ગ્રીલ્ડ પિઝા સેંડવીચ – ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ બધાની પસંદીદા છે

ખૂબજ સરળ નાસ્તા તરીકે બનાવવામાં આવતી સેંડવીચ બધાની પસંદીદા છે. કેમકે દરેક સેંડવીચ અન્ય નાસ્તાઓ કરતા બનાવવામાં ખુબજ સરળ અને ઝડપી છે. સામાન્ય રીતે ઘરના જ રસોડામાંથી મળી જતી સામગ્રીમાંથી બની જતી હોય છે. બાળકોને નાસ્તા બોક્ષમાં આપવા માટે પણ ખૂબજ અનુકુળ રહે છે. વ્હાઇટ બ્રેડ, મલ્ટી ગ્રેઈન બ્રેડ કે વ્હિટ બ્રેડ… વગેરે બધી બ્રેડમાંથી સેંડવીચ બનાવવામાં આવે છે.

અહીં હું ગ્રીલ્ડ પિઝા સેંડવીચ ની રેસીપી આપી રહી છું. જેમાં ઘરે જ બનાવેલો ટમેટામાંથી બનાવેલ પિઝા સોસ આસેંડવીચને ખૂબજ સ્વાદિષ્ટ બનાવે છે. સાથે ચીઝ, બટર, ઓનિયન અને પિઝા માટેના તેમાં ઉમેરેલા સ્પાઇસ પિઝાના ટેસ્ટ સાથે ગ્રીલમાં તેને ટોસ્ટ કરતી વખતેની તેની અરોમાને ખૂબજ એનહાન્સ કરે છે. જેથી આ પીઝા બધાને વધારે ટેસ્ટી લાગે છે.

આ સેંડવીચ બર્થડે પાર્ટી, કીટી પાર્ટી કે ઘરે આવેલા ગેસ્ટને ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય છે. સાંજના નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે. અગાઉ સેંડવીચ રેડી કરી જરુર મુજબ ગ્રીલરમાં ટોસ્ટ કરી ગરમા ગરમ સર્વ કરી શકાય.

તો તમે પણ મારી આ રેસિપિ ફોલો કરીને આ સ્વાદિષ્ટ ગ્રીલ્ડ પિઝા સેંડવીચ ચોક્કસથી બનાવાજો.

ગ્રીલ્ડ પિઝા સેંડવીચ બનાવવા માટેની સામગ્રી :

 • 10 વ્હાઈટ બ્રેડ –મેં અહીં વ્હાઈટ બ્રેડ નો ઉપયોગ કર્યો છે
 • 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ગાજર
 • 3 ટેબલ સ્પુન સ્વીટ કોર્ન
 • 1 મોટી ઓનિયન બારીક કાપેલી
 • 1 લીલુ મોટું મરચુ બારીક કાપેલુ
 • ½ મોટું કેપ્સીકમ બારીક કાપેલું
 • સ્વાદ મુજબ સોલ્ટ
 • ½ ટી સ્પુન પીઝા મિક્ષ
 • ½ ટી સ્પુન મરી પાવડર
 • 1 ક્યુબ ચીઝ

પિઝા સોસ બનાવવા માટેની સામગ્રી :

 • 3 મોટા ટમેટાને મોટા કાપી લેવા
 • 3-4 લસણની ફોલેલી કળી
 • જરુર મુજબ સોલ્ટ
 • 1 ટી સ્પુન લાલ મરચુ પાવડર
 • 1 ટેબલ સ્પુન ટોમેટો સોસ
 • ગ્રીન ચટણી જરુર મુજબ
 • 3-4 મોટા ચમચા ફ્રેશ બટર
 • 1 ટી સ્પુન પીઝા મિક્ષ અથવા મિક્ષ હર્બ અને રેડ ચીલી ફ્લેક્ષ

પિઝા સોસ બનાવવા માટેની સામગ્રી અને રીત :

સૌ પ્રથમ કાપેલા 3 ટમેટા અને 3-4 લસણની કળીઓને ગ્રીઈંડ કરી લ્યો. એક બાઉલમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

હવે એક પેનમાં 1 ટેબલ સ્પુન ઓઇલ (ઑલિવ ઓઇલ લઈ શકાય) ગરમ મૂકો. ઓઇલ ગરમ થાય એટલે તેમાં આ લસણ-ટમેટાની પુરી ઉમેરી દ્યો. જરા મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં લાલ મરચુ પાવડર અને સ્વાદ મુજબ સોલ્ટ ઉમેરી મિક્સ કરી લ્યો. લાલ મરચુના બદલે તેમાં રેડ ચીલી ફ્લેક્ષ પણ ઉમેરી શકાય છે.

મિડિયમ ફ્લૈમ પર કૂક કરો. કૂક થઈ બબલ થવા લાગે એટલે તેમાં 1 ટેબલ સ્પુન સોસ ઉમેરી મીક્ષ કરી લ્યો. 1-2 મિનિટ કૂક હલાવતા જઈ કૂક કરો. ત્યારબાદ તેમાં પિઝા મિક્ષ ઉમેરો. અથવા મિક્ષ હર્બ અને ચીલી ફ્લેક્ષ મિક્ષ કરીને ઉમેરો.

1 મિનિટ કૂક કરી લ્યો. જેથી તેમાં સરસ અરોમા આવશે.

કૂક થઈ રહેલો પિઝા સોસ થીક થઈ જાય એટલે ફ્લૈમ બંધ કરીને એક બાઉલમાં ટ્રાંસ્ફર કરી લ્યો.

હવે આ પિઝા સોસ બ્રેડ પર લગાડવા માટે રેડી છે.

પિઝા સ્ટ્ફીંગ :

એક બાઉલ લઈ તેમાં 3 ટેબલ સ્પુન બારીક કાપેલા ગાજર, 3 ટેબલ સ્પુન સ્વીટ કોર્ન, 1 લીલુ મોટું મરચુ બારીક કાપેલુ, ½ મોટું કેપ્સીકમ બારીક કાપેલું અને 1 મોટી બારીક કાપેલી ઓનિયન ઉમેરો. મિક્ષ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ મુજબ સોલ્ટ, ½ ટી સ્પુન પીઝા મિક્ષ, ½ ટી સ્પુન મરી પાવડર ઉમેરી મિક્ષ કરી લ્યો.

ત્યારબાદ તેમાં એક 1 ક્યુબ ચીઝ ખમણીને ઉમેરો. અને સ્પુન વડે હલકા હાથે સ્પુન વડે મિક્ષ કરી લ્યો.

હવે ગ્રીલ્ડ પીઝા સેંડવીચ બનાવવા માટે પિઝા સોસ, ગ્રીનચટણી અને સપાયસી મિક્ષ વેજીટેબલ રેડી છે.

ગ્રીલ્ડ પીઝા સેંડવીચ બનાવવાની રીત :

સૌ પ્રથમ બધી બ્રેડની સાઇડ્સ કાપી લ્યો.

હવે સાઇડ્સ કાપેલી એક બ્રેડ લઈ તેના પર ઓલ ઓવર બટર સ્પ્રેડ કરો.

તેના પર બનાવેલો પિઝા સોસનું થોડું થીક લેયર કરી સ્પ્રેડ કરો.

હવે તેના પર મિક્ષ કરેલા સ્પાયસી વેજીટેબલ ઓલ ઓવર મૂકો.

હવે તેના પર તમારા ટેસ્ટ મુજબ ચીઝ ખમણી લ્યો.

હવે બીજી એક બ્રેડની એક સ્લાઈઝ લઈ તેના પર ફ્રેશ ગ્રીન ચટણી સ્પ્રેડ કરી લ્યો. (સેંડ્વીચ હોવાથી ગ્રીન ચટણી લગાવી છે).

હવે એ સ્લાઇઝથી તૈયાર કરેલી બ્રેડ કવર કરી દ્યો. હાથથી જરા પ્રેસ કરી લ્યો. જેથી અંદર થી બરાબર સેટ થઈ જાય.

હવે ઉપરની અને નીચેની બન્ને સાઇડની સ્લાઇઝ પર બટર સ્પ્રેડ કરી લ્યો.

આ પ્રમાણે બધી પિઝા સેંડવીચ રેડી કરી લ્યો.

હવે ગ્રીલ સેંડવીચ મેકર પ્રીહીટ કરી લ્યો.

તેમાં બે સેંડવીચ બાજુ બાજુમાં મૂકીને ટોસ્ટ કરી લ્યો.

સરસ ક્રંચી – ક્રીસ્પ ગ્રીલ થઈ જાય એટલે ગ્રીલ્ડપીઝા સેંડવીચ પ્લેટમાં ટ્રાંસફર કરો.

બાકીની બધી પિઝા સેંદવીચ પણ એ રીતે ગ્રીલ કરી લ્યો.

તો હવે રેડી છે સર્વ કરવા માટે સરસ ક્રંચી અને ક્રીસ્પી ટેસ્ટી ગરમા ગરમ ગ્રીલ્ડ પિઝા સેંડવીચ…..

એક સર્વિંગ પ્લેટ માં ગ્રીલ્ડ પિઝા સેંડ્વીચ સર્વ કરી ઉપરથી ચીઝ ખમણી લ્યો. સેંડવીચ ગરમ હોવાથી ચીઝ મેલ્ટ સરસ થઈ જશે.

પીઝા સોસ અને કેપ્સિકમની સ્લાઇઝથી ગાર્નીશ કરો.

સોસ સાથે સર્વ કરો. બધાને ચોક્કસથી ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.