બ્યૂટી પાર્લરમાં ગયા વગર આ રીતે ઘરે જ કરો પેડિક્યોર, નહિં ખર્ચવો પડે એક પણ રૂપિયો

હવે પેડિક્યુર માટે બ્યુટી પાર્લરને બાય બાય કહો, આ અસરકારક ઘરેલું ઉપાયોને અનુસરો.

image source

ઘરે પેડિક્યુર કેવી રીતે કરવું?

કોઈપણ સ્ત્રી માટે સુંદર ચહેરા સાથે સુંદર પગ હોવા જરૂરી છે. પગની સુંદરતા જાળવવા માટે મહિલાઓ પાર્લરમાં જઈ પેડીકયોર કરાવે છે. આજકલના વ્યસ્ત સિડ્યુલમાં પાર્લરમાં જવાનો સમય મળતો હોતો નથી, તેમજ પાર્લરમાં કેમિકલનો ઉપયોગ કરીને પેડિક્યુર કરવામાં આવે છે.

કેમિકલના અતિશય વપરાશથી ત્વચાને મોટું નુકસાન થાય છે. કેમિકલનો ઉપયોગ ન થાય તે માટે ઘરેલું ઉપાયથી પેડિક્યુર કરી શકાય છે. ચાલો આપણે જાણીએ કે ઘરે પેડિક્યુર કેવી રીતે કરવામાં આવે છે?

image source

ઘરે પેડીકયોર કરવું ખૂબ જ સરળ છે. ઘરે પેડિક્યુર કરવા માટે, હળવું ગરમ પાણી, કોટન, નેઇલ ફાઇલર, ટુવાલ, મધ, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ, કોફી, કાપેલાં લીંબુ, પ્લાસ્ટિક ટબ અને હળવું ગરમ પાણી આ બધી ઘરેલુ સામગ્રીથી એકદમ સરળતાથી ઘરે જ પેડિક્યુર કરી શકાય છે.

હળવા ગરમ પાણીમાં મીઠું અને કાપેલાં લીંબુ ઉમેરીને એ પાણીથી તમારા પગ ધોઈ લો. તમારા પગને થોડો સમય પાણીમાં રાખો, તેનાથી તમારી માંસપેશીઓને આરામ મળશે. આ પછી, તમારા નખને કાપો અને નખને ફાઇલરથી આકાર આપો. આ પછી કાપેલા લીંબુને તમારા પગ પર હળવા હાથથી લગાવો.

image source

તે પછી તમારા પગ ધોઈ લો. લીંબુનો ઉપયોગ પગના ટેનિંગને દૂર કરે છે. આ પછી, કોફી વડે પગને સ્ક્રબ કરો. સ્ક્રબિંગ પછી પગ ધોઈ લો. સ્ક્રબિંગ કર્યા પછી પગ પર હળવા હાથ વડે મધ લગાવો. પેડિક્યુરના અંતે પગ પર મૉઇશ્ચરાઇજિંગ ક્રીમ લગાવો.

પેડિક્યુર દરમિયાન નખની સફાઈ

પેડિક્યોર પહેલાં નેઇલ પોલીશને રિમુવ કરી દો. આ પછી નખને કાપી દો. નવશેકા પાણીમાં એક ચમચી ઓલિવ ઓઇલ નાંખો અને થોડા સમય માટે પગને તેમાં પલાળી રાખો. 10 મિનિટ પછી, પગને બહાર કાઢી સાફ કરી લો.

image source

મધનો ઉપયોગ

સુંદર અને કોમળ પગ જાળવવા માટે પેડીકયોર કરતી વખતે મધનો ઉપયોગ કરવો જોઈએ. મધ અને મૉઇશ્ચરાઇજિંગ ક્રીમ મિક્સ કરો અને તેને પગ પર સ્ક્રબ કરો. સ્ક્રબિંગ કર્યા પછી પગને નવશેકા પાણીથી સાફ કરો.

કોફીનો ઉપયોગ

image source

સુંદર અને સફેદ પગ માટે કોફી વડે સ્ક્રબ કરો. કોફીને નવશેકા પાણીમાં મિક્સ કરો અને તેને પગ પર હળવા હાથે સ્ક્રબ કરો. સ્ક્રબ કર્યા પછી પાણીથી પગ સાફ કરો.

ફાટેલી પગની એડીઓ માટે ઘરનું પેડીકયોર

image source

હળવા નવશેકા પાણીમાં પગ રાખીને સ્ક્રબ કરવાથી ફાટેલી એડીઓ મુલાયમ બને છે. પગની એડીઓના સ્ક્રબ માટે ખાંડ અને નાળિયેર તેલનો ઉપયોગ કરો. નાળિયેર તેલથી ફાટેલી પગની એડીઓ પણ નરમ થઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ