તદ્દન નવી રીતેથી લસુની પાલક પનીરની સબ્જી – ઠંડીમાં ગરમાગરમ ખાવાની મોજ આવી જશે…

આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “તદ્દન નવી રીતેથી લસુની પાલક પનીરની સબ્જી” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયુંને?? જોતા જ ખાવાનું મન પણ થઈ જઈ તેમજ ખાધા પછી પણ જેનો સ્વાદ ક્યારેય ના ભૂલાય એવી ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવી હોય આ સબ્જી એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થશે.ઘરમાં નાના છોકરાવથી લઈને મોટા વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે.એકવાર ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???

સામગ્રી :

  • ૫૦૦ ગ્રામ પાલક (૨ ઝૂડી)

ગ્રેવી માટે :

  • ૨ ડુંગળી
  • ૫ દાણા મરી
  • ૨ એલચી
  • ૧ એલચો
  • ૨ લવિંગ
  • ૧ ટુકડો આદુ
  • ૫ કળી લસણ ની
  • ૪ લીલા મરચા

અન્ય સામગ્રી :

  • ૧.૫ ટી સ્પૂન તેલ
  • ૧/૪ કપ ટમેટા ની પ્યુરે
  • ૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી
  • ૧/૨ ટી સ્પૂન હળદર
  • ૧.૫ ટી સ્પૂન ધાણાજીરું
  • ૨ ટેબલ સ્પૂન મલાઈ
  • ૨૦૦ ગ્રામ પનીર
  • મીઠું સ્વાદ અનુસાર

ઉપર થી વઘાર કરવા માટે :

  • ૧ ટેબલ સ્પૂન ઘી
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૨ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું લસણ
  • ૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી

રીત :

૧. પાલક ના પાંદડા તોડી ને ધોઈ લીધા પછી ઉકળતા પાણી માં ઉમેરી ને તરત જ ઠંડા પાણી માં કાઢી લેવા.

૨. હવે આ પાંદડા ને નીચવી ને ૧/૪ કપ પાલક ઝીણી સમારી લેવી અને બાકી ની મિક્સી માં પેસ્ટ બને એવી રીતે ક્રશ કરી લેવા.

૩. હવે ગ્રેવી માટે આપેલી બધી સામગ્રી ને પણ મિક્સી માં પેસ્ટ કરી લેવી.

૪. એક પેન માં તેલ મૂકી ને ગરમ થાય એટલે એમાં ગ્રેવી ઉમેરી દેવી.

૫. ગ્રેવી ૫ મિનિટ જેવી સંતળાય એટલે એમાં ઝીણી સમારેલી પાલક અને ૧ ટેબલ સ્પૂન કસૂરી મેથી ઉમેરી ને સાંતળવી.

૬. આમ હળદર અને મીઠું ઉમેરવું ને તેલ છૂટું પડે એટલે ટામેટા ની પ્યુરે ઉમેરવી.

૭. ધાણાજીરું ઉમેરી ને ગ્રેવી ને વધુ ૫ મિનિટ સાંતળવી.

૮. હવે એમાં પાલક ની પેસ્ટ ઉમેરી ને ઉકળે એટલે એમાં મલાઈ ઉમેરો.

૯. ૧૦ મિનિટ સુધી સાંતળો અને પછી એમાં પનીર ઉમેરો.

૧૦. હવે વાઘરીયા માં ઉપર થી ઉમેરવા નો વઘાર તૈયાર કરવો.

૧૧. એના માટે વાઘરીયા માં ઘી ગરમ કરી ને એમાં જીરું ઉમેરો.

૧૨. જીરું તતડે એટલે એમાં લસણ ઉમેરી ને બ્રોઉન થાય ત્યાં સુધી સાંતળો અને પછી એમાં કસૂરી મેથી ઉમેરો.

૧૩, આ વઘાર ને પાલક પનીર પર ઉમેરો.

૧૪. તૈયાર છે લસુની પાલક પનીર જેને ગરમાગરમ રોટી, નાન કે પરાઠા જોડે સર્વ કરો.

અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.