હેલિકોપ્ટર દુર્ઘટનામાં ફ્રાન્સના અબજપતિ રાજનેતા ઓલિવિયર દસોલ્ટનું મોત, ઓલિવિયર વાયુ સેનામાં કમાન્ડર તરીકે આપી ચુક્યા હતા સેવા

ફ્રાંસના એક અરબપતિનું એક દુર્ઘટનામાં નિધન થયું છે. ફ્રાંસના અરબપતિ ઓલિવિયર દસોલ્ટનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. દસોલ્ટના મોત પર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોએ શોક વ્યક્ત કર્યો હતો. જણાવી દઈએ કે દસોલ્ટ ફ્રાંસની સંસદના સભ્ય પણ હતા.

image source

ફ્રાંસીસી ઉદ્યોગપતિ અને અરબોની સંપત્તિના માલિક સર્જ દસોલ્ટના સૌથી મોટા દીકરા ઓલિવિયર દસોલ્ટની ઉંમર 69 વર્ષની હતી. તેમની કંપની રાફેલ ફાઈટર પ્લેન પણ બનાવતી હતી. જો કે રાજકીય ટકરાવ અને હિતોના રક્ષણ માટે તેમણે પોતાનું નામ પરત લીધું હતું.

image source

મહત્વપૂર્ણ છે કે અબજોની સંપત્તિના કારણે વર્ષ 2020ની ફોર્બ્સની સૌથી અમીર લોકોની યાદીમાં દસોલ્ટ પોતાના બે ભાઈ અને બહેન સાથે 361માં સ્થાને રહ્યા હતા. તેમના નિધન અંગે મળતી જાણકારી અનુસાર રવિવારે જ્યારે દસોલ્ટ પોતાના અંગત હેલિકોપ્ટરથી ઉડાન ભરી હતી ત્યારે નોર્મંડી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેઓ વેકેશન મનાવવા ગયા હતા.

image source

દસોલ્ટના નિધન પર પ્રેસિડેંટ મેક્રોએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો. તેણે ટ્વીટર પર લખ્યું છે કે “ ઓલિવિયર દસોલ્ટ ફ્રાંસને ખૂબ પ્રેમ કરતાં હતા. તેમણે ઉદ્યોગ, નેતા, વાયુ સેનાના કમાંડર તરીકે દેશની સેવા કરી છે. તેમનું આકસ્મિક નિધન એક મોટી ક્ષતિ છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. “

69 વર્ષીય દસોલ્ટ ફ્રાંસના અબજોપતિ ઉદ્યોગપતિ સર્જ દસોલ્ટના મોટા દીકરા હતા. જેમની કંપની યુદ્ધ વિમાનોની સાથે ફિગારો નામનું એક અખબાર પણ ચલાવે છે. આ સિવાય તેઓ વર્ષ 2002થી લેસ રિપબ્લિક પાર્ટીના સભ્ય પણ હતા. તેમના દાદા પણ એક પ્રખ્યાત વિમાન એન્જિનિયર અને પ્રતિષ્ઠિત શોધકાર હતા. તેમણે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાંસીસી વિમાનોમાં ઉપયોગમાં લેવાતા એક પ્રોપેલર બનાવ્યું હતું જે આજે પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

image source

દસોલ્ટ વેકેશન મનાવી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેમનું અંગત હેલિકોપ્ટર નોર્મંડી કોઈ કારણોસર ક્રેશ થયું અને જેમાં હેલિકોપ્ટરના પાયલટ સહિત દસોલ્ટનું પણ મોત નીપજ્યું હતું.

image source

તેઓ સંસદમાં ફ્રાંસના ઓઈસ એરિયાનું પ્રતિનિધિત્વ કરતાં હતા. રિપબ્લિકન પાર્ટીના સંસદ દસોલ્ટની સંપત્તિ અંદાજે 7.3 અરબ અમેરિકી ડોલર જેટલી છે. આ દુર્ઘટનાથી સમગ્ર ફ્રાંસમાં લોકોમાં શોકની લાગણી ફરી વળી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!