પતિને આતંકવાદી અને પાકિસ્તાની કહેવા પર ઉર્મિલા માતોંડકરે થઇ દુખી, અને ઇમોશનલ થતા કહ્યું કે…

અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હાલ ફિલ્મોમાં એક્ટિવ નથી પરંતુ તે સોશિયલ મીડિયા પરના તેના નિવેદનો અને રાજકારણમાં પ્રવેશને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. તેવામાં તાજેતરમાં અભિનેત્રીએ એક મુલાકાત દરમિયાન ટ્રોલર્સને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ઉર્મિલાના લગ્ન બાદ તેની ધાર્મિક ઓળખને લઈને અભિનેત્રીને નિશાન બનાવવામાં આવી હતી.

image source

ઉર્મિલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેના પતિ મોહસીન અખ્તર અને તેના પરિવાર વિશે ટ્રોલર્સે કરેલી વાત વિશે જાણકારી આપી હતી. તેણે કહ્યું હતું કે કેટલાક તોફાની તત્વોએ વિકિપીડિયા પર વારંવાર સંપાદન કર્યું હતું કે તેણે કાશ્મીરી ઉદ્યોગપતિ અને મોડેલ મોહસીન અખ્તર મીર સાથે લગ્ન કરવા વર્ષ 2016માં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. આટલું જ નહીં તેમાં તેના માતાપિતાના નામ પણ બદલી દેવાયા હતા

image soucre

બોલિવૂડમાંથી હવે રાજકારણમાં પ્રવેશ કરનાર ઉર્મિલા માતોંડકરે એક મુલાકાત દરમિયાન વાતચીતમાં કહ્યું હતું કે તે મોહસીન ખાન અને તેના પરિવારને ટ્રોલ કરવા અંગે તે તૈયાર ન હતી. અભિનેત્રીએ કહ્યું કે ટ્રોલર્સે તેના પતિ મોહસીનને આતંકવાદી અને પાકિસ્તાની કહ્યો હતો. આ તકે તેણે એમ પણ કહ્યું હતું કે ટ્રોલર્સે બધી જ લિમિટ ક્રોસ કરી વિકિપીડિયા પેજ સાથે છેડછાડ કરી અને તેના માતાપિતાનું નામ બદલીને ત્યાં રૂખસના અહેમદ અને શિવેન્દ્ર સિંહ કરી દીધું હતું. જ્યારે ઉર્મિલાના પિતાનું નામ શ્રીકાંત માતોંડકર અને માતાનું નામ સુનિતા માતોંડકર છે.

image soucre

આ વાતચીતમાં ઉર્મિલાએ તેના પતિ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેના પતિ માત્ર મુસ્લિમ જ નહીં પરંતુ કાશ્મીરી મુસ્લિમ છે. તે બંને પોતાના સંબંધિત ધર્મોનું સમાન રીતે પાલન કરે છે. તેવામાં લોકોએ તેને, તેના પતિ અને તેના પરિવારને ટ્રોલ કરવાનું પ્લેટફોર્મ બનાવ્યું તે વાતથી તે આહત થઈ હતી.

image source

ઉર્મિલાએ મોહસિન સાથે વર્ષ 2016ના માર્ચ મહિનામાં અંગત લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તે સમયે તેમના લગ્નની ખૂબ ચર્ચાઓ થઈ હતી. ફિલ્મોની વાત કરીએ તો બોલિવૂડમાં ફિલ્મ માસૂમમાં બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કરનાર ઉર્મિલાએ રંગીલા, જુદાઈ, ભૂત જેવી સુપરહીટ ફિલ્મો કરી છે. છેલ્લા ઘણા સમયથી તે બોલિવૂડથી દૂર છે અને રાજકારણમાં સક્રિય થઈ છે. તેણે અગાઉ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી પરંતુ તાજેતરમાં જ તે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શિવસેના સાથે જોડાઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ