પનીર નું ફરાળી શાક – એકદમ નવી રેસિપી થી બનાવો આ સ્વાદિષ્ટ ફરાળ

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે ઘરે જ બનાવેલા પનીરથી બનાવેલું ખૂબ સ્વાદિષ્ટ પનીરનું શાક ઉપવાસમાં પણ ખાઈ શકાય છે અને બોઉં જ જલ્દી બની જઈ છે. જોતા જ મોઢામાં પાણી આવી જઈ અને જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવું હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. લાઈફમાં ક્યારેય નહિ ખાધું હોય આવું શાક એકવાર બનાવીને ચાખશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે. એક વખત ઘરે અચૂકથી ટ્રાય કરજો. વિડીયોને છેલ્લે સુધી જોજો. કોમેન્ટમાં જણાવજો તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૧/૪ કપ કાજુ
  • ૩ ટેબલ સ્પૂન દહીં
  • ૨ ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ૧ ટી સ્પૂન જીરું પાવડર
  • ૧.૫ ટી સ્પૂન તેલ
  • ૧/૨ ટી સ્પૂન આખું જીરું
  • ૨ લાંબા કાપેલા લીલા મરચા
  • ૧ તમાલપત્ર
  • ૨ લવિંગ
  • ૧ ઈલાયચી
  • ૧ ટુકડો તજ નો
  • ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧૦૦ ગ્રામ ઘર નું પનીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર ઉપર થી ભભરાવવા માટે

રીત :

૧. કાજુ ને ગરમ પાણી માં ૧૦ મિનિટ માટે પલાળી દો.

૨. હવે મોળા દહીં માં કાશ્મીરી લાલ મરચું પાવડર, જીરું પાવડર અને મીઠું ઉમેરી ને બરોબર મિક્સ કરી દો.

૩. હવે એક પેન માં તેલ ગરમ કરી ને એમાં આખું જીરું ઉમેરી દો.

૪. હવે એમાં પલાળેલા કાજુ ની પેસ્ટ ઉમેરી દો.

૫. એક મિનિટ જેવું હલાવી ને એમાં મસાલા વાળું દહીં ઉમેરી દો.

૬. હવે ધીમા ગેસ એ હલાવતા રેહવું અને એમાં તમાલપત્ર અને મરચા ઉમેરી દેવા.

૭. હવે લવિંગ, ઈલાયચી અને તજ ને ખલ દસ્તા ની મદદ થી પાવડર કરી લેવા અને આને ગ્રેવી માં ઉમેરી દેવું.

૮. ગ્રેવી ને થોડી પાતળી કરવા ૩ ટેબલ સ્પૂન જેવું પાણી ઉમેરી દેવું.

૯. ગરવી ઉકળે એટલે પનીર ઉમેરી દેવું અને ૨ થી ૩ મિનિટ માટે પકાવી લેવું.

૧૦. ઉપર થી કોથમીર જો ઉપવાસ માં ખાતા હો તો ભભરાવી ને ગરમાગરમ પીરસવું રાજગરા ની પૂરી કે ભાખરી સાથે.

વિડિઓ રેસિપી –


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.