માર્ચ મહિનામાં આ રીતે કરો રજાઓનું પ્લાનિંગ, ફરવાની આવશે જોરદાર મજા, જાણો 8 બેસ્ટ ડેસ્ટિનેશન પ્લેસ વિશે

માર્ચનો મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિનો રજાઓથી ભરપૂર હશે. માર્ચમાં બે વખત લાંબા વિકેન્ડ આવશે જેમાં તમે સારી એવી ટ્રાવેલ ટ્રીપનું આયોજન કરી શકો છો. જો તમે 12 માર્ચની રજા લઈ શકો તો 13 અને 14 માર્ચે શનિવાર અને રવિવાર હશે. એટલે કે તમારા પાસે ચાર દિવસની રજા થશે જેમાં તમે આરામથી ટ્રાવેલ ટ્રીપ કરી શકો છો. ત્યારબાદ છેલ્લા સપ્તાહમાં હોળીના તહેવાર દરમિયાન પણ લાંબા વિકેન્ડનો લાભ મળશે. 28 મી માર્ચે હોલિકા દહન છે અને 29 મી માર્ચે હોળી છે. જ્યારે 27 મી માર્ચે શનિવાર છે. ત્યારે અમે અહીં આ આર્ટિકલમાં તમને અમુક એવા સ્થાનો વિશે જણાવીશું જ્યાં તમે ઉપરોક્ત રજાઓના સમયગાળામાં ફરવા જઈ શકો છો.

બીર બીલિંગ (હિમાચલ પ્રદેશ)

image source

જો તમારા મગજમાં એડવેન્ચર કરવાના વિચારો રમ્યા કરે છે તો તેમાં બીર બીલિંગના વિચારો પણ હોવા જ જોઈએ. માર્ચનો મહિનો આવતા જ આ જગ્યા એડવેન્ચરની હોટ સ્પોટ બની જાય છે. પેરા ગલાઈડિંગ માટે વર્ષની પ્રથમ સિઝન આ મહિને જ શરૂ થાય છે. અહીં ઊંચા પહાડો વચ્ચે સોહામણા વાતાવરણનો આનંદ તમારા જીવનનો યાદગાર અનુભવ બની રહેશે.

ઋષિકેશ (ઉત્તરાખંડ)

image source

જો તમે નેચર લવર છો તો ઋષિકેશમાં નદીઓની ગર્જના અને ગંગા ઘાટ પર સવાર સાંજ શાંત નજારો તમારા માટે બેસ્ટ અનુભવ છે. ટ્રેકિંગ, બંજી જમ્પિંગ અને રાફટિંગ માટે આ જગ્યા બહુ પ્રખ્યાત છે. અહીં આવ્યા બાદ તમે રાજાજી નેશનલ પાર્કમાં પણ ફરવા જઈ શકો છો.

કામશેત (મહારાષ્ટ્ર)

image source

કામશેત આસપાસના અનેક દ્રશ્યો અને ગામડાઓનો અદભુત નજારો અહીં આવતા પર્યટકો માટે મનમોહક બની રહે છે. તમે અહીં ટ્રેકિંગ અને ક્લાઈઈંબિંગ સિવાય પેરા ગલાઈડિંગનો લાભ પણ લઈ શકો છો.

મલશેજ ઘાટ (મહારાષ્ટ્ર)

image source

મહારાષ્ટ્રના પશ્ચિમી ઘટમાં આકર્ષક ટેકરીઓનો નજારો તમારું મન મોહી લેશે. દુર દૂરથી આવતા પક્ષીઓનો કલરવ અને લીલીછમ પ્રાકૃતિક વાદીઓ અને ખુબસુરત જળ ધોધ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.

કુર્સીંયોગ (પશ્ચિમ બંગાળ)

image source

પશ્ચિમ બંગાળમાં કુર્સીંયોગની પહાડીઓ ફૂલોની વિભિન્ન પ્રજાતિઓ, મઠો તેમજ વોટર ફોલ્સનું ઘર છે. આ જગ્યાને લેન્ડ ઓફ ઓરકીડ્સ પણ કહેવામાં આવે છે. અહીં લગભગ આખું વર્ષ સહેલાણીઓની ભીડ લાગેલી હોય છે.

ક્લીંપોન્ગ (પશ્ચિમ બંગાળ)

image source

શહેરની ભાગદોડ ભરી જિંદગીથી દૂર જો થોડા દિવસ માટે કુદરતી સૌંદર્યથી ભરપૂર શાંત જગ્યાએ રજાઓ ગાળવા ઇચ્છતા હોય તો માર્ચમાં ક્લીંપોન્ગ માટે ટ્રીપ કરી નાખો. અહીં એક્સપલોર કરવા માટે ડર્પિન મોનેસ્ટ્રી, લેપ્ચા મ્યુઝિયમ અને ડિયોલો હિલ્સ જેવી અનેક ખુબસુરત જગ્યાઓ છે.

પુડુચેરી

image source

પુડુચેરીની ખુબસુરતી અને શાંત વાતાવરણ એકદમ ફ્રેન્ચ ટાઉન જેવો અનુભવ આપે છે. પોર્ટુગલ, ફ્રેન્ચ અને ડચ સ્ટાઇલમાં બનેલી કોલોનીઓ અહીં આજે પણ જોવા મળે છે. અહીંની સી ફૂડ માર્કેટનો સ્વાદ પણ ઘણો લોકપ્રિય છે. પુડુચેરીમાં વિતાવેલ સમય તમારા માટે યાદગાર બની રહેશે.

મુન્નાર (કેરળ)

image source

મુન્નારમાં ચા ના બગીચાઓ અને પર્યટન સ્થળોને જોવા માટેનો શ્રેષ્ઠ સમય ગરમીના દિવસો જ છે. અહીંના એરાવિકુલમ નેશનલ પાર્ક પર્યટકો માટે ફેવરિટ પ્લેસ છે. આ જગ્યા એક સારૂ ટ્રેકિંગ ડેસ્ટિનેશન પણ છે. અહીં તમે લક્કમ જળ ધોધ અને અનામૂડીની ચોટીના સુંદર નજારાઓ પણ નિહાળી શકશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!