્વની એક હથિયાર કંપનીએ પણ હથિયાર વેંચતી ટોપ 25 કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે. સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) ની કંપની આ લિસ્ટમાં 22 માં સ્થાને છે. જ્યારે સૌથી વધુ હથિયાર વેંચાણ કરતી કંપનીઓમાં યુએઈની આ કંપનીનો ભાગ માત્ર 1.3 ટકા જેટલો જ છે. ભારતને રાફેલ વિમાન વેંચનાર ફ્રાંસની કંપની દાસોં એવિએશન ગ્રૂપએ પણ પ્રથમ વખત ટોચની 25 કંપનીમાં સ્થાન મેળવ્યું છે.

ચીની હુમલાઓનો જવાબ આપશે તાઇવાનની રડાર સિસ્ટમ

તાઇવાનની લાંબા અંતરની રડાર સિસ્ટમ ચીનના કોઈપણ સંભવિત હુમલાનો જવાબ આપી શકવા માટે સક્ષમ છે. આ રડાર સિસ્ટમ બેલેસ્ટિક મિસાઈલો અને યુદ્ધ વિમાનોની પ્રારંભિક ચેતવણી આપે છે જે સ્વશાસિત ટાપુ અને અમેરિકા માટે અગત્યનું છે.

image source

વળી, આ સિસ્ટમ ચીન સાથેના ખાટાં સંબંધોમાં પણ તેને ઉપયોગી નીવડી શકે તેમ છે. અમેરિકન કંપની રેથીયોન દ્વારા 1.4 અબજ ડોલરમાં વિકસિત કરવામાં આવેલી આ એરિયર વોર્નિંગ સિસ્ટમ લેશાનમાં 2600 મીટરની ઊંચાઈ પર હૈસિંચુ કાઉન્ટી પર સ્થિત છે અને 5000 કિલોમીટર દૂરથી લોન્ચ કરાયેલી મિસાઈલની ચેતવણી આપી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ