વર્ષ ૨૦૨૧માં નોકરી ક્ષેત્રમાં આ ચાર નોકરીઓની થવાની છે ધૂમ ડિમાંડ, આપના કરિયર માટે હોઈ શકે છે સારા વિકલ્પ.
-વર્ષ ૨૦૨૧માં નોકરી ક્ષેત્રમાં વધશે માંગ.
-ભણેલ બેરોજગારોને મળશે સારી નોકરી.
-આ નોકરી સાથે આપ આપના કરિયરમાં આગળ વધી શકો છો.

છેલ્લા ઘણા સમયથી દેશ અને દુનિયામાં ચાલેલ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે દરેક દેશની બેરોજગારીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે વર્ષ ૨૦૨૧માં નોકરી ક્ષેત્રમાં ઘણી નવી તકોનું સર્જન થવા જઈ રહ્યું છે. ત્યારે આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, વર્ષ ૨૦૨૧માં ક્યાં એવા ક્ષેત્રો છે જેમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સાથે જ અમે આપને આ લેખમાં જણાવીશું કે, આપને આ ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાતની જરૂરિયાત પડશે. એટલું જ નહી, આપ આ ક્ષેત્રોમાં નોકરી કરવાની સાથે જ પોતાના કરિયરમાં પણ આગળ વધવાના અવસરો મળતા રહેશે. તો ચાલો જાણીએ વર્ષ ૨૦૨૧માં ક્યાં ક્ષેત્રમાં નોકરી માટે નવી તકો સર્જાઈ રહી છે.
Full Stack developers:

ફૂલ સ્ટેક ડેવલપર્સ વેબ ડેવલપમેન્ટમાં ઘણી મહત્વની ભૂમિકા નિભાવે છે.
વેબના ફંકશન્સ અને વેબ ફંકશન્સને મેઈન્ટેન કરવાનું કાર્ય કરે છે. આ તેમની સ્કિલ હોય છે કે, તેઓ ફ્રંટ હેન્ડ અને બેક હેન્ડ આસપેકટ સાથે સાંભળી શકે છે, જો કોડીંગ આપનું પેશન છે તો આ નોકરી પ્રાપ્ત કરવા માટે આપે Java, CSS, Python, Ruby વગેરે શીખી લેવું જરૂરી હોય છે.
Artificial intelligence:

ભારત દેશમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની સ્કિલ ધરાવતા વ્યક્તિઓ ઘણા ઓછા પ્રમાણમાં મળી આવે છે, જેના લીધે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફિલ્ડમાં ભણેલ વ્યક્તિઓને જોબ મેળવવાના અવસર વધી જાય છે. હાલમાં આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફિલ્ડમાં ૨૫૦૦ જેટલી જોબ વેકેન્સી ખાલી છે આ સાથે જ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફિલ્ડમાં જોબ મેળવવાના અવસરો વધી શકે છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ફિલ્ડમાં આપની ભૂમિકા અલ્ગોરિધમ અને પ્રોગ્રામ્સ ક્રિએટ કરવાનો હોય છે.
Data Scientist:

ડેટા સાયન્ટિસ્ટ જે પણ ફિલ્ડમાં કાર્ય કરે છે તેઓ પોતાની સ્કિલમાં એક્સપર્ટ હોવું જરૂરી છે, ડેટા સાયન્ટિસ્ટને પાયથન, એનાલિસિસ, ડેટા વિઝ્યુલાઈઝેશન સાથે સંબંધિત સ્કિલમાં એક્સપર્ટ હોવું જરૂરી હોય છે.
Data Marketers:

જો આપ આપની સ્કિલની સાથે આપ ક્રિએટીવ વિચારો ધરાવો છો તો આપે આ ફિલ્ડમાં આગળ વધી જવું જોઈએ. હાલમાં ડીજીટલ માર્કેટિંગ ફિલ્ડમાં ખુબ જ માંગ વધી રહી છે. આ ફિલ્ડમાં આગળ વધવા માટે આપે MBA અથવા ડીજીટલ માર્કેટિંગ કોર્સની મદદથી આપ આ ફિલ્ડમાં ડીજીટલ માર્કેટર બની શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,