કોઈપણ નાની પાર્ટી હોય કે પછી હોય નાનકડી ઉજવણી, ઘરમાં બધાને ખુશ કરી દો આ નવીન પાણીપુરી બનાવીને…

આજે આપણે બર્થ ડે પાર્ટી સ્પેશિયલ પાણીપૂરી બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી ટીપ્સ જોઈશું. બર્થ ડે માં એમ થાય કે શું બનાવવું આ વખતે કંઈક અલગ બનાવી એ જ્યારે પાણીપુરી બનાવતા હોય ત્યારે કોઈવાર મસાલો કઈ રીતે કરવો આ બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. અને પાણીપુરી બધાને જ બહુ પસંદ આવે છે. પાણીપુરી બનાવવા માટે અગાઉથી તૈયારી કરવી પડે. તેમાં મીઠું પાણી બનાવવું પડે. મસાલો તૈયાર કરવો પડે ત્યારે પાણીપુરી બને. આજે આપણે ફટાફટ પાણીપુરી બને તેવી ટિપ્સ જોઈશું.

1-સૌથી પહેલા કે તમારા ઘરમાં ફુદીના કોથમીરની ચટણી પડી છે. ના પડી હોય તો કોઈ વાંધો નથી.ટામેટા સોસ પડ્યો છે. મેયોનીઝ પડ્યુંછે. કાકડી,ટામેટા,કુબી એવું બધું પણ પડ્યું છે ને?હા તમને એમ થશે કે આ બધું પાણીપુરી નાખવાનું હોય? તો હા આજે આપણે મેયોનીઝ પાણીપુરી બનાવીશું.

2-સૌથી પહેલા કાકડી, ટામેટા, કોબી, કેપ્સીકમ બારીક સમારી લેવાના છે. હવે તેની અંદર લગભગ આપણો સલાડ એક બાઉલ જેટલો હોય તો ૧/૨ ચમચી મેયોનીઝ લેવાનું. એકથી બે ચમચી ટોમેટો સોસ ઉમેરવાનો.

3- હવે અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો. ત્યારબાદ અડધી ચમચી ઓરેગાનો અને લીલા મરચાં ની પેસ્ટ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ એક ચમચી ચાટ મસાલો એડ કરીશું. હવે બધું મિક્સ કરી લેવાનું છે. તેનો સ્વાદ પણ બહુ સરસ આવે છે.

4- હવે થોડું ચીઝ પણ ગ્રેટ કરી ને નાખીશું. હવે તેના સિવાય જો કોથમીર ફુદીના ની ચટણી હોય તો આ બધા જ વેજીટેબલ ની અંદર કોથમીર ફુદીના ની ચટણી અને તેની સાથે એક ચમચી ચાટ મસાલો ઉમેરી દેવાનો. તો એ ગ્રીન ટાઈપનું મસાલો તૈયાર થઈ જશે. તેની અંદર તમે મસાલા સિંગ પણ ઉમેરી શકો છો.

5- તો આ બે અલગ અલગ એક મેયોનિઝ વાળી મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવી મસ્ત મજાની પાણીપુરી તૈયાર થઈ જશે. અને બીજી છે તે તીખી તમતમતી ચટણી વાળી પકોડી તૈયાર થઈ જશે. અને જો ત્રીજી કરવી હોય તો ઘરમાં સેવ મમરા તો હાજર જ હોય તો સેવ મમરા ની અંદર ચટણી મિક્સ કરી દો. અને તેની સાથે જ ટામેટા સોસ એડ કરી દો. થોડી બુંદી હોય તો તે પણ એડ કરી શકો છો. અને તેની સાથે ટામેટો સોસ અને લાલ મરચું પાવડર બે ચમચી ઉમેરી દો. તો તેનો સ્વાદ બહુ સરસ આવશે.

6- હવે બધું મિક્સ કરી દો અને થોડી કોથમીર ઉમેરી દો. એટલે એક બીજું મિશ્રણ પણ તીખું તમતમતું તૈયાર થઈ જશે. હવે બાઉલમાં બધા મિશ્રણ તૈયાર રાખો અને પકોડી નું પેકેટ લઇ આવો.અને ઉપર થી ચીઝ છીણી કાળો અને બર્થ ડે પાર્ટી ની મજા માણી લો.કેટલી મજા પડી જાય નઈ? અને તેને સોલ્ટેડ પકોડી તેનું નામ આપી શકો છો.અને તમારા ફ્રેન્ડ્સ ઇમ્પ્રેસ થઈ જશે.

7-હવે તમે ફટાફટ આ બધી વાનગી બનાવજો અને આ ટિપ્સને ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.