પતિ અને પછી પ્રેમી બન્ને દગાખોર નિકળતા આ મહિલાએ ટૂંકાવી દીધુ જીવન, કરુણ ઘટના વાંચીને આંખોમાં આવી જશે આસું

પતિની દગાખોરી બાદ પ્રેમીએ પણ આપ્યો દગો – આવ્યો કરુણ અંજામ

તમે ભલે આર્થિક રીતે ગમે તેટલા સદ્ધર હોવ કે ન હોવ તમારું મન હંમેશા કોઈના સાચા પ્રેમને ઝંખતું રહેતું હોય છે. છેવટે જ્યારે તમે તે પ્રેમ મેળવી લો છો ત્યારે જાણે તમે દુનિયાના બધા જ સુખ મેળવી લીધા હોય તેવી લાગણી અનુભવો છે પણ જ્યારે આ જ પ્રેમમાં તમને દગો મળે છે ત્યારે તમારા જેવી દુઃખી વ્યક્તિ આ દુનિયામાં કોઈ જ નથી તેવી લાગણી થાય છે.

image source

એવા ઘણા બધા લોકો છે જેમને પ્રેમમાં દગો મળ્યો હોય. કેટલાકને એકવાર મળે છે તો કેટલાકને અનેક વાર મળે છે. કેટલાકના નસીબમાં પ્રેમ લખાયો જ નથી હોતો. કેટલાક લોકો આ દુઃખમાંથી બહાર નીકળીને જીવનમાં આગળ વધી જવાને સક્ષમ હોય છે તો વળી કેટલાક લોકો આ દગાથી એટલા ઘવાઈ જાય છે કે તેમને જીવનમાં કોઈ રસ નથી રહેતો અને છેવટે કરુણ પગલું ભરે છે.

image source

આવી જ દગાબાજી વડોદરાની એક મહિલા સાથે થઈ છે અને તેણીએ પોતાનું જીવન ટુંકાવી દીધું છે. આ મહિલાના લગ્ન નિષ્ફળ રહ્યા હતા અને તેણીએ પોતાના પતિથી છુટ્ટાછેડા લીધા હતા. આમ તેણી પતિનો પણ પ્રેમ નહોતી પામી શકી. તેણી પોતાના ત્રણ બાળકો સાથે રહેતી હતી. છૂટ્ટાછેડા બાદ તેના જીવનમાં ફરી પ્રેમ પાંગર્યો પણ તેણીને તેમાં પણ દગો મળ્યો અને તે દુઃખ સહન ન થતાં તેણે પોતાના જીવનનો અંત લાવી દીધો.

image source

આ ઘટના 9મી જૂનના રોજ ઘટી હતી. વડોદરાના બેંકર સ્વાર એપાર્ટમાં રહેતી 33 વર્ષિય ઇશા દેસાઈએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તેણીના એપાર્ટમેન્ટ પર પહોંચી ગઈ હતી. અને તેણીના મૃતદેહને આગળની કામગીરી માટે મોકલી દેવામા આવ્યો હતો.

image source

મળેલા અહેવાલ પ્રમણે મૃતક ઇશા દેસાઈ થોડા વર્ષો પૂર્વે મહારાષ્ટ્રના એક યુવક સાથે પ્રેમમાં પડી હતી ત્યાર બાદ તેણીએ તેની સાથે લગ્ન કર્યા હતા. પણ થોડા સમય બાદ તે બન્ને વચ્ચે અનબન શરૂ થઈ ગઈ હતી અને ધીમે ધીમે તે બન્ને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. આ દરમિયાન તેઓ ત્રણ સંતાના માતાપિતા પણ બન્યા. છેવટે તે બન્નેએ છુટ્ટા છેડા લઈ લીધા અને તેણી બાળકો સાથે એકલી જ રહેવા લાગી.

હવે તેણીએ પોતાના પર નિર્ભર રહેવાનુ હતું તેણી ટૂર્સ એડ ટ્રાવેલ્સ કંપનીમાં કામ કરતી હતી. છુટ્ટા છેડા લીધા બાદ તેણી ચેન્નઈના એક યુવાનના સંપર્કમાં આવી હતી. શરૂઆતમા તે બન્ને વચ્ચે મૈત્રિ થઈ અને ત્યાર બાદ તેમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ દરમિયાન યુવકે ઇશાને લગ્નનું વચન આપ્યું.

image source

આમ હવે તેણી પોતાના નવા જીવનને લઈને ખૂબ ઉત્સાહિત હતી. પણ થોડા સમય બાદ ઇશાને જાણવા મળ્યું કે તનો પ્રેમિ તો પહેલેથી જ પરિણીત છે. આ જાણી તેને ખૂબ આઘાત લાગ્યો અને તે પોતાના રૂમમાં પુરાઈ ગઈ. જ્યારે ઘણા લાંબા સમય સુધી તેના રૂમનો દરવાજો ન ખુલ્યો ત્યારે તેની માતા તેણીને બોલાવવા ગઈ પણ અંદરથી દરવાજો ન ખુલ્યો. છેવટે માતાએ સુથારને બોલાવીને દરવાજો ખોલાવડાવ્યો. અંદરનું દ્રશ્ય ભયાવહ હતું. દીકરી ઇશાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. અને તેણીનું શરીર નિર્જીવ થઈને લટકી રહ્યું હતું. ત્યાર બાદ પોલીસને જાણ કરવામા આવી. પોલીસે હાલ તેણીનું શવ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું છે અને તે અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ