સુપ્રીમ કોર્ટે પત્નીને લઈ કર્યો જોરદાર આદેશ, પતિને કહ્યું-પત્ની કોઇ માલ-મિલકત કે વસ્તુ નથી, બધું જ….

તાજેતરમા સુપ્રીમ કોર્ટ પોતાના એક આદેશને લઇને ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટે હાલમાં એક આદેશ મહિલાઓ વિશે આપ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે, પત્ની કોઇ માલ મિલકત અથવા વસ્તુ નથી. તેની સાથે રહેવાની ઇચ્છા હોવા છતાં, પતિ પત્ની પર કોઇ દબાણ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિની અરજીની સુનાવણી દરમિયાન મંગળવારે આ ટિપ્પણી કરી હતી. અરજીમાં પતિએ કોર્ટને અપીલ કરી હતી કે, તેની પત્ની ફરીથી તેની સાથે રહેવા લાગે તેવો કોર્ટ આદેશ આપે.

image source

આ કેસમાં સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને હેમંત ગુપ્તાની બેંચે અરજદારને કડક શબ્દોમા કહ્યું હતુ કે, , ‘તમે શું વિચારો છો? શું પત્ની કંઈક વસ્તુ છે કે જેને અમે આવો કોઇ ઓર્ડર આપી શકીએ? કે પછી શું પત્ની કોઈ માલ મિલકત છે, કે જેને અમે તમારી સાથે જવાનો હુકમ આપી દઇએ? ‘ કોર્ટે પતિની અરજીમા કહેલા બયાન માટે ફટકાર લગાવતા કહ્યુ કે, પત્ની ચા બનાવવાનો ઇનકાર કરે છે, તો તેનો કોઇ એવો મતલબ નથી કે તે તમને હુમલો કરવા માટે ઉશ્કેરે છે.

image source

વિગતે વાત કરીએ તો, આ કેસ છે ગોરખપુરનો. અહીંની ફેમિલી કોર્ટે 1 એપ્રિલ 2019ના રોજ હિન્દુ મેરેજ એક્ટ (એચએમએ)ની કલમ 9 હેઠળ એક પુરુષના તરફેણમાં બંધારણીય હકોની પુન:સ્થાપનાનો આદેશ આપ્યો હતો. આ પછી પત્નીએ ફેમિલી કોર્ટમાં કહ્યું હતુ કે, 2013માં લગ્ન થયા હતા. ત્યારબાદ પતિએ દહેજ માટે ત્રાસ આપ્યો હતો. આવી સ્થિતિમાં તેને પતિથી અલગ રહેવાની ફરજ પડી હતી. વર્ષ 2015માં પત્નીએ કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. જે બાદ ગોરખપુરની અદાલતે પતિને પત્નીને ભરણપોષણ તરીકે દર મહિને 20 હજાર રૂપિયા આપવા માટે હુકમ કર્યો હતો.

image source

આ પછી પતિએ તેના બંધારણીય હકો બચાવવાની માંગ કરી ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ગોરખપુરની ફેમિલી કોર્ટે બીજી વાર પોતાનો આદેશ ચાલુ રાખવા જણાવ્યુ કહ્યુ હતુ. ત્યારબાદ પતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના પત્નીને ભરણપોષણના આદેશને માન્ય રાખ્યો હતો અને પતિના કેસને ફગાવી દીધો હતો. ત્યાર પછી અંતે પતિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

image source

આ કેસમા તેના બચાવમાં મહિલાએ તેના વકીલ અનુપમ મિશ્રા દ્વારા કોર્ટને કહ્યું હતું કે, પતિ ભથ્થું ચૂકવવાનું ટાળવા માટે આ બધું કરી રહ્યો છે. મંગળવારની સુનાવણી દરમિયાન અરજદારની સલાહકારે કહ્યું હતું કે, સર્વોચ્ચ અદાલતે મહિલાને તેના પતિ પાસે પાછા આવવા માટે રાજી કરવી જોઈએ. ખાસ કરીને જ્યારે ફેમિલી કોર્ટે પણ તેની પત્નીના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

image source

આ કેસને સાંભળનારી સુપ્રીમ કોર્ટની બેંચે બંધારણીય હકોના અમલ માટેની પતિની વિનંતીને નકારી દીધી હતી. તે વ્યક્તિ વતી હાજર રહેલા વકીલને કહ્યું હતુ કે, ‘તમે (તેનો પતિ) આટલા બેજવાબદાર કેવી રીતે હોઈ શકો? તે આ મહિલા સાથે માલ મિલકતની જેમ વર્તે છે. મહિલા કોઇ વસ્તુ નથી જે વાત તેને સમજવી જોઇએ. આવી સ્થિતિમાં કોઈ પણ અરજી પર કોઈ આદેશ આપવાનો સવાલ જ ઉભો થતો નથી આમ કહીને પતિએ કરેલ અરજીને ફટકાર લગાવતા બંધ કરવા નિર્ણય કર્યો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!