દુનિયાની 5 એવી સ્કૂલ કે જ્યાં ભણાવવાની પદ્ધતિ છે સાવ અલગ, તમને પણ જાણીને લાગશે નવાઈ

સ્કૂલ અને શિક્ષણનુ નામ આવે એટલે આપણા મનમાં જાતજાતના દ્રશ્યો દોડવા લાગે. દાખલ તરીકે પુસ્તકોથી ભરેલી બેગ, એક સરખા યુનિફોર્મમાં શિસ્તથી બેસેલા વિદ્યાર્થીઓ વગેરે.. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં પણ આપણે અમુક એવી સ્કૂલ વિષે જ વાત કરવાની છે કે જ્યાં શિક્ષણ તો અપાય છે પરંતુ શિક્ષણ આપવાની પદ્ધતિ આપણને નવાઈ પમાડે તેવી છે અને વિદ્યાર્થીઓને રસ પડે તેવી છે. તો ચાલો જોઈએ એ વિષેની વધુ માહિતી..

મકોકો ફ્લોટિંગ સ્કૂલ

image source

ઘણી જગ્યાઓએ એવું જોવા મળે છે કે જ્યાં સ્કૂલની ઓછી સંખ્યા અથવા ઘરથી સ્કૂલનું અંતર વધુ હોવાથી બધા બાળકો તેમાં ભણવાની ઈચ્છા હોવા છતાં ભણી નથી શકતા પરંતુ નાઈજીરિયામાં એક એવી સ્કૂલ છે જ્યાં આ સમસ્યા નથી નડતી. અહીંની આ સ્કૂલ પાણીમાં તરતી સ્કૂલ છે જેમાં એક પાળીમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે. સ્કૂલની રચના એવી રીતે કરવામાં આવી છે કે પાણીના વધવા કે ઘટવા પર તેમાં કોઈ ઝાઝો ફેર નથી પદો અને ખરાબ વાતાવરણની પણ તેમાં કઈં નુકશાન નથી થતું.

ઝૉન્ગડોંગ : ધ કેવ સ્કૂલ

image source

ચીનમાં આવેલી આ સ્કૂલમાં 8 શિક્ષકો મળીને કુલ 186 વિદ્યાર્થીઓને ભણાવે છે. અસલમાં આ સ્કૂલ એક પ્રાકૃતિક ગુફાની અંદર છે જેની શોધ વર્ષ 1984 માં થઇ હતી. અહીં એવા બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે જેઓ સ્કૂલે નથી જઈ શકતા. જો કે વર્ષ 2011 થી જ ચીન સરકારે આ સ્કૂલને બંધ કરાવી દીધી છે.

ધ સ્કૂલ ઓફ સિલિકોન વેલી

image source

આ સ્કૂલ પરંપરાગત શિક્ષણ આપવાની પદ્ધતિની સખત વિરોધી છે. અહીં વિદ્યાર્થીઓને ભણાવવા માટે આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ આઈ પેડ, 3D મોડલિંગ અને સંગીતની મદદથી ભણે છે.

ધ કાર્પે ડીયમ

image source

આ સ્કૂલ ઓહિઓ ખાતે આવેલી છે અહીં કલાસરૂમની જગ્યા લગભગ 300 ક્યુબીકલ છે જાણે કે કોઈ આલીશાન ઓફિસ ન હોય. આ સ્કૂલના સંચાલકોનું માનવું છે કે દરેકે પોતપોતાના સ્તરે શીખવાની પ્રથા કેળવવી જોઈએ અહીં કોઈ વિદ્યાર્થીઓને જો કોઈ મુશ્કેલી પડે તો ઇન્સ્ટ્રકટર આવીને તરત તેની મદદ કરે છે. આપણે અનુમાન લગાવી શકીએ કે આ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને બીજા પર ઓછું નિર્ભર રહેવું પડે છે અને તેની સર્જન શક્તિ ખીલી શકે.

સડબરી સ્કૂલ

image source

આ સ્કૂલ અમેરિકામાં છે. અહીં ભણતા વિદ્યાર્થીઓ પોતે જ પોતાનું ટાઈમ ટેબલ બનાવે છે અને પોતે જ નક્કી કરે છે કે તેઓ ક્યા દિવસે શું ભણવા માંગે છે. સાથે જ તેઓ ભણવા માટેની કઈ પદ્ધતિ પસંદ કરે છે તેનો વિકલ્પ પણ અપાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ