મહિલા દિનઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહે પાઠવી શુભેચ્છા, PM મોદીએ કહેલી આ વાત જાણીને દરેક મહિલાઓ થઇ જશે ખુશ-ખુશ

મહિલા દિનઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિત શાહે પાઠવી શુભેચ્છા, PM નું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓ કરશે હેન્ડલ

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે નારી શક્તિને શુભકામના પાઠવી છે. જ્યારે મહિલા દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે જેમણે અલગ-અલગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કર્યું છે. આજે 8 માર્ચે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે જાણો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ નરેન્દ્ર મોદી સહિતની હસ્તિઓએ શું કહ્યું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ – રામનાથ કોવિંદ

આ દિવસ એક સારા સમાજ, રાષ્ટ્ર અને અને દુનિયાના નિર્માણમાં મહિલાઓના અથાગ પ્રયત્નો અને મહત્વપૂર્ણ ભૂમિકાની ઉજવણી કરવાની તક મળે છે. ચાલ આપણે બધી મહિલાઓની સુરક્ષા અને સન્માનને સુરક્ષિત કરવાની પ્રતિજ્ઞા લઇએ. આ ખાસ પ્રસંગ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તિઓએ મહિલા દિવસની શુભેચ્છા પાઠવી છે.

રામનાથ કોવિદે કહ્યું, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભકામનાઓ, અમારા દેશમાં મહિલાઓ અને ક્ષેત્રોની ઉપલબ્ધિઓને નવી કીર્તીમાન સ્થાપિત કરી છે. આવો આજના દિવસે આપણે બધા મહિલાઓ તથા પુરુષોની વચ્ચે અસમાનતા સંપૂર્ણ રીતે સમાપ્ત કરીને સામૂહિક સંકલ્પ લો.’

ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર ગર્વ કરે છે- પીએમ

ત્યારે પીએમ મોદીએ કહ્યું, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર અમારી નારી શક્તિને સલામ! ભારત આપણા રાષ્ટ્રની મહિલાઓની અનેક ઉપલબ્ધિઓ પર ગર્વ કરે છે. અનેક ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણને આગળ વધારવા માટે કામ કરવાનો અવસર અમારી સરકારને મળ્યો છે તે સન્માનની વાત છે.
અમારી સરકાર જીવનના દેરક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ માટે ઉંડાઈથી પ્રતિબદ્ધ છે- રાજનાથ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર હું વાસ્તવમાં આ મહાન રાષ્ટ્રના પાયને મજબૂત કરવા માટે ભારતની નારી શક્તિની ભૂમિકાને બિરદાવુ છું. પીએમ મોદીના નેતૃત્વમાં અમારી સરકાર જીવનના દેરક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ માટે ઉંડાઈથી પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે આજે મહિલા ભારતની સુરક્ષા અને રક્ષા વાસ્તુકલાનો એક વિભિન્ન ભાગ બની ગયુ છે. આ પ્રકારના સશક્તિકરણના હેતુથી એક એવો માહોલ તૈયાર કરવાનો છે જ્યાં મહિલાઓ કોઈ પણ વ્યવસાય, કારકિર્દીને આગળ વધારવા માટે સ્વતંત્ર, સુરક્ષિત અનુભવે.

શક્તિ સ્વરુપા નારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા

મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહે કહ્યું કે નારી જ સૃષ્ટિ છે. નારી જ શક્તિ છે. નારી જ સન્માન છે. ઘરનું અભિમાન છે અને નારી જ હર્ષ છે. મનનો ઉત્કર્ષ છે. આમને સંપુર્ણ માન આપો, હૃદયથી પ્રણામ કરો. નારી પ્રગતિ તથા ઉન્નતિમાં સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ છે. શક્તિ સ્વરુપા નારીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છા.

રાજ્યવાસીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ

યુપીના સીએમ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરી કહ્યું, રાજ્યવાસીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઉત્તર પ્રદેશની પ્રગિતમાં માતૃશક્તિની ભાગીદારી અવિસ્મરણીય તથા મહત્વપૂર્ણ છે. આવો આપણે માતૃશક્તિના સન્માન, સુરક્ષા તથા સશક્તિકરણ હેતુ સમાન અવસર ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કરીએ.

નારી શક્તિને મારા પ્રણામ

સીએમ કેજરીવાલે કહ્યું દુનિયામાં દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાની ઝાંખી કરાવનાર મહિલા શક્તિની મહાનતા, ઉપલબ્ધિ અને યોગદાનને મારા નમન તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ.

નારીએ પૂરા દેશને ગૌરવાન્વિત કર્યા છે.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે ,‘यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता:। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।। આંતરરાષ્ટ્રીય દિવસ પર તમામ માતા, બહેનોને હાર્દિક શુભકામનાઓ, આપણી નારી શક્તિએ દરેક ક્ષેત્રમાં પોતાની અદ્ભૂત પ્રતિભા તથા પરિશ્રમથી પૂરા દેશને ગૌરવાન્વિત કર્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!