જાણી લો તમે પણ પનીર ખાવાની આ સાચી રીત

કાચું પનીર ખાવાથી આપણી સ્વાસ્થ્ય સબંધિત ઘણી સમસ્યા દૂર થાય છે. પનીર ખાવું એ દરેક લોકોને ખુબ જ પસંદ છે પનીર સ્વાદ પણ સારો હોય છે. પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ, વસા, ફોસ્ફોરસ, ફોલેટ, ન્યૂટ્રીસન્ટ, ફૈટી એસિડ અને લિનોલાઈક એસિડ જેવા તત્વો હોય છે. આ કારણે કાચું પનીર ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે. જો શરીરના હાડકા મજબૂત હોય તો આપણું શરીર એકદમ લોખંડ જેવું મજબૂત રહે છે. પનીરમાં હાજર કેલ્શિયમ અને ફોસ્ફોરસના કારણે હાડકા મજબૂત બને છે. કેલ્શિયમ અને ફોસ્ફોરસ આપણે સંધિવા જેવી બીમારીથી પણ બચી શકીએ છીએ.

image source

તમને જાણીને આશ્ચ્ર્ય થશે પરંતુ કાચા પનીરના સેવનથી આપણું જાડાપણું પણ દૂર થાય છે. તેથી મહિનામાં બે થી ત્રણ વાર કાચા પનીરનું સેવન જરૂરથી કરો. ગાયના દૂધના 100 ગ્રામ પનીરમાં 1.2 ગ્રામ કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. વજન ઘટાડનારા લોકો માટે તે ફાયદાકારક છે. પનીરનું સેવન કરવાથી શરીરની ચરબી વધતી નથી.28 ગ્રામ પનીરમાં લગભગ 82.5 કેલરી મળી આવે છે.

image source

કાચા પનીરનું સેવન કરવાથી ધમનીઓમાં આવતી અડચણ દૂર થાય છે અને આપણનું હૃદય સ્વસ્થ રહે છે. કાચા પનીરના સેવનથી હૃદય સ્ટ્રોક અથવા હાર્ટ-એટેક જેવી બીમારી આપણાથી દૂર રહે છે.

image source

પનીરમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ આપણને કોલેસ્ટ્રોલ જેવા ખતરનાક રોગથી દૂર રાખે છે અને આપણું લોહી મગજમાં અને હૃદયમાં યોગ્ય રીતે પોહચી શકે છે.

image source

કાચા પનીરનું સેવન કરવાથી આપણા દાંતમાં થતો દુખાવો, દાંતમાંથી લોહી નીકળવું અને દાંતમાં થતા પોલાણ જેવી સમસ્યામાંથી પણ રાહત મળે છે.

પનીર પ્રોટીનથી ભરપુર હોય છે. તેને સવારના નાસ્તામાં ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. વળી તે ધીરે ધીરે પચી જાય છે.આ ઉપરાંત, GLP-1, PYY અને CCK હોર્મોન્સમાં વધારો કરે છે. પ્રોટીન ઉપરાંત પનીરમાં ચરબી, આયરન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

image source

પનીર ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે વજનને નિયંત્રણમાં રાખે છે અને દિવસભર તમને એક્ટિવ રાખે છે. દરરોજ નાસ્તામાં 150 થી 200 ગ્રામ પનીર ખાવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. દિવસની શરૂઆત કરવા માટે પનીર એ આરોગ્યપ્રદ વિકલ્પ છે.

image source

ડાયાબિટીઝથી પીડિત લોકો માટે પનીર ફાયદાકારક છે. પનીરમાં ઉંચી માત્રામાં ઓમેગા 3 જોવા મળે છે જે બાળકોના માનસિક વિકાસ માટે સારું છે. પનીર બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

image source

પનીરનું સેવન કરવાથી આપણી ત્વચા પણ સ્વસ્થ અને ગ્લોઈંગ બને છે. પનીરમાં હાજર તત્વો ચહેરા પર હાજર ગંદકી દૂર કરીને તમારા ચેહરા પર આવતા વૃદ્ધત્વના નિશાનો ઘટાડે છે અને તમારો ચેહરો વધુ સુંદર બનાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત