તમને આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સનો એ સીન તો યાદ જ હશે જેમાં આમિર ખાન કરીના કપૂર સાથે વિડીયો કોલ પર વાત કરતા કરતા કરિના કપૂરની પ્રેગ્નેન્ટ બહેનનો રોલ કરનાર મોના સિંગની ડિલિવરી કરાવે છે. તમને જણાવી દઈએ કે હવે 3 ઇડિયટ્સ ફિલ્મનો આ સીન અસલ જિંદગીમાં પણ જોવા મળ્યો છે.

હા, એક લેબ ટેક્નિશિયને ડોકટર સાથેના વિડીયો કોલની મદદથી ચાલુ ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી છે. આ લેબ ટેક્નિશિયનનું નામ સુનિલ પ્રજાપતિ છે જે ઉત્તર રેલવેના હોસ્પિટલમાં એક લેબ ટેક્નિશિયનની ફરજ બજાવે છે. સુનિલ પ્રજાપતિ દિલ્લીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાગર આવનારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.

મથુરા સ્ટેશનની નજીક જ એમની સામે આવેલી બર્થ પર બેઠેલી એક સ્ત્રીને લેબર પેન શરૂ થઈ ગયું. એ પછી સુનીલ પ્રજાપતિએ મહિલા ડોકટરને વિડીયો કોલ કર્યો અને એમના માર્ગદર્શન હેઠળ એ ગર્ભવતી મહિલાની ચાલુ ટ્રેનમાં જ સુરક્ષિત ડિલિવરી કરાવી હતી. જો કે ડિલિવરી સમયે ટ્રેનમાં ઓપરેશન થિયેટરની જેમ જરૂરી સામાન ન હોવાના કારણે થોડી ઘણી તકલીફ પણ થઈ હતી પણ તેમ છતાં ન ફક્ત સફળ ડિલિવરી થઈ પણ હવે માતા અને તેનું બાળક બંને સુરક્ષિત છે હાલ બંનેને મથુરાના સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

સુનિલ પ્રજાપતિએ જણાવ્યું કે જ્યારે એ સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં સાગર જઈ રહ્યા હતા તો નિઝામુદ્દીન સ્ટેશનથી એમની સીટની સામેની સીટ પર એક પ્રેગ્નેન્ટ લેડી બેઠી હતી જેવું ફરીદાબાદ સ્ટેશન ગયું કે એ કણસવા લાગી. મેં એમના ભાઈને પૂછ્યું કે શુ તકલીફ છે તો એમને જણાવ્યું કે એ મહિલા પ્રેગ્નેન્ટ છે એટલે એમના પેટમાં દુખાવો થાય છે. જ્યારે મેં એ મહિલાને પૂછ્યું કે ડોકટરે કોઈ તારીખ આપી છે તો એમને જણાવ્યું કે ડૉક્ટરે 20 તારીખ આપી છે. હું બસમાં ચાલીને આવી છું દિલ્લીથી નિઝામુદ્દીન સુધી એટલે મને દુખાવો શરૂ થઈ ગયો છે.

સુનિલ પ્રજાપતિએ આ વિશે આગળ જણાવ્યું કે વિડીયો કોલ પર ડોકટર અમને ગાઈડ કરી રહી હતી કે બાળકને આવી રીતે ખોળામાં લઈ લો કે પછી જે પણ એ કહી રહી હતી એ પ્રમાણે અમે અનુસરી રહ્યા હતા.
Not All Heroes Wear Capes: A specially-abled man working as lab technician in Railway hospital, helped a woman deliver a baby on running train.
Indian Railways family is always ready to assist passengers in any kind of emergency.https://t.co/SCJkk7kFL5 pic.twitter.com/0F2kMAqgTJ
— Piyush Goyal (@PiyushGoyal) January 18, 2021
તો સુનિલ પ્રજાપતિના આ શુભ કામના રેલ મંત્રી પિયુષ ગોયલે પણ વખાણ કર્યા છે. એમને ટ્વીટ કરી સુનિલ પ્રજાપતિના વખાણ કર્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,