વાંચો આ 95 વર્ષના અમદાવાદી દાદા વિશે, કે જેમને ICUમાં રહી માત્ર 6 દિવસમાં કોરોનાને આપી છે માત

અમદાવાદમાં ચમત્કાર : 95 વર્ષના વૃદ્ધે, માત્ર 6 દિવસમાં કોરોનાને ICUમાં હરાવ્યો

કોરોના મહામારી અને એનું સંક્રમણ અત્યારે આખાય વિશ્વમાં ચરમસીમા પર છે, આવા સમયે લોકોનો અસરગ્રસ્ત થવા સાથે જ રીકવરી રેટ પણ વધી રહ્યો છે. તો બીજ તરફ આ સંક્રમણ અટકવાનું જરાય નામ નથી લઇ રહ્યો, આખાય વિશ્વમાં રોજ હજારોની સંખ્યામાં લોકો ટપોટપ મૃત્યુ પણ પામી રહ્યા છે.

image source

જો કે લોકો કોરોનામાં એટલા ડરી ગયા છે કે, અનેક લોકો તો કોરોના સંક્રમણ થઇ જાય તો જ હિમ્મત હારી જાય છે. આવા સમયે અમદાવાદના એક 95 વર્ષિય વૃદ્ધે સકારાત્મકતા અને હિમ્મતનું ઉદાહરણ ઉભું કર્યું છે. આ વૃદ્ધે આ મહામારી વિરુદ્ધ પોતાની હિંમતને હથિયાર બનાવી અને ICUમાં રહીને પણ માત્ર 6 દિવસમાં કોરોનાને મ્હાત આપી દીધી છે. હાલ એ ઘરે પરત ફર્યા છે.

image source

અમદાવાદમાં રહેતા વૃદ્ધ વિષ્ણુ ભાઈનો રીપોર્ટ કોરોના પોજીટીવ આવતા એમને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. એમની ઉમર હાલમાં 95 વર્ષની છે. જો કે અચાનક વિષ્ણુ પંડ્યાને એક સપ્તાહ પહેલા શ્વાસની તકલીફ થઇ હતી અને એમના પૌત્ર દિપકે એમને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. રીપોર્ટ પોજીટીવ આવતા એમની ઉમર અને સ્થિતિને જોઈ ડોક્ટરે એમને કોવિડ કેર હોસ્પિટલના આઇસીયુમાં શિફ્ટ કર્યા હતા. અહીં સતત તેમની સારવાર ચાલી અને રોજે રોજ એમની સ્થિતિમાં સુધાર જોવા મળ્યા હતા.

image source

આ હોસ્પિટલના ડિરેક્ટર ડો. સ્વાગત શાહે મીડિયાને કહ્યું કે વૃદ્ધને ભરતી કરવામાં આવ્યા, ત્યારે તેમનું ઓક્સિજન લેવલ ખુબ જ ડાઉન હતું. એ હદે સ્થિતિ ગંભીર હતી કે એમને દર મિનિટે 25થી 30 લીટર ઓક્સિજન આપવામાં આપવી પડી હતી. જો કે વૃદ્ધ સીઓપીડી અને યુનિનેરી સમસ્યાથી પણ પરેશાન હતા.

image source

આ પહેલા પણ તેમનું એક ઓપરેશન થઇ ચૂક્યું છે. એટલી ગંભીર સ્થિતિઓ હોવા છતાં એમણે કોરોનાને પછાડી દીધો છે. એમની રિકવરીનો રેટ દરેક માટે આશાની કિરણ બની રહ્યો છે. હવે તેઓ સપૂર્ણ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. એમની આ લડતમાં મજબુત ઈચ્છા શક્તિ અને પોજીટીવ વિચાર એમના શસ્ત્રો રહ્યા છે.

image source

વિષ્ણુ પંડ્યા જ્યારે સાજા થઈને પોતાને ઘરે પહોંચ્યા ત્યારે લોકોએ તાળી વગાડીને તેમજ ફૂલોથી એમનું સ્વાગત પણ કર્યું હતું. આ વૃદ્ધના 28 વર્ષના પૌત્ર દિપક પંડ્યાએ કહ્યું હતું કે મારા દાદાજીને અનેક સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ છે. એમની સ્થિતિ જોઇને અમે તો હાર માની જ લીધી હતી. પણ દાદાજીની મજબુત ઇચ્છા શક્તિએ એમને ફરીથી ઉભા કર્યા છે. આ અગાઉ પણ દાદાજીની બે સર્જરી થઇ ચુકી છે.

મળતી માહિતી મુજબ વિષ્ણુ ભાઈ હોસ્પીટલમાં પણ ધાર્મિક ચેનલો જોતા હતા અને બધા સાથે ખુબ જ સારી રીતે વર્તતા હતા. એમને જોઇને જરાય એવું નહતું લાગતું કે તેમને કોરોના છે. તેઓ વારંવાર હોસ્પીટલના સ્ટાફને પણ કહેતા હતા કે તેઓ ટૂંક સમયમાં જ સાજા થઇ જશે અને ઘરે પાછા ફરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ